હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં બહાર આવ્યું સુરત કનેક્શન

News18 Gujarati
Updated: October 18, 2019, 8:50 PM IST
હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યામાં બહાર આવ્યું સુરત કનેક્શન
હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી (ફાઇલ ફોટો)

હત્યા માટે જે પ્લાસ્ટિકના ડબ્બામાં હથિયાર સંતાડવામાં આવ્યા હતા તે સુરતના ઉધનાની ધરતી ફરસાણ નામની દુકાનના

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : ઉત્તરપ્રદેશના લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના(Hindu Mahasabh) નેતા કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યામાં ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું છે. આ હત્યા માટે જે પ્લાસ્ટિકના ડબ્બામાં હથિયાર સંતાડવામાં આવ્યા હતા તે સુરતના ઉધનાની ધરતી ફરસાણ નામની દુકાનના છે તેવું તપાસમાં જાણવા મળ્યું છે. જેને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ દુકાનમાં તપાસ શરૂ કરી છે. ગુજરાત ATSની ટીમ પણ આ મામલે સક્રિય થઈ છે. સીસીટીવી ફૂટેજ અને દુકાન માલિકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસની ટીમે 2017માં ISISના આતંકવાદી ઉબેદ મિર્ઝા અને કાસીમની ધરપકડ કરી હતી. જેમાં કમલેશ તિવારીની હત્યાનું ષડ્યંત્ર કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. એટીએસની ટીમે ચાર્જશીટમાં પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત એટીએસની ટીમ હાલ આ બાબતે તપાસ કરી રહી છે. બંને આતંકીની આ મામલે ફરી પૂછપરછ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - હિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની લખનઉમાં હત્યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ (Lucknow)ના નાકા વિસ્તારમાં હિન્દુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ રહેલા કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી છે. ડૉક્ટરોનું કહેવું છે કે કમલેશ તિવારીની કોઈ ધારદાર હથિયારથી ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. બીજી તરફ, પોલીસે ઘટનાસ્થળે એક રિવોલ્વર પણ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે, હત્યાકાંડને કમલેશ તિવારીના કોઈ પરિચિતે જ અંજામ આપ્યો છે. હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો છે. આ પહેલા હુમલામાં ઘાયલ કમલેશ તિવારીને ગંભીર સ્થિતિમાં ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું.

હિન્દુ મહાસભાના ( Hindu Samaj Party)અધ્યક્ષ રહેલા કમલેશ તિવારીએ 2017 વિધાનસભા ચૂંટણી પહેલા હિન્દુ મહાસભા પાર્ટીની રચના કરી હતી.
First published: October 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...