Suratમાં ફાયર સેફટી વગરની 110 દુકાનો ફાયર વિભાગે સીલ કરી

ખાનગી ઈમારતોને સીલ કર્યા બાદ મહાનગરપાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનસને સીલ કરવામાં આવ્યું હતું

News18 Gujarati
Updated: September 10, 2019, 2:09 PM IST
Suratમાં ફાયર સેફટી વગરની 110 દુકાનો ફાયર વિભાગે સીલ કરી
દુકાનોને સીલ કરાઇ
News18 Gujarati
Updated: September 10, 2019, 2:09 PM IST
કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં (Surat) આગકાંડ (Fire incident)ની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી વગરના કોમ્પલેક્ષો અને દુકાનોને સીલ મારવામાં કામગીરી ચાલુ છે. નોટિસ આપવા છતાંયે કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફટી લગાવવામાં ન આવતા અંતે ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરતમાં આજે ઉધના વિસ્તારમાં ઉધના બસ સ્ટેશન ખાતેના કોમ્પલેક્ષમાં 110 અને જૈન પ્લાઝમા 40 દુકાનો સીલ કરવામાં આવી છે

સુરતમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈને ફરી વાર સિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ખાનગી ઈમારતોને સીલ કર્યા બાદ મહાનગરપાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનસને સીલ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત બસ ડેપોના કોમર્સિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જોકે અવાર-નવાર નોટિસ આપ્યા છતાં ફાયર સેફ્ટી લગાવવામાં આવતી ન હતી. અંતે આજે 110 દુકાનોને સીલ કરવામાં આવી છે.
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...