Home /News /south-gujarat /

સુરત: આર્મી જવાન પતિએ જ કરી પત્નીની હત્યા, છૂટાછેડા ન આપતા 15 દિવસમાં બે વખત કર્યું પત્ની પર ફાયરિંગ

સુરત: આર્મી જવાન પતિએ જ કરી પત્નીની હત્યા, છૂટાછેડા ન આપતા 15 દિવસમાં બે વખત કર્યું પત્ની પર ફાયરિંગ

ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં આરોપીઓ

15 દિવસ પહેલા પાંડેસરા પાસે મહિલા પર આ બન્ને શૂટરોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આરોપી રવિન્દ્ર હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી 2 વાર સુરત આવ્યો હતો. હાલ આર્મી જવાન ફરાર છે.

  પત્ની છૂટાછેડા ન આપતા આર્મી જવાને પત્નીનો કાંટો કાઢી નાખવા મિત્ર પાસે 15 દિવસમાં 2 વાર ફાયરિંગ કરાવ્યું હતું. ફાયરિંગની ઘટનામાં ક્રાઇમબ્રાંચે 2 શૂટરોને પુણા-કડોદરા રોડ પર સણિયા હેમાદ ગામેથી પકડી લીધા હતા. ઝડપાયેલા શૂટરો રવિન્દ્ર રધુનાથ યેશે અને નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદ  પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટુઝ તેમજ બાઇક મળી મુદ્દામાલ કબજે કર્યો છે.

  બન્ને સામે આર્મ્સ એકટનો વધુ એક ગુનો દાખલ કરાયો છે. 12મીએ માનદરવાજા ફાયર સ્ટેશનની ગલીમાં આર્મીમેનની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટર બાઇક પર આવી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેમાં નંદા બહેનને એક ગોળી હાથની આરપાર નીકળી ગઇ હતી જ્યારે બીજી ગોળી છાતીનાં પાછળના ભાગે અને એક થાપાનાં ભાગે વાગી હતી. 15 દિવસ પહેલા પાંડેસરા પાસે મહિલા પર આ બન્ને શૂટરોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આરોપી રવિન્દ્ર હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી 2 વખત સુરત આવ્યો હતો. હાલમાં આર્મી જવાન ફરાર છે.

  આ પણ વાંચો-રાજકોટ : સાહેબ તે મારી સામે જોઈ કતરાયો હતો, ગાળો ભાંડી હતી એટલે મે એને મારી નાખ્યો

  ઘટના શું હતી સુરતનાં માન દરવાજા વિસ્તારમાં ગત શનિવારે સાંજે એક મહિલા પર ફાયરિંગ થતા ચકચાર મચી ગઇ હતી. બાઇક પર આવેલા બે યુવકો ગણતરીનાં સમયમાં ધડાધડ 3 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટયા હતા. ઘવાયેલી મહિલાને સારવારાર્થે સિવિલ ખસેડાઇ હતી, છૂટાછેડા માટે દબાણ કરી ધાકધમકી આપતા આર્મીમેન પતિએ મળતિયાઓ મારફતે ફાયરિંગ કરાવ્યું હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. જોકે ત્રણ દિવસ બાદ સંગ્રહ હકીકત સામે આવી હતીણે જેમાં ફાયરીગ કરાવનાર બુજુ કોઈ નહિ પણ તેમના પતિ દ્વાર અન્ય શૂટરોને બોલાવીને ફાયરિંગ કર્યું હીવનો પોલીસ તપાસ માં બહાર આવ્યું છે.

  છૂટાછેડા માટે સતત ધમકી આપતા પતિએ જ ફાયરિંગ કરાવ્યું હોવાનો સાસરિયાનો આક્ષેપ સાચો નીકળ્યો માન દરવાજા ખાતે રહેતી નંદા ઉર્ફે નંદિની વિનોદભાઇ મોરે  શનિવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ભાણેજ યોગીતા સાથે દવાખાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઘર પાસેના રોડ પર જ તેમના પર ફાયરિંગ થયું હતું. સ્પ્લેન્ડર બાઇક પર આવેલા બે યુવકો ગણતરીના સમયમાં જ 3 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટયા હતા. નંદાબેનના થાપા, છાતી તથા ડાબા હાથના ભાગે ગોળી વાગી હતી. તાત્કાલિક સિવિલમાં ખસેડાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.. નંદાબેનના લગ્ન વર્ષ 2010માં મૂળ જલગાંવના વતની વિનોદ સાથે થયા હતા. વિનોદ આર્મીમેન છે અને હાલમાં મહારાષ્ટ્રના નાંદેડમાં તેમની ડયૂટી છે. પ્રેગ્નેન્સી પ્રોબ્લમને કારણે દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. પતિ છૂટાછેડા લેવા પણ તેણીને દબાણ કરતો હતો. નંદાબેન ચાર વર્ષ પહેલાં માન દરવાજા ખાતે પિયરમાં રહેવા ચાલ્યા આવ્યા હતા.

  8 દિવસ પહેલાં પતિ વિનોદ કોર્ટની મુદતે હાજરી આપવા સુરત પણ આવ્યો હતો- પોલીસના જણાવ્યા પ્રમાણે સુરતની કોર્ટમાં તેઓનો છૂટાછેડાનો કેસ પણ ચાલે છે. 11 દિવસ પહેલાં પતિ વિનોદ કોર્ટની મુદતે હાજરી આપવા સુરત પણ આવ્યો હતો. પરિવારજનોએ પોલીસને કરેલા આક્ષેપો મુજબ પતિ વિનોદ છેલ્લા ઘણા સમયથી નંદાને સીધી કે આડકતરી રીતે ધાકધમકી આપતો હતો. જેથી પતિએ જ માણસો મોકલી ફાયરિંગ કરાવ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. જે આક્ષેપ ના આધારે પોલિસ તપાસ શરૂ કરી હતી બાદ આક્ષેપ સાચા પડ્યા છે છે હાલ તો સુરત  પોલીસ બે શૂટરોની ધરપકડ કરીને વોન્ટરડ પતિને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
  Published by:Margi Pandya
  First published:

  આગામી સમાચાર