સુરત : બિલ્ડરે વતનમાંથી પરત ફરેલા લોકોને મેઇન્ટેનન્સના ખર્ચે રહેવા માટે નવા નક્કોર ફ્લેટ આપ્યા

સુરત : બિલ્ડરે વતનમાંથી પરત ફરેલા લોકોને મેઇન્ટેનન્સના ખર્ચે રહેવા માટે નવા નક્કોર ફ્લેટ આપ્યા
ઓલપાડનો સરહાનીય કિસ્સો, અન્ય બિલ્ડરોએ પણ પ્રેરણા લેવા જેવી છે.

રોજી રોટી તલાશમાં સુરત કામ માટે પરત ફરેલા લોકો પ્રત્યે માનવતા દાખવતા સુરતીઓ

 • Share this:
  ઓલપાડ તાલુકાના ઉમરા ગામે સુરતના બિલ્ડર દ્વારા કોરોનાની મહામારીના કારણે વતન જવા માંગતા પરિવારોને સહાયરૂપ થતા માત્ર 1500 રૃપિયાના મેન્ટેનન્સ ખર્ચના બદલામાં 92 ફ્લેટ આપવાનું નક્કી કર્યું છે, જે 92 ફ્લેટ પૈકી 42 પરિવારો તો ફ્લેટમાં રહેવા પણ આવી ગયા છે.

  એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેકારીની તૂટેલી આર્થિક સ્થિતિ વચ્ચે નાના પરિવારો એ આત્મહત્યા કરવાની નોબત આવી હતી , ત્યારે કઈ કેટલાક પરિવારો તો બેરોજગારીથી કંટાળી પોતાના વતન પરત ફર્યા હતા, અનલોક1 શરૂ થતા ફરી સુરત તરફ રોજીરોટીના ચક્કરમાં પાછા આવેલા પરિવારોને ભાડા ભરવાની તકલીફ પડતા તેઓના વ્હારે સુરતના એક બિલ્ડરે આગળ આવી સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.  ઓલપાડ તાલુકાના ઉમરા ગામે તેઓના રુદ્રાક્ષ લેક પેલેસ નામના તૈયાર પ્રોજેકટને લોકોને માત્ર 1500 રૂપિયા મેન્ટેનન્સના બદલે ભાડે આપવાનું નક્કી કર્યું હતું, અને કન્સ્ટ્રકશન સાઈડના તમામ પાર્ટનરોએ 92 ફ્લેટ સેવાના પર્યાય સાથે એક રાગીકાથી આપવાનું નક્કી કર્યું હતું.

  આ પણ વાંચો :  24 કલાકમાં રાજ્યમાં Coronaના 1334 નવા કેસ, 1255 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.84%

  જે લોકો આર્થિક કટોકટીમાં હોય તે લોકો આ જગ્યાએ રહેવા માટે બિલ્ડરનો સંપર્ક કરી શકશે.


  નોકરી ધંધાની આશમાં હાલ જ સુરત પરત ફરેલા સૌરાષ્ટ્ર વાસીઓને પોતાની ઋણ અદા કરવાના આશય સાથે માનવતા ના ધોરણે સુરતના બિલ્ડરે નવા નક્કોર ફ્લેટ માત્ર મેન્ટેનન્સના બદલામાં ભાડે આપી દેતા , 42 પરિવારો તો રુદ્રાક્ષ લેક પેલેસમાં રહેવા પણ આવી ગયાં છે, ત્યારે આ મહામારી વચ્ચે સામાન્ય પરિવારોને ઉભા કરવા મદદે આવેલા બિલ્ડરનો પરિવારોએ આભાર માન્યો હતો.

  તમામ ફ્લેટમાં પરપ્રાંતીયો આવી જશે તો ભાડું 1,000 રૂપિયા કરી દેવાશે

  સુરત ના બિલ્ડર દ્વારા 92 ફ્લેટ 1500 રૂપિયાના મેન્ટેનન્સના બદલે ભાડે આપવાની શરૂઆત કરી છે તો બીજી તરફ તમામ 92 ફ્લેટમાં પરિવારો રહેવા આવી જશે તો માત્ર 1 હજારના બદલે ફ્લેટમાં જ્યાં સુધી પરિવારોએ રહેવું હોય તે રહી શકે છે તેવી પણ જાહેરાત કરી છે .

  આ પણ વાંચો :   સુરત : પ્રદિપ ઉર્ફે દાદા પાટીલની જાહેરમાં કરપીણ હત્યા, 2 દિવસમાં ત્રીજા ખૂની ખેલથી શહેર લથબથ
  Published by:Jay Mishra
  First published:September 14, 2020, 21:57 pm

  ટૉપ ન્યૂઝ