સુરત : હીરા ખરીદવાને બહાને દલાલને બોલાવી ચાલાકીથી બદલી લીધા, વેપારી ફરાર


Updated: January 4, 2020, 2:55 PM IST
સુરત : હીરા ખરીદવાને બહાને દલાલને બોલાવી ચાલાકીથી બદલી લીધા, વેપારી ફરાર
પ્રતિકાત્મક તસવીર

અનિલે હીરા બદલીને નકલી હીરા મૂકી 26.32 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.

  • Share this:
સુરત : હીરાની સાચી પરખ ઝૌહરીને હોય તેવી વાત સાંભળી હશે પણ અહીંયા  હીરા વેપારી  હીરા ખરીદવાનું કહીને દલાલને પોતાની ઓફિસ પર બોલાવી  26.32 લાખ રૂપિયાનાં હીરા લઈને  તેને વાતમાં નાખી અસલી હીરા લઈને નકલી હીરા આપી છેતરપિંડી કરી હતી. જોકે, આ મામલે દલાલે વેપારી વિરુદ્ધ પોલીસમાં નો ફરિયાદ નોંધાવી છે.

શહેરનાં વરાછા વિસ્તારમાં  ઉમિયાધામ પાસે અમરજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વીન મહેન્દ્રભાઈ પટેલ હીરા દલાલીનું કામ કરે છે. ગત તારીખ  10મી ડિસેમ્બરે વરાછા મીની બજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલા  અનિલ નકલેશ પાઘડાળે હીરા ખરીદી કરવા માટે હીરા દલાલને પોતાની ઓફિસે બોલાવ્યો હતો. જોકે, આ હીરા દલાલ 26,32 લાખનાં હીરા લઈને આ વેપારીને ઓફિસે ગયો ત્યારે વેપારી સાથે અન્ય એક ઈસમ હતો. જોકે, વેપારીએ આ હીરા દલાલને વાતમાં રાખતા અન્ય એક ઈસમ વેપારી સાથે ઓફિસમાં હતો તેને ચાલાકીથી દલાલની નજર ચૂકવીને હીરાનાં  પેકેટમાંથી ઓરિજનલ હીરા કાઢીને તેના સ્થાને નકલી હીરા મૂકી દીધા હતા. જે બાદ વેપારીએ કહ્યું હતું કે તે મુંબઇ જાય છે જો વેપાર થશે તો તને જાણ કરીશ. પણ ઘણાં દિવસ થતા વેપારીનો ફોન નહિ આવતા આ દલાલે વેપારીને ફોન કર્યો હતો. વેપારી અવનવા બહાના બતાવીને દલાલને ઉલ્લુ બનાવતો હતો. દલાલને શંકા જતા વેપારીની ઓફિસે પોંહચીને તપાસ કરતા વેપારી ઓફિસ બંધ કરીને ત્યાંથી ભાગી ગયાનું માલુમ પડ્યું હતું.

જે બાદ તેણે પોતાની પાસે  રહેલું હીરાનું પડીકું તપાસતા  તેમાં  અસલી નહીં પરંતુ નકલી હીરા હતા. ઓરિજનલ હીરાની કિંમત 26.32 લાખ રૂપિયા હતા. આમ અનિલે હીરા બદલીને નકલી હીરા મૂકી 26.32 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા અશ્વીને અનિલ અને તેના એક સાગરિત વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
First published: January 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading