સુરતઃ 52 સોસાયટીઓની સહી સાથે કોંગ્રેસ કોર્પોરેટરોએ લાઈટ બીલ, વેરા અને સ્કૂલ ફી માફીની કરી માંગ

સુરતઃ 52 સોસાયટીઓની સહી સાથે કોંગ્રેસ કોર્પોરેટરોએ લાઈટ બીલ, વેરા અને સ્કૂલ ફી માફીની કરી માંગ
આવેદન આપતા કોર્પોરેટરોની તસવીર

સુરત શહેરમાં છેલ્લા 3 માસના લાઈટ બિલ, પાણી બિલ, વેરા બિલ અને 6 માસની સ્કૂલ ફી માફીની માંગ સાથે સોમવારે કોંગ્રસના નગરસેવકોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

  • Share this:
સુરતઃ કોરોનાની (coronavirus) મહામારીમાં લોકડાઉન (Lockdown) દરમિયાન આર્થીક રીતે પડિ ભાંગેલા મઘ્યમ અને ગરીબ વર્ગના લોકો ખુબજ ચિંતામા મુકાયા છે. ત્યારે  સુરત શહેરમાં છેલ્લા 3 માસના લાઈટ બિલ, પાણી બિલ, વેરા બિલ અને 6 માસની સ્કૂલ ફી માફીની માંગ સાથે સોમવારે કોંગ્રસના નગરસેવકોએ (Congress corporators) સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસ નગર સેવકો દ્વારા 52 સોસાયટીના પ્રમુખોના હસ્તાક્ષર વાળી માંગનો લેટર પણ કલેકટરને સુપરત કર્યો હતો.

નગરસેવકોએ જિલ્લા કલેક્ટરને સંબોધીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય નોવેલ કોરોના વાયરસથી પ્રભાવિત છે અને કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉંન લાગુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય અને સુરત શહેરમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.આ પણ વાંચોઃ-કોરોના સામે નવું હથિયાર! ગાયની એન્ટીબોડીથી ખતમ થશે કોરોના, અમેરિકાની કંપનીએ શોધી નવી સારવાર

આ લોકડાઉનમાં જનતા ત્રસ્ત થઇ છે.આ મહામારી દરમિયાન સમગ્ર દેશમાં ઉદ્યોગ-ધંધા અને રોજગાર બંધ હોય લોકોની હાલત કફોડી થઇ ગઈ છે.ત્યારે સુરત શહેરમાં રહેતા લોકોની હાલમાં વેરા ભરવા માટે તેમની યોગ્ય પરિસ્થિતિ ન હોય અને લોકોને ઘરોમાં જ રહેવું પડતું હોય ત્યારે આપ માનવીય અભિગમ દાખવી સુરત શહેરની આમજનતાના હિતને ધાયનમાં લઈને છેલ્લા 3 માસના લાઈટ બિલ, પાણી બિલ અને વેરા બિલ માફ કરાવવા તેમજ 6 માસની શૈક્ષણિક ફી માફ કરાવવા યોગ્ય કાર્યવાહી કરશો તેવી આશા.

આ પણ વાંચોઃ-કોરોનાની ક્રૂર કહાની! અમદાવાદમાં કોરોનાએ એક જ પરિવારના બે સગા પોલીસ ભાઈઓનો ભોગ લીધો

આ પણ  વાંચોઃ-ઓનલાઈન ચિટિંગની નવી ફોર્મ્યૂલા! રાજકોટમાં ઈનામની 6 લાખની ગાડી લેવા જતા યુવક ભારે છેતરાયો

આવેદન આપતા સમયે કોંગ્રસના નગરસેવક ધીરુભાઈ લાઠીયા, દિનેશભાઇ સાવલિયા , દિનેશ કાછડીયા  તેમજ કોંગ્રેસ અગ્રણી સુરેશ સુહાગીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કલેકટરને આવેદન પત્ર આપવાની સાથે વરાછા અને  પુણા વિસ્તારની 52 સોસાયટીના પ્રમુખ અને સ્થાનીક રહિશોની માંગ સાથે સહિ કરેલા પત્ર પણ જમા કરાવ્યા હતા.
Published by:News18 Gujarati
First published:June 08, 2020, 21:03 pm