સુરત : મહિલા ગ્રાહકોની હાજરીમાં દુકાનમાં ઘુસી વેપારીને માર્યો ઢોર માર, બનાવ CCTVમાં કેદ

સુરત : મહિલા ગ્રાહકોની હાજરીમાં દુકાનમાં ઘુસી વેપારીને માર્યો ઢોર માર, બનાવ CCTVમાં કેદ
મારામારીની ઘટનાના કારણે મહિલા ગ્રાહકો ડરી ગઈ હતી.

સાંકડી દુકાનમાં ગ્રાહકોના ટોળાની વચ્ચે મહિલાઓની હાજરીમાં જ કાટલે કાટલા આવી ગયા, દુકાનમાંથી બહાર ઢસડી જઈ અને વેપારીને માર્યો

  • Share this:
સુરતમાં (Surat) વધુ એક મારામારીની (Fight) ઘટના સામે આવી છે જેમાં એક વેપારીએ બીજા વેપારીને દુકાનમાં ઘૂસીને ફટકાર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે (CCTV Video) આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના ભટાર વિસ્તારમાં હોસ્પિટલ નજીક કારતી મોપેડને અડફેટે લીધો હતો જેને લઇને હડફેટે લેનાર વેપારીને જોઈને ચાલવાનું કહેતા વેપારીઓ વચ્ચે તકરાર થઈ હતી અને એક વેપારીએ બીજા વેપારીની દુકાનમાં ઘૂસીને ફટકાર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને હુમલાનો ભોગ બનનાર વેપારીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સૌથી શરમજનક બાબત એ હતી કે વેપારીઓનું એક ટોળું દુકાનમાં ધસી આવ્યું હતું અને મહિલા ગ્રાહકોની હાજરીમાં જ વેપારીને ઉપાડી અને મારવાનું શરૂ કરી દીધું હતું.

સુરત ભટાર ગુરુ નાનક હોસ્પિટલ નજીક રવિવારના રોજ ભર બપોરે ગ્રાહકની મોપેડને એક કાર ચાલક વેપારીએ અડફેટે લેતા નેપારી ને માર માર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવ ફૂટેજ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભટાર ગુરુ નાનક હોસ્પિટલ નજીક  વેપારી તારાચંદ એ માંગીલાલ નાઈ મહાલક્ષ્મી ફેબ્રિક નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગત રવિવારના રોજ નેપાળ ની દુકાન બહાર દુકાનમાં મહિલા ગ્રાહક એમ ઓફ પાર્ક કર્યું હતું તે સમયે પડોશી વેપારીએ તેની કારને પુરપાટ ઝડપે હાંકીને મોપેડને અડફેટે લીધી હતી.જેને લઇને મોપેડને ભારે નુકસાન પહોંચ્યું હતું જોકે મામલાની જાણ ગ્રાહકને થતા ગ્રાહક અને વેપારી વચ્ચે ગુસ્સામાં બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો : સુરત : 109 દિવસ બાદ કોરોનાના 292 કેસ આવતા તંત્રની ઉંઘ હરામ, SMCએ લીધો મોટો નિર્ણય

જેને લઇને કારચાલક વેપારી મફત ચાલક ગ્રાહક અને તેઓની ઉપર તૂટી પડ્યા હતા સમગ્ર પરિવાર દુકાનમાં ઘૂસીને તેઓને ઢીકમુક્કીનો માર માર્યો હતો જગ્યા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ પણ વાંચો :  સુરત : ચડ્ડી-બનીયાન ગેંગ Live ચોરી કરતી પકડાઈ, કર્મચારી પર કર્યો હુમલો, CCTV વીડિયોમાં ચોર કેદ

બપોરે ગ્રાહક ની સામે વેપારી પર હુમલો કરતાં આસપાસના લોકો પણ દુકાન માં દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ લઈને ઉમરા પોલીસ મથકનું શરણું લીધું હતું અને આ મામલે વેપારી સામે ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે
Published by:Jay Mishra
First published:March 17, 2021, 15:09 pm

ટૉપ ન્યૂઝ