સુરતઃ બાળક ગરક થવાનો મામલો, ગટરનું ઢાંકણું ખોલનાર સામે ફરિયાદ

News18 Gujarati
Updated: July 16, 2018, 10:22 AM IST
સુરતઃ બાળક ગરક થવાનો મામલો, ગટરનું ઢાંકણું ખોલનાર સામે ફરિયાદ
ગટરમાં ગરક થયેલો રોહન

  • Share this:
સુરતમાં રવિવારે વરાછા વિસ્તારમાં એક બાળક ગટરમાં ગરક થઈ ગયો હતો. બાળક પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે રસ્તા પર ગટરનું ઢાકળું ખુલ્લું હોવાથી તે પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બાળક ગરક થવા મામલે સુરત મહાનગર પાલિકાએ ગટરનું ઢાંકળું ખોલનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે, ઢાંકણું કોણે ખોલ્યું હતું તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.

પાંચ કલાક બાદ મળી હતી લાશ

બાળક ગટરમાં ગરક થયા બાદ પાંચ કલાકની શોધખોળ બાદ તેની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. બાળક જ્યાં ગરક થયો હતો ત્યાંથી 700 મીટર દૂર તાપી નદીના પટમાંથી તેની લાશ મળી હતી. આ મામલે વરાછા ઝોનના ડેપ્યુટી ઇજનેર સોમા પટેલ તથા આસિસ્ટન્ટ ઇજનેર પ્રદિપ ભોયાએ ગટરનું ઢાંકળું ખોલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે, હાલ એ સ્પષ્ટ થયું નથી કે ગટરનું ઢાંકળું ઝોનવાળાએ ખોલ્યું હતું કે પછી પાણી ન ભરાય તે માટે આસપાસના દુકાનાવાળાઓએ ખોલ્યું હતું.

રોહન આ ગટરમાં ગરક થઈ ગયો હતો


ફાયર બ્રિગેડે શરૂ કરી હતી શોધખોળ

બાળકને શોધવા માટે ફાયર બ્રિગેડે પોતાની ટીમ કામે લગાડી હતી. આ માટે ઓક્સિજન સાથે તરવૈયાઓને ગટરમાં પણ ઉતારવામાં આવ્યા હતા. જોકે, આખરે બાળક મળી આવ્યો હતો પરંતુ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
પાંચ કલાકની શોધખોળ બાદ બાળકની લાશ તાપી નદીમાંથી મળી હતી


બાળકો સ્કૂલ મિત્રો સાથે રમવા નીકળ્યો હતો

નાના વરાછાની ગીરનાર સોસાયટી ખાતે રહેતા રહેશભાઈ ભીલનો 7 વર્ષનો પુત્ર રોહન રવિવારે બપોરે તેના સ્કૂલના ત્રણ મિત્રો સાથે ઘરેથી રમવા માટે નીકળ્યો હતો. રમંતા રમતાં ચારેય બાળકો ગોઠણ સુધી પાણીમાં પહોંચી ગયા હતા. આ દરમિયાન ત્રણ બાળકો આગળ જઈ રહ્યા હતા ત્યારે રોહન ખુલ્લી ગટરમાં તણાઈ ગયો હતો. બાદમાં ત્રણેય બાળકોએ રોહન ડૂબી ગયાની જાણ તેના પરિવારજનોને કરી હતી.
First published: July 16, 2018, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading