Home /News /south-gujarat /

Surat Crime: સુરતનો ચેતવણીરૂપ કિસ્સો: આયાએ આઠ માસના ભૂલકાને હવામાં ઉછાળ્યો, તમાચા માર્યા, પલંગ પર પટક્યો; હાલત ગંભીર

Surat Crime: સુરતનો ચેતવણીરૂપ કિસ્સો: આયાએ આઠ માસના ભૂલકાને હવામાં ઉછાળ્યો, તમાચા માર્યા, પલંગ પર પટક્યો; હાલત ગંભીર

આયાની બર્બરતા.

Caretaker thrashes 8 month old child: સુરતમાં 27 વર્ષીય કેરટેકર મહિલાએ આઠ મહિનાના ભૂલકા સાથે બર્બરતા આચરી. બાળક હાલ ખાનગી હૉસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. આરોપી મહિલા બાળકના પિતાની મિત્રની પત્ની હોવાનો ખુલાસો.

સુરત: હીરા ઉદ્યોગને પગલે વિશ્વભરમાં જાણીતા સુરત શહેર (Surat city news)માંથી તમામ માતાપિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આઠ મહિનાનું બાળક તેની કેરટેકર મહિલાએ તેની સાથે આચરેલી ક્રૂરતા (Woman caretaker thrashes 8 month old child)ને પગલે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. આયાએ આઠ મહિનાના ભૂલકાને ક્રૂર રીતે માર મારતા તેના માથામાં ફ્રેક્ચર થઈ ગયું છે. પરિવારનું કહેવું છે કે તેના દીકરાને હાલ બ્રેઇન હેમરેજ (Brain hemorrhage) થયું છે અને આગામી 24 કલાક ખૂબ જ મહત્ત્વના છે. પરિવારની ફરિયાદ બાદ પોલીસે કેરટેકર મહિલાની અટકાય કરી લીધી છે. કેરટેકર મહિલા બાળકના પિતાના મિત્રની પત્ની હોવાનું સામે આવ્યું છે.

બાળકે ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ખસેડાયું

સુરતના રાંદેર પાલનપુર પાટિયા ખાતે આવેલા જલારામજ્યોત એપોર્ટમેન્ટમાં રહેતા સ્પોર્ટ્સ શિક્ષક મિતેશ પટેલના આઠ મહિનાના પુત્ર પર આયાએ બર્બરતા વરસાવી છે. બાળકને શુક્રવારે ગંભીર હાલતમાં ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બાળકની હાલત ખૂબ નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બાળકના માતા અને પિતા બંને નોકરી કરતા હોવાથી જોડિયા બાળકોની સારસંભાળ માટે એક મહિલાને રાખવામાં આવી હતી. બાળકના માતાપિતા નોકરી પર જતા હતા ત્યારે આ મહિલા બાળકોને ટોર્ચર કરતી હોવાનું પરિવારે જણાવ્યું છે.

આયાની બર્બરતા સીસીટીવીમાં કેદ

મળતી માહિતી પ્રમાણે મિતેશ પટેલના માતા એટલે કે બાળકના દાદી બાજુના ફ્લેટમાં જ રહે છે. તેમના દીકરાના ઘરમાંથી બાળકના રડવાનો અવાજ આવતા તેમણે તેના પુત્રને ફોન કરીને આયા બાળકોને મારતી હોવાની જાણ કરી હતી. જે બાદમાં બાળકના પિતાએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધો હતો. આ જ સીસીટીવીમાં આયાની ક્રૂરતા કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આયા બંનેમાંથી એક બાળકને હવામાં ઉછાળી રહી છે, જે બાદમાં તેને તમાચા મારી રહી છે. આ ઉપરાંત તે બાળકને પલંગ પર પટકે છે. આયાની આવી ક્રૂરતા બાદ બાળકને ખૂબ ઈજા પહોંચી હતી. જે બાદમાં બાળકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં નવી રાહ: વ્હાલસોયી માતાને દીકરીઓએ આપી કાંધ

બાળકના દાદીએ શું કહ્યું?

બાળકના દાદીએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "તેનો પુત્ર અને પુત્રવધૂ નોકરી કરે છે. દીકરાને ઘરે ટ્વીન્સનો જન્મ થયો હોવાથી તેની સંભાળ માટે છેલ્લા ચાર મહિનાથી કેરટેકર રાખી હતી. આ મહિલા મારા પુત્ર અને પુત્રવધૂની ગેરહાજરીમાં બાળકોને ગેરશબ્દો બોલતી હતી અને ટોર્ચર કરતી હતી. આ વાત મેં મારી પુત્રને કરતા તેણે સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. સીસીટીવી લગાવ્યાના 12 કલાકમાં જ આ બનાવ બન્યો હતો. આયાએ બંનેમાંથી એક બાળકને તમાચા માર્યાં હતા. તેનો એક કાન મરડી નાખ્યો હતો. હાથમાં બચકું ભરી લીધું હતું. બાદમાં તેને પલંગ પર પછાડ્યું હતું. મારી તમામ માતાપિતાઓને હાથ જોડીને વિનંતી છે કે તમારા બાળકોની સંભાળ જાતે જ રાખો. બાળકોને આયાના ભરોસે ન છોડશે."

આ પણ વાંચો: Kishan Bharwad Murder case: સુરતમાં ધંધુકા જેવો કિસ્સો, વિધર્મી યુવકોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

બાળકને બ્રેઇન હેમરેજ થયાનું ખુલ્યું

આયાના મારની જાણ થયા બાદ પરિવાર બાળકને લઈને ખાનગી હૉસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં બાળકને બ્રેઇન હેમરેજ થયાનો ખુલાસો થયો છે. પરિવારનું કહેવું છે કે ડૉક્ટરે તેમને બાળકની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. બાળક માટે આગામી 48 કલાક મહત્ત્વના છે. બીજી તરફ રાંદેર પોલીસે આ મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી લીધી છે. અટકાયત કરવામાં આવનાર મહિલાનું નામ કોમલ રવિ ચાંદલેકર છે.

કોમલ બાળકના પિતાના મિત્રની પત્ની

બાળક સાથે ક્રૂરતા આચરનારી કોમલ બાળકના પિતાના મિત્રની પત્ની છે. બાળકના દાદીના જણાવ્યા પ્રમાણે કોમલને કોઈ સંતાન નથી. આથી તેણીએ આ વાતનો ગુસ્સો તેના પૌત્ર પર ઉતાર્યો હોઈ શકે છે. કોમલનો પતિ પીડિત બાળકના પિતા સાથે સ્કૂલમાં નોકરી કરે છે. કોમલના પતિની વિનંતી બાદ બાળકના પિતાએ તેના બંને ટ્વીન્સની દેખરેખ રાખવા માટે તેણીને કેરટેકર તરીકે રાખી હતી. જોકે, મિત્રની પત્ની પર વિશ્વાસ મૂકવાનું ભારે પડ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, સીસીટીવી, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन