સુરત : ખેડૂતોને પડ્યા માથે પાટું! સહકારી મંડળીમાં ટેકાના ભાવથી ઓછા ભાવે ડાંગર વેચાતા રોષ

News18 Gujarati
Updated: November 19, 2019, 2:16 PM IST
સુરત : ખેડૂતોને પડ્યા માથે પાટું! સહકારી મંડળીમાં ટેકાના ભાવથી ઓછા ભાવે ડાંગર વેચાતા રોષ
દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ભાવે ખેડૂતોમાં રોષમાં જોવા મળી રહ્યો છે.

ગત વર્ષે ટેકાના ભાવથી 100 રૂપિયા વધારે ભાવ આપનારી મંડળીએ ઓછા ભાવે વેચાણ કરતા ખેડૂતોમાં રોષ

  • Share this:
દક્ષિણ ગુજરાત (south Gujarat)ના ખેડૂતોમાં (farmers) રોષ (Protest) જોવા મળી રહ્યો છે, કારણકે પહેલાં વરસાદની નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હવે જે સહકારી મંડળી પર તેમને વિશ્વાસ હતો તેના સંચાલકોએ ટેકાના (MSP) ભાવ (Price) કરતાં પણ તેમની ડાંગર (Dangar) નીચા ભાવથી વેચીને તેમને વધુ નુકસાન કરાવી રહ્યા છે. અને આ નુકસાન બાબતે આગામી દિવસોમાં ખેડૂતો આ મામલે પોલીસ ફરિયાદ (Police complain) કરવા આગળ આવના છે

સુરત સહિત દક્ષિણ ગુજરા માં આ વર્ષે પહેલાં સમયસર વરસાદ નહિ પડતા ખેડૂતો ને નુકસાન હતું અને પાછળથી વધુ વરસાદને પગલે ખેડૂતોને સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. હવે ખેડૂતોને પડ્યા માથે પાટું જેવો ઘાટ થયો છે. કારણકે ખેડૂત તો દ્વારા દ્વારા બનાવવામાં આવેલી અને ખેડૂત દ્વારા ચાલતી સહકારી મંડળીના સંચાલકો ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : જસદણ ભાજપ વિવાદ : બોઘરાએ કહ્યું,'હું સંગઠનનું કામ કરૂ છું, કુંવરજી સરકારના પ્રતિનિધિ'

ગત વર્ષે સરકારે ડાંગરનો જે ટેકાનો ભાવ બહાર પાડ્યો હતો તેના કરતાં સહકારી મંડળીએ 100 રૂપિયા વધુ કિંમત આપીને ખેડૂતો ની ડાંગર ખરીદી કરી હતી પણ આ વર્ષે સરકારે ડાંગરનો ટેકનો ભાવ 365 રૂ. સરકારે જાહેર કર્યો છે, ત્યારે સુરત જિલ્લા સહકારી મંડળી દ્વારા આ ખેડૂતો ની ડાંગર 340 રૂપિયે વેચવા લાગ્યા છે.

આ પણ વાંચો :  વડોદરામાં ડેન્ગ્યૂનો કહેર: એક સપ્તાહમાં પાંચ લોકોનો ભોગ લીધો

જોકે, સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ડાંગરનું વેચાણ કરી સંચાલકો ખેડૂતોને નુકસાન કરી વેપારીઓને ફાયદો કરાવી રહ્યા છે, જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે દર વર્ષે સરકારના ટેકાના ભાવ કરતા વધુ ભાવ સહકારી આગેવાન આપતા હોવાને કારણે ખેડૂતોને તેમના પર વિશ્વાસ હતો પરંતુ આ વર્ષની સ્થિતિને જોતાં ખેડૂતોને છેતરાયાં હોવાની લાગણી થઈ છે. આ મામલે ખેડૂતો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ કરે તો પણ નવાઈ નહીં.
First published: November 19, 2019, 2:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading