સુરત : કોરોના પોઝિટિવ કેસમાં સુરતનો રિકવરી રેટ સૌથી વધારે 67.95% થયો


Updated: May 26, 2020, 10:51 AM IST
સુરત : કોરોના પોઝિટિવ કેસમાં સુરતનો રિકવરી રેટ સૌથી વધારે 67.95% થયો
દક્ષિણ અમેરિકાના કેરિબિયાઇ દ્રીપોમાં મૃત્ય દર બ્રિટિશ નાગરિકોની તુલનામાં 1.7 ટકા વધુ છે. આ રિપોર્ટમાં મોતના કારણે બ્રિટિશ પણ મૂળ બાંગ્લાદેશથી આવેલા લોકોની સંખ્યા વધુ છે. જે પછી પાકિસ્તાની અને આફ્રિકી કેરેબિયન સમુદાયનો નંબર આવે છે. રિપોર્ટ મુજબ બ્રિટિશ નાગરિકાની તુલનામાં 90 ટકા પાકિસ્તાની, 150 ટકા ભારતીય અને 310 અશ્વેત આફ્રિકી સ્વાસ્થય દેખરેખમાં સામેલ છે.

ટોપ ટેન શહેરમાં સૌથી વધુ રિકવરી રેટ સુરતનો 67.95% છે, અમદાવાદ 39.40% ટકા રિકવરી રેટ સાથે સાતમાં ક્રમે.

  • Share this:
સુરત : દેશમાં હાલમાં 1.38 લાખથી વધુ કોરોના પોઝિટિવ (Corona Positive Cases)નો આંક પહોંચી ગયો છે. ત્યારે દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરોમાં ગુજરાતના સુરત (Surat) અને અમદાવાદ (Ahmedabad)નો સમાવેશ થયો છે. સુરત શહેરમાં ભલે કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ સુરત શહેરમાં રિકવરી રેટ (Recovery Rate) પણ ખૂબ સારો છે. આજે પણ સુરતમાં કુલ નવા 23 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે જ સુરત શહેરનો રિકવરી રેટ 67.95 ટકા પર પહોંચી જવા પામ્યો છે.

સોથી વધુ પોઝિટિવ કેસો ધરાવતા 10 શહેરમાં જેમ જેમ પોઝિટિવ દર્દીઓનો વધારો થઈ રહ્યો તેમ તેમ રિકવરી આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ રિકવરી રેટ સુરતનો 67.95 ટકા છે. જ્યારે અમદાવાદ 39.40 ટકા રિકવરી રેટ સાથે સાતમાં ક્રમે છે. સુરત શહેરમાં હાલમાં પોઝિટિવ કેસોની સંખ્યા 1,300 ને પાર થઈ ચુકી છે. જેની સામે સુરત શહેરમાં 914 થી વધુ દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફરી ચુક્યા છે. જેથી સુરત શહેરમાં હાલમાં એક્ટિવ કેસો 409 જ છે. જે તંત્ર માટે રાહતના સમાચાર છે.

આ પણ વાંચો :  17 મેથી અત્યાર સુધી આગળ નથી વધ્યું ચોમાસું, આગામી 5 દિવસ આગ વરસશે

અત્યાર સુધી ટેસ્ટની સંખ્યા 20 હજારને પાર થઈ છે. સુરતમાં કુલ ટેસ્ટની સંખ્યા 20,002 થઈ છે. જેમાંથી પોઝિટિવ કેસો 1300થી વધુ થયા છે. એક્ટિવ સર્વેલન્સમાં કુલ 1,426 ટીમ છે 41 એઆરઆઈના કેસો મળ્યા છે. એપીએક્સ સર્વેલન્સ અત્યારે ખુબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. અત્યારે એપીએક્સના સર્વેલન્સ થાય છે તેમાંથી એજર્ડ અને કોમોર્બિડ કન્ડિશનના લાઈન લીસ્ટ બનાવવાનું અત્યારે ઝોન વાઈઝ કામગીરી થઈ ગઈ છે. એકાદ દિવસમાં આ લાઈન લીસ્ટિંગ પૂર્ણ થઈ જશે.

સુરત શહેરમાં કોવિડ સેન્ટરોમાં પણ સારી સુવિધા આપવામાં આવી રહી છે, જેના પગલે સુરત શહેરનો રીકવરી રેટ પણ વધી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી રીકવરી રેટ સતત વધી જ રહ્યો છે.  સુરતમાં સૌથી વધુ કેસો લિંબાયત ઝોનમાંથી મળી રહ્યા છે. સુરત શહેરમાં જે વિસ્તારોમાં કેસો વધુ મળી રહ્યા છે તે વિસ્તારોને ક્લસ્ટર જાહેર કરવામાં આવી રહ્યા આ વિસ્તારોના લોકોને ફરજીયાત હોમ કોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જેથી સંક્રમણનો ફેલાવો વધુ ન થાય સુરતમાં સ્લમ વિસ્તારોમાં કેસો વધુ આવતા તંત્ર સાવચેત થયું છે અને સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
First published: May 26, 2020, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading