સુરત : ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણની ત્રણ ઘટના, પાટીદાર અગ્રણી ધડૂક, નગર સેવક કાછડિયાએ ધરણા કર્યા


Updated: March 8, 2020, 2:18 PM IST
સુરત : ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણની ત્રણ ઘટના, પાટીદાર અગ્રણી ધડૂક, નગર સેવક કાછડિયાએ ધરણા કર્યા
કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાને ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ થતા તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે નાગરિકોના ઘર્ષણની ધટના વધી છે. કોંગી કોર્પોરેરટ કાછિયા, અને પાટીદાર અગ્રણી ધડૂક સાથે ટ્રાફિક પોલીસનું ઘર્ષણ

  • Share this:
સુરત : મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈઓ આવ્યા (Motor vehicle Act) આવ્યા બાદ ટ્રાફિકમાં જેવી રીતે દંડની રકમ વધારવામાં આવી છે, તેને લઇ સતત ટ્રાફિક પોલીસ (Traffic Police) અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળે છે ત્યારે ગતરોજ સુરતના (Surat) અલગ-અલગ વિસ્તારમાં ત્રણ જેટલા ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે તેમાંથી બે જગ્યા પર તો લોકો પોલીસ સામે રસ્તા પર ઉતરીને ધારણા કરતા પણ જોવા મળ્યા હતા. સુરતમાં એક જ દિવસમાં ટ્રાફિક બ્રિગેડની કથિત દાદાગીરી સામે ઘર્ષણની ત્રણ ઘટના બની હતી જેમાં કોંગ્રેસના કોર્પોરેટર (Congress) દિનેશ કાછડિયા, (Dinesh Kachadiya) પાટીદાર અગ્રણી ધડૂક સાથે પણ માથાકૂટ થઈ હતી. આ કથિત દાદાગીરી સામે કાછડિયા રસ્તા પર ઉતરી અને ધરણા પર બેસી ગયા હતા.

ગાડીને લોક મારતા હોબાળો : સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટને લાગુ કર્યા બાદ દંડ ની રકમમાં જે વધારો કરવામાં આવ્યો છે જેને લઇ સતત ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ  જોવા મળી રહ્યું છે. ત્યારે સુરત ના અલગ અલગ ત્રણ વિસ્તારમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ  જોવા મળ્યો હતું. સુરતના ઉધના વિસ્તારમાં ગાડીને લોકો મારવાના કારણે શરુ થયેલ વિવાદમાં લોકો અને પોલીસ વચ્ચે  ઘર્ષણ ના દ્રશ્યો જોવા મળ્યા હતા.જોકે પોલીસે ગાડીને લોક માર્યો હોવાની વાતને લઇને ગાડી માલિક સાથે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવી હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો :  સુરત ગેંગરેપ : પોલીસે ઝડપેલા મોટી વગ ધરાવતા મુખ્ય આરોપી પરેશ તળાવિયાનું રાજકીય કનેક્શન ખુલ્યું

પાટીદારોએ ચક્કાજામ કર્યો

જોકે બીજી ઘટના માં સાંજના સમયે સરથાણા વિસ્તારમાં પાટીદાર આગેવાન રામ ધડૂકની ગાડીને ટ્રાફિક પોલીસે લોક મારતા મામલો બિચકયો હતો અને જોત જોતામાં પાટીદાર આગેવાન રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરણા શરૂ કરી નાખ્યા હતા. જોકે પોલીસે નો પાર્કિગ માં ગાડી પાર્ક કરેલ હોવાને લઇને લોક માર્યુ હતું. પોતે દંડ નહિ ભરવો પડે તે માટે આ ગાડી ચાલક હંગામો મચાવી રહિયા વાત પોલીસે કરી હતી.

બીજી બાજુ પાટીદાર અગ્રણી ધડૂકની ગાડીને લોક મારતા આમ આદમીના પાર્ટીના કાર્યકરો સહીત અનેક લોકો ધરણા પર ઉતરી આવ્યા હતા.
આ પણ વાંચો :  કચ્છ : પાકિસ્તાનના કાવતરાનો પર્દાફાશ, નલીયા એરબેઝની જાસૂસી કરનાર અબડાસાના શખ્સો ઝડપાયા

દિનેશ કાછડિયાને પીએસઆઈ સાથે માથાકૂટ થઈ

ત્યારે ત્રીજી ઘટના માં સુરત મહાનગર પાલિકાના નગર સેવક અને કોગ્રેસ આગેવાન દિનેશ કાછડીયાને થઈ ગતી. કાછડિયા સુરતના સરથાણા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રાફિક બ્રિગેડના જવાન દ્વારા તેમની ગાડી અટકાવામાં આવી હતી. જોકે ટ્રાફિક બ્રિગેડને ગાડી અટકાવાની વાત કરતા ફરજ પર હજાર પીએઆઈ સાથે આ મામલે માથાકૂટ થઇ હતી જોકે ટ્રાફિક બ્રિગેડ સત્તા નહિ હોવા છતાંય લોકોને અટકાવી હેરાન ગતિ કરતો હતો અને આ મામલે ફરિયાદ કરતા આ કર્મચારી પર પગલાં લેવાને બદલે પોલીસ દ્વારા દાદાગીરી કરતા આ નગર સેવક દ્વારા રસ્તા પર ધરણા શરૂ કરવામાં આવ્યા હતા.
First published: March 8, 2020, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading