કોરોના સામે ફાઇટ : રાજ્યમાં પ્લાઝમાં ડૉનેટ કરવામાં સુરત અવ્વલ, બે ખાનગી લેબને પણ મંજૂરી


Updated: August 14, 2020, 9:37 AM IST
કોરોના સામે ફાઇટ : રાજ્યમાં પ્લાઝમાં ડૉનેટ કરવામાં સુરત અવ્વલ, બે ખાનગી લેબને પણ મંજૂરી
સિવિલ અને સ્મીમેર ખાતે કોરોનાને માત આપી સાજા થયેલ 450થી વધુ ડૉનરો દ્વારા અત્યાર સુધી પ્લાઝમાનું દાન કર્યું છે અને 750થી વધુ કોરોનાના દર્દીઓને અત્યાર સુધી સીસીટી યુનિટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

સિવિલ અને સ્મીમેર ખાતે કોરોનાને માત આપી સાજા થયેલ 450થી વધુ ડૉનરો દ્વારા અત્યાર સુધી પ્લાઝમાનું દાન કર્યું છે અને 750થી વધુ કોરોનાના દર્દીઓને અત્યાર સુધી સીસીટી યુનિટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

  • Share this:
પ્રગ્નેશ વ્યાસ, સુરત : કોરોનાને માત આપી સાજા થયેલા લોકો દ્વારા ડૉનેટ કરાતા પ્લાઝમા (Plasma Donation)ના ઉપયોગથી કોરોનાના દર્દી (Corona Patients)ઓને સારવારમાં મદદ મળે છે. તંત્ર દ્વારા ગત પાંચમી જુલાઇથી સ્મીમેર (Smimer Hospital) અને નવી સિવિલ (Surat Civil Hospital)ની લેબોરેટરી ખાતે પ્લાઝમા કલેક્શન સેન્ટરો શરૂ કરાયા છે. શહેરની બે ખાનગી બ્લડ બેન્કો (Blood Bank)ને પણ પ્લાઝમા કનેક્શન (Plasma Collection) માટે મંજૂરી આપવામાં આવી છે. સિવિલ અને સ્મીમેર ખાતે કોરોનાને માત આપી સાજા થયેલ 450થી વધુ ડૉનરો દ્વારા અત્યાર સુધી પ્લાઝમાનું દાન કર્યું છે અને 750થી વધુ કોરોનાના દર્દીઓને અત્યાર સુધી સીસીટી યુનિટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.


સ્મીમેર ખાતેની કોવિડ કોન્વેલેસન્સ પ્લાઝમા બેન્ક ખાતે અત્યાર સુધી 300 જેટલા ડૉનર દ્વારા પ્લાઝમાનું દાન કરવામાં આવ્યું છે, તેમજ 500થી વધુ કોરોનાના દર્દીઓને પ્લાઝમા યુનિટ પૂરા પાડવામાં આવ્યા છે. સ્મીમેર બ્લડ બેન્કે હાલ રાજ્યમાંથી સૌથી વધુ કોન્વેલેસન્સ પ્લાઝમાનું કલેક્શન કર્યું છે. પ્લાઝમા ડોનેશન પહેલાના ટેસ્ટો બાદ જ પ્લાઝમા લેવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)


જ્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સંચાલિત બ્લડ બેન્કમાં141 દાતાઓ દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 309 સીસીટી યુનિટ 267 દર્દીઓને ઇશ્યૂ કરાયા છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતેના દર્દીઓને 172 યુનિટ અને ખાનગી હોસ્પિટલોમાં 167 પ્લાઝમા યુનિટ નવી સિવિલની બ્લડ બેન્ક દ્વારા ઇશ્યૂ કરાયા છે. નોધનીય છે કે, સ્મીમેર અને સિવિલમાં પોતાની હૉસ્પિટલની બહારના દર્દીઓને સીસીટી યુનિટ દીઠ 10 હજાર રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે પોતાની હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસે કોઇ ચાર્જ વસૂલવામાં આવતો નથી.  (પ્રતિકાત્મક તસવીર)
Published by: Vinod Zankhaliya
First published: August 14, 2020, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading