સુરત: હાલ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet train) પ્રોજક્ટનું કામ જોરશોરથી ચાલુ રહ્યું છે. અમદાવાદ અને મુંબઈના બુલેટ ટ્રેન રૂટ વચ્ચે ડાયમંડ શહેર સુરતમાં શાનદાર સ્ટેશન (Surat bullet train station) બનાવવામાં આવશે. રેલવે મંત્રાલય (Railway Ministry) તરફથી તાજેતરમાં ટ્વિટ કરીને સુરતમાં તૈયાર થઈ રહેલા શાનદાર રેલવે સ્ટેશનનું ગ્રાફિકલ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ મંત્રાલય તરફથી ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે કે, ડાયમંડ શહેરમાં તૈયાર થનારા આ બહુમાળિય સ્ટેશનમાં સેન્ટ્રલ એસી હશે. આ ઉપરાંત સ્વચાલિત સીડી તેમજ બિઝને લોન્જ જેવી વિશ્વસ્તરની સુવિધા હશે. આ સ્ટેશન ભારતની નવી તસવીર રજૂ કરશે.
સુરતના સાંસદ તેમજ કેન્દ્ર સરકારમાં રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે (MP Darshana Jardosh) પણ ટ્વીટ કરીને અમુક તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, "સુરત ખાતે બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની ગ્રાફિકલ તસવીર શેર કરી રહી છું. જે સુરત શહેરનું ગૌરવ બનશે."
અમદાવાદ-સુરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના જણાવ્યા પ્રમાણે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ પર સૌથી પહેલું તૈયાર થનારું રેલવે સ્ટેશન સુરતનું હશે. અમદાવાદ મુંબઈના રૂટ પર કુલ 12 સ્ટેશન તૈયાર કરવામાં આવશે. એક વખત બુલેટ ટ્રેન શરૂ થયા બાદ અમદાવાદથી મુંબઈ સ્ટેપેજ લીધા વગર 2.07 કલાક અને સ્ટોપેઝ સાથે 2.58 કલાકમાં પહોંચી શકાશે.
હાલ અમદાવાદ અને સુરત વચ્ચે જે ટ્રેનો દોડી રહી છે તે સાતથી આઠ કલાકનો સમય લે છે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. તેની મહત્તમ ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે વર્તમાન ટ્રેનોથી અનેકગણી હશે. એક અંદાજ પ્રમાણે 2026ના વર્ષ સુધી અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે.
સુરતન ખાતે સૌથી પહેલા સ્ટેશન તૈયાર થશે
ગુજરાતમાં સુરત ઉપરાંત બિલિમોરા, ભરૂચ અને વાપી ખાતે બુલેટ ટ્રેનનો સ્ટોપેઝ આપવામાં આવ્યા છે. તમામ ખાતે હાલ સ્ટેશન નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જોકે, સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન સૌથી પહેલા તૈયાર થશે. આ ઉપરાંત ટ્રેનની પ્રથમ ટ્રાયલ સુરત અને બિલિમોરા વચ્ચે થશે. એટલે કે 50 કિલોમીટરના રૂટ વચ્ચે દેશની પ્રથમ ટ્રેન દોડશે.
डायमंड सिटी सूरत में बनने वाले बुलेट ट्रेन स्टेशन का ग्राफिकल चित्रण!
डायमंड के डिजाइन में बनने वाला यह बहुमंजिली स्टेशन सेंट्रलाइज्ड एसी, स्वचालित सीढ़ी, बिजनेस लाउंज जैसी विश्वस्तरीय सुविधाओं से लैस होगा, जो नए भारत की नई तस्वीर पेश करेगा। pic.twitter.com/zw77Vp4Gzk
મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યો હતો. 2023ના વર્ષ સુધી કામ પૂર્ણ થઈ જવાનો અંદાજ હતો. જોકે, જમીન અધિગ્રહણ મામલે થયેલા વિવાદ તેમજ કોરોના મહામારીને પગલે પ્રોજેક્ટ પાછળ ધકેલાયો છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન માટે 508 કિલોમીટર લાંબો કોરિડોર તૈયાર થશે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવનારા સ્ટેશનો
મહરાષ્ટ્રમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, થાણે, વિરાર તેમજ બોઇસરમાં સ્ટોપેઝ અપાશે. ગુજરાતમાં વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ખાતે સ્ટેશન બનશે.