Home /News /south-gujarat /

સુરત : માનવતા લજવતો કિસ્સો, સાવકા પિતાએ 9 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

સુરત : માનવતા લજવતો કિસ્સો, સાવકા પિતાએ 9 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

બાળકીને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

માતા સાંજે પાણી ભરવા માટે ગઈ હતી ત્યારે પિતાએ નવ વર્ષની દીકરી પર નજર બગાડી, માતાએ પૂછપરછ કરતા નરાધમે વર્ષ પહેલા પણ આવું કર્યું હોવાનો ખુલાસો.

સુરત : શહેરમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. નવ વર્ષની બાળકી (Surat Teenage Girl) પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. બાળકી ઘરમાં એકલી હતી અને માતા (Mother) પાણી ભરવા ગઈ હતી ત્યારે તેના સાવકા પિતા (Step Father)એ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે બાળકીની માતાએ પોલીસ મથકે (Dumas Police Station) ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ અને (POCSO) પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

કોરોના વાયરસને લઇને લૉકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં ગુનાખોરી વધી રહી છે. શહેરના ડુમસ પોલીસ મથકે એક એવી ફરિયાદ નોંધવામાં આવી છે, જે વિશે સાંભળી પોલીસ પણ ચોકી ઉઠી હતી. ડુમસ ખાતે આવેલા મૂળ વતન ઝારખંડના વતની એવા એક નરાધમે પોતાની નવ વર્ષની સાવકી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે.

આ પણ વાંચો :  શાળા-કૉલેજ ફી ભરવાનું દબાણ કરે તો કૉંગ્રેસને ફોન કરો, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

આઠમી જૂનના રોજ બનેલા આ બનાવમાં બાળકીની માતા નિત્યક્રમ પ્રમાણે સાંજના છ વાગ્યાથી સાડા સાત વાગ્યા દરમિયાન તેમની કોલોનીમાં પાણી ભરવા માટે ગઈ હતી. આ દરમિયાન નવ વર્ષની દીકરી ઘરે એકલી હતી. જેથી આરોપીએ એકલતાનો ગેરલાભ લઈને બાળકી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગેની જાણ બાળકીની માતાને થતાં તેણે બાળકીની પૂછપરછ કરી હતી. બાળકીએ માતાને જાણકારી આપી હતી કે એકાદ વર્ષ પહેલા પણ તેના પિતાએ ત્રણેક વખત આ રીતે જબરદસ્તીથી સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો : લૉકડાઉનમાં પારલે-જીએ એટલા બિસ્કિટ વેંચ્યા કે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો

જે બાદમાં માતાએ હિંમત એકઠી કરીને આરોપી વિરુદ્ધ ડુમસ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી બાળકીને મેડિકલ તપાસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. મેડિકલ તપાસમાં માસૂમ બાળકીના ગુપ્તભાગે ઇજાના નિશાન મળી આવ્યાં છે. સોમવારની સાંજે બનેલી ઘટના બાદ પોલીસ માસૂમને વહેલી સવારે તબીબી પરીક્ષણ માટે લઈ આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Father, Teenager, ગુનો, દીકરી, પોલીસ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन