સુરત : કર્તવ્યનિષ્ઠ ડૉક્ટરે પોતાનો ઑક્સિજન સપોર્ટ હટાવી અન્ય દર્દીને વેન્ટીલેટર પર ચઢાવ્યા

News18 Gujarati
Updated: August 12, 2020, 1:01 PM IST
સુરત : કર્તવ્યનિષ્ઠ ડૉક્ટરે પોતાનો ઑક્સિજન સપોર્ટ હટાવી અન્ય દર્દીને વેન્ટીલેટર પર ચઢાવ્યા
ડૉક્ટર સંકેત.

ડૉક્ટર કોરોના સંક્રમિત થયા બાદ તેઓને ICUમાં હાઇફ્લૉ ઑક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

  • Share this:
સુરત : ડૉક્ટર (Doctors)ને એમ જ ભગવાનનું બીજું સ્વરૂપ નથી કહેવાતા. ડૉક્ટર ગમે તેવી મુશ્કેલીમાં હોય તેઓ પોતાનું કર્તવ્ય ચૂકતા નથી. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. અહીં એક ડૉક્ટર કોરોના સંક્રમિત (Corona Infection) થયા બાદ અડાજણ ખાતે આવેલી કોવિડ 19 હૉસ્પિટલ (Covid Hospital)માં સારવાર લઈ રહ્યા છે. અહીં તેમને આઈસીયૂ વિભાગમાં ઑક્સિજન (Oxygen Support) પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન એવું બન્યું કે એક 70 વર્ષના કોરોના સંક્રમિત દર્દી (Corona Patient)ની હાલત બગડી હતી. તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ફરજ પર હાજર ડૉક્ટરે ખૂબ મહેનત કરી પરંતુ તેમનાથી આ કામ થઈ શકતું ન હતું. આ આખા ઘટનાક્રમને પોતાની પથારીમાંથી જોઈ રહેલા કોરોના સંક્રમિત ડૉક્ટરથી રહેવાયું ન હતું. તેઓએ પોતાનો ઑક્સિજનનો ફ્લૉ કાઢીને એ દર્દીને વેન્ટિલેટર પર મૂકવા માટે મદદ કરી હતી. (આ પણ વાંચો : છોટાઉદેપુર : કૉવિડ હૉસ્પિટલમાં આગથી અફડાતફડી, 10 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર )

ડૉક્ટર સંકેત એક એનેસ્થેટીસ્ટ છે. તેઓ પોતાની ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થયા છે. નવમી ઓગસ્ટના રોજ તેમની બેડની નજીક એક દર્દીની હાલત બગડી હતી. દર્દીનું ઑક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું. રાતનો સમય હોવાથી હૉસ્પિટલમાં કોઈ એનેસ્થેટીસ્ટને ફટાફટ બોલાવવા શક્ય ન હતું. હાજર ડૉક્ટરોના અનેક પ્રયાસો છતાં દર્દી વેન્ટીલેટર પર ચઢી રહ્યો ન હતો. આવા સમયે ડૉક્ટર સંકેત પટેલ દર્દી અને હાજર ડૉક્ટરોની વહારે આવ્યા હતા અને દર્દીને વેન્ટીલેટર પર ચઢાવ્યો હતો. આ રીતે ડૉક્ટર સંકેતે ઑક્સિજન ફ્લૉ હટાવી પોતાનો જીવ જોખમમાં મૂકી દર્દીનો જીવ બચાવ્યો હતો. આ બનાવ અડાજણ ખાતે આવેલી BAPS હૉસ્પિટલમાં બન્યો હતો. અહીં 37 વર્ષીય ડૉક્ટર સંકેતને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેઓને હાઇફ્લૉ ઑક્સિજન પર રાખવામાં આવ્યા હતા.

(આ પણ વાંચો : ગાંધીનગર : સાંસદ બનતા જ બીજેપીના નેતાને હવે દિલ્હીમાં વૈભવી બંગલાના અભરખા જાગ્યા)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે BAPS હૉસ્પિટલ ખાતે દિનેશ પુરાણી નામના દર્દીને ઈન્ટ્યૂબેશનની તાત્કાલિક જરૂર હોવાથી ICUમાં લવાયા હતા. ડૉક્ટરોને કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવાનું હોય છે. આ ઉપરાંત હૉસ્પિટલના એનેસ્થેટીસ્ટ જો પ્રોટોકોલ પ્રમાણે PPE કિટ પહેરીને આવે ત્યાં સુધી 15-20 મિનિટ લાગી જતા. દરમિયાન ડૉ. સંકેતે પોતાનો ઑક્સિજન સપોર્ટ હટાવી દીધો હતો અને મદદ કરી હતી. હૉસ્પિટલના ડૉક્ટર કોરડિયાના કહેવા પ્રમાણે ડૉ. સંકેતે જોતજોતામાં જ ઈન્ટ્યૂબેશન કરી દીધું હતું. એવી પણ માહિતી મળી છે કે થોડા વર્ષો પહેલા ડૉક્ટર સંકેત આ જ હૉસ્પિટલમાં ફરજ બજાવતા હતા. જે બાદમાં તેઓએ ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી હતી. સુરતની આ ઘટના બાદ ડૉક્ટર સંકેતની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: August 12, 2020, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading