સુરત : બેજવાબદારી અને નિષ્કાળજીનું શું પરિણામ આવી શકે તેનું તાજું ઉદાહરણ સુરત શહેરમાં જોવા મળ્યું હતું જ્યાં એક ટ્રક ચાલકની બેજવાબદારીએ એક યુવકનું મોત નીપજ્યું છે. હકિકતમાં સુરતના (Surat Sardar Market CCTV Video of death) સરદાર માર્કેટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવક ટ્રકની નીચે કચડાઈને મોતને ભેટ્યો તે સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયું છે. આ ઘટનાનો વીડિયો રૂવાંડા ઊભા કરી નાંખે તેમ છે જેમાં એક ટ્રક ચાલક સીધો કેબિનમાં બેસીને સેલ્ફ મારે છે અને ટ્રકના ટેકે ઊભેલો વ્યક્તિ કચડાઈ જતા ઘટના સ્થળે જ મોતને ભેટી જાય છે. મોતનો આ લાઇવ વીડિયો સીસીટીવીમાં રેકોર્ડ થયા બાદ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
બનાની વિગત એવી છે કે સુરતના પુણા વિસ્તારમાં આવેલા સરદાર માર્કેટ પાસે એક આઈસર ટ્રક પાસે ઉભેલા યુવકને ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર માર્કેટના વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટ : 14 લાખના સોનાના ટૂકડાં સાથે ઝડપાયા બે રીઢા ચોર, ચોરી કરવા ફ્લાઇટ- ટ્રેનમાં આવતા હતા
સીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ટ્રક ચાલક બિંદાસ્ત આવી અને ટ્રકમાં બેસી જાય છે અને સેલ્ફ મારીને આગળ પાછળ જોયા વગર ટ્રક હંકારવા જતા યુવકનું મોત થયું હતું.
પુણા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટ પાસે એક આઇસર ટ્રકે યુવાનને કચડી નાખતા હોબાળો મચી જવા પામ્યો હતો. આ ગંભીર અકસ્માત સરદાર માર્કેટના બ્લોકના ગાળા નંબર 48 પાસે બન્યો હતો.
આ પણ વાંચો : સુરત : 'માસાએ મારી સાથે ગંદુ કામ કર્યુ એટલે તું મને વ્હાલ નથી કરતી,' 10 વર્ષની બાળકીના શબ્દો સાંભળી માતા હચમચી ગઈ
ત્યાંથી યુવાનની લાશ મળી આવી હતી. યુવકના મોઢાના ભાગે અને જમણા કાન માંથી લોહી નીકળતું હતું તેમજ મોઢા અને ગળાના ભાગે ટાયરના નિશાન પણ હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે