સુરતમાં વાહનચોરો બન્યાં બેફામ, વરાછામાં બુલેટની ચોરીના દ્રશ્યો CCTVમાં કેદ થયા

સુરતમાં વાહનચોરો બન્યાં બેફામ, વરાછામાં બુલેટની ચોરીના દ્રશ્યો CCTVમાં કેદ થયા
ચોરીનો બનાવ કેમેરામાં કેદ.

Surat theft case cctv: અનિલ કુમાર ગજેરા તેમનું બુલેટ મોટર સાઇકલ વરાછા નજીક આવેલ એસ.એમ.સી પાર્ટી પ્લોટ નજીક પાર્ક કર્યું હતું.

  • Share this:
સુરત: સુરતમાં દિવસેને દિવસે ચોર (Theft case)ની ઘટનાઓ વધવા પામી છે. એમાં પણ શહેરમાં વાહન ચોરી (Vehicle theft)ની ઘટનાઓ વધી રહી છે. વરાછા વિસ્તારમાં એ.કે નગર વિસ્તારમાથી બુલેટ બાઇક (Bullet bike)ની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે. પોલીસે હવે CCTV ફૂટેજનાં આધારે તાપસના ચક્રો ગતિમાન કર્યાં છે. શહેરમાં ઘરફોડની સાથે સાથે વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા હોવાથી લોકો પરેશાન થઇ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આ પહેલા પણ બુલેટ બાઇકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ હતી. પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે શહેરમાં ફરીથી બુલેટ બાઇકની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે કે શું?

વરાછાના બનાવની વિગતે વાત કરીએ તો અનિલ કુમાર ગજેરા તેમનું બુલેટ મોટર સાઇકલ વરાછા નજીક આવેલ એસ.એમ.સી પાર્ટી પ્લોટ નજીક પાર્ક કર્યું હતું. આ દરમિયાન બે ગઠિયા તેમના બુલેટને ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં ચોર આસપાસ નજર ફેરવી રેકી કરતો નજરે ચડે છે.આ પણ વાંચો: અનેક રાજ્યની પોલીસ આ લૂટેરી દુલ્હનની કરી રહી છે શોધખોળ, અમદાવાદ સાથે પણ છે કનેક્શન રેકી કર્યા બાદ તે બુલેટને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે કાઢી શકતો નથી. ત્યારબાદ ગાડી પરથી ઉતરી ફરી આસપાસનાં વિસ્તારમાં આટા મારે છે. આ દરમિયાન આસપાસ કોઈ ન દેખાતા તે બાઇકની ચોરી કરીને ફરાર થઇ જાય છે.

આ પણ વાંચો: Alert: પહેલી એપ્રિલથી નહીં ચાલે આ 8 બેંકોની જૂની ચેકબુક, જાણો કારણ

આ પણ વાંચો: ભૈયુજી મહારાજ કેસ: શંકાને આધારે વારે વારે એક જ વાત પૂછતી હતી પત્ની, શું મૉડલ મળવા આવે છે?

બનાવ અંગે અનિલ ગજેરાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરુ કરી છે. પોલીસે આ ઘટનામાં કોઈ વાહન ચોરીની ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ શરું કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ભૂતકાળમાં પણ બુલેટ ચોરી કરતી ગેંગ ઝડપાઈ ચુકી છે.
Published by:Vinod Zankhaliya
First published:March 13, 2021, 15:55 pm

ટૉપ ન્યૂઝ