Home /News /south-gujarat /

સુરત : કોંગ્રેસના સંભવિત ઉમેદવારની ફોર્ચ્યુનર ઘર પાસેથી ચોરાઈ

સુરત : કોંગ્રેસના સંભવિત ઉમેદવારની ફોર્ચ્યુનર ઘર પાસેથી ચોરાઈ

સુરત કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અશોક અધેવાડાની ફાઇલ તસવીર

રાતે ઘરની બહારથી અશોક અધેવાડાની કાર ચોરી થઈ, સવારે પોલીસને કલોલના છત્રાલ નજીકનું લોકેશન મળ્યું

    કિર્તેશ પટેલ, સુરત : સુરત કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અશોક અધેવાડાની ફોર્ચ્યુનર કાર ચોરી થઈ હતી. તેમની કાર ઘરની બહારથી ચોરી થયા બાદ મળી પણ આવી છે. આજે વહેલી સવારે તેમની કાર ઘરની બહાર હતી ત્યારે ચોરાઈ હતી. અશોક અધેવાડે કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારબાદ કલાલોના છત્રાલ નજીકથી કારનું લોકેશન મળી આવ્યું છે. પોલીસ તપાસમાં કારનું લોકેશન મળી આવતા પોલીસ લોકેશન પર પહોંચી હતી અને કારનો કબજો પણ મેળવી લીધી હોવાનું જાણવા મળે છે. રાજનેતાઓના ઘરે ચોરી થવાની ઘટનાઓ પણ અવાર નવાર બનતી હોય છે. કારમાં GPS લગાવેલું હોવાના કારણે પોલીસે તાત્કાલીક તેના લોકેશનની તપાસ હાથ ધરી હતી. GPSમાં કારનું લોકેશન કલોલના છત્રાલ નજીક GIDCનું મળી આવતા પોલીસે કાર કબ્જે લીધી હતી.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાના ઘરેથી પણ ચોરી થઈ હતી, શંકરસિંહ વાઘેલાએ ચોરીની ફરિયાદમાં ચોકીદાર પર શંકા વ્યક્ત કરી હતી. શંકરસિંહ વાઘેલાના ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી થઈ હતી ત્યારે આજે ફરી એક વાર ચોરે નેતાને નિશાને બનાવ્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Ashok adhehwad, Car stolen on night found from gandhinagar highway, Gujarat Loksabah Elections 2019, Loksabha elections 2019, Surat Loksabah Probable candidate, Surat s06p23 South Gujarat Loksabah Elections 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन