Home /News /south-gujarat /

સુરતઃ રામનાથ ઘેલા સ્મશાનભૂમિના પ્રમુખ સાથે કોલેજકાળના મિત્રએ પરિવાર સાથે મળી રૂ.42.71ની કરી છેતરપિંડી

સુરતઃ રામનાથ ઘેલા સ્મશાનભૂમિના પ્રમુખ સાથે કોલેજકાળના મિત્રએ પરિવાર સાથે મળી રૂ.42.71ની કરી છેતરપિંડી

ફાઈલ તસવીર

ત્રિવેદી પરિવારે બિલ્ડરને ગાંધીનગરમાં વોટર એટીએમ મશીનો મૂકવાને બહાને ભાગીદારી પેઢી બનાવ્યા બાદ માત્ર 14 મશીનો મૂકી બાકીના 4 મશીનના રૂપિયા ચાઉં કરી ગયા હતા..

સુરતઃ પીપલોદ ઇચ્છાનાથ વિસ્તારમાં રહેતા બિલ્ડર અને રામનાથ ઘેલા સ્મશાનભુમિના પ્રમુખ સાથે કોલેજકાળના મિત્રએ પોતાના પરિવાર સાથે મળી  રૂ. એક કરોડની છેતરપિંડી કરી (fraud) છે. જાકે પોલીસ મથકમાં રૂ. 42.71 ફરિયાદ થઇ છે. ત્રિવેદી પરિવારે બિલ્ડરને (Builder) ગાંધીનગરમાં વોટર એટીએમ મશીનો મૂકવાને બહાને ભાગીદારી પેઢી બનાવ્યા બાદ માત્ર 14 મશીનો મૂકી બાકીના 4 મશીનના રૂપિયા ચાઉં કરી ગયા હતા. આ મશીનો માટે બિલ્ડરે પોતાની મિલ્કત પર બેંક લોન પણ લીધી હતી.

પીપલોદ ઈચ્છાનાથ એસવીએનઆઈટી કોલેજની સામે જીવાભાઈ એસ્ટેમાં રહેતા 61 વર્ષિય હરીશભાઈ નાનુભાઈ ઉમરીગર જમીન લે-વેચ, બાંધકામઅને ખેતીકામનો ધંધો સાથે સંકળાયેલા છે. સાથે રામનાથ ઘેલા સ્મશાનભુમિના પ્રમુખ પણ છે. મક્કાઈપુલ ખાતે તાપી વ્યુ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવે છે. હરીશભાઈ 2018માં સુરત ડીસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનમાં મેમ્બર હતા. ત્યારે લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે રમત ગમતની પ્રવૃતિ માટે પીવાના પાણીની જરૂરીયાત રહેતી હોવાથી તેની ઓફિસમાં કોલેજકાળના મિત્ર અને વેસુ જયોતિ એપાર્ટમેન્ટમાં રહેતા અનિલ પ્રભાકર ત્રિવેદી ઓફિસ આવ્યા હતા.

ત્યારબાદ ખારા પાણીમાંથી મીઠુ પાણી કરવાના ટ્રીટમેન્ટ પ્લાન અંગે વાતચીત કરી હતી.આ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ધંધો કરવાથી સારો ફાયદો થશો તેવી  લોભામણી વાતો કરી હતી. તે વખતે જુના ભાગીદાર ઝવેર પટેલ પણ હાજર હોવાથી ભાગીદારી પેઢી કંપની બનાવાનું નક્કી કયું હતું. ત્યારબાદ તા.18મી સપ્ટેમ્બર 2018ના રોજ મેસર્સ શ્રીજલ નામની પેઢી બનાવી હતી.

અનિલે તેની પાસે નાણાકીય સગવડ ન હોવાથી પેઢીનું તમામ વહીવટી કામ પોતે સંભાળવાની જવાબદારી લીધી હતી.તેના કહેવાથી તેની પત્ની તોરલબેન ત્રિવેત્રી પેઢીમાં ત્રીજા ભાગીદાર બન્યા હતા. અનિલે અમદાવાદ મકરબા પાસે સીગન્ચેર ટાવરમાં વોટર ટ્રીટમેન્ટના મશીનો બનાવતી ફેકટરી ટોયમ સેઈફ વોટરટેકનો કંપનીમાં પોતાનો  પુત્ર સ્નેહ હોવાની વાત કરી હતી. તેની કંપનીમાંથી મશીન મંગાવી લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ ખાતે વોટર ડીસેલીમેસન પ્લાન્ટ મુકી શ્રીજલ એકવાથી એક પ્રોજેકટ ચાલુ કર્યો હતો.

આ રીતે અનિલ, તેની પત્ની અને પુત્રએ વિશ્વાસ કેળવ્યા બાદ ગાંધીનગર સ્માર્ટ સીટી હેઠળ આર્ક ઈફોસોફ્ટ પ્રા.લી કંપનીને આર.ઓ.વીથ કુલર એ.ટી.એમ મશીનો મુકવા માટેનો ટેન્ડર મળ્યો છે તેની પાસે પેટા કોન્ટ્રાકટ મળે તેમ છે.આ પ્રોજેક્ટમાં ઘણો લાભ થશે હોવાની વાત કરી હતી. અનિલ પર ભરોસો મુકી ગાંધીનગરના પ્રોજેકટમાં 18 આર.ઓ.વીથ કુલર વોટર એ.ટી.એમ મશીનો મુકવા માટે તૈયાર થતા મશીનનો કોટેશન રૂપિયા 10,69,900 હોવાથી શ્રીજલ કંપનીના નામે ઉમરા જકાતનાકાની સુરત પીપલ્સ કો. ઓ. બેન્ક માંથી લોન મેળવી હતી.

આ પણ વાંચોઃ-શ્રેય હોસ્પિટલ આગ્નીકાંડ- NOC ન હોવાનો ફાયરે આપ્યો રિપોર્ટ, સેફ્ટી સાધનો હોવાનું કહી કર્યો બચાવ?

બેન્કમાં હરીશભાઈએ પોતાની નાનપુરાની ફિસ, ભાગીદારનો વેસુનો બંગ્લો સીક્યુરીટી પેટે બેન્કમાં તારણમાં મુકી રૂપિયા 1.55 કરોડની લોન લીધી હતી.ત્યારબાદ આર્ક ઈફોસોફ્ટ પ્રા.લી કંપનીના માલીક કાર્તિક ત્રિવેદી સાથે 7મી ડિસેમ્બર 2018ના રોજ કરાર કર્યા હતા.ટોયમ સેઈફ વોટર ટેકનોલોજી કંપનીમાંથી ૧૪ મશીનો ઈન્સ્ટોલ કરવાની કામગીરી ચાલુ કરી હતી.તેમા બદલામાં કુલ 53,39,500 શ્રીજલ એકવાના બેન્ક ખાતામાંથી ટોયમ સેઈફ વોટર ટેકનોલોજીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ અનિલ પરથી ઝવેરનો વિશ્વાસ નહી રહેતા પેઢીમાંથી હટી ગયા હતા.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! પ્રેમલગ્ન અંગે ખાપ પંચાયતની તકલુસી સજા, યુવતીને જાહેરમાં મારી, કપડાં ફાડ્યાં

ત્યારબાદ અનિલ ત્રિવેદી અને તેની પત્ની તોરલબેન એકબીજાની મદદગારીથી હરીશભાઇ પાસે તા.9મી એિ­લના રોજ ફિસે આવ્યા હતા.ત્યારબાદ ગાંધીનગર ખાતે ૧૪ મશીનો મુકવામાં આવ્યા છે વધુ ચાર મશીનો મુકવાના બહાને બેન્કના રીકવેસ્ટ લેટર પર સહી કરાવી 8,80,000 તોરલબેનના ખાતામાંથી 8.80 લાખ અને સ્નેહભાઈના ખાતામાંથી 4.50 લાખ શ્રીજલ એકવાના ખાતામાં કુલ રૂપિયા 42,71,600 તથા રૂપિયા 21,35,800 ટોયમ સેઈફ વોટર ટેકનોલોજીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

આ પણ વાંચોઃ-coroanvirus: માસ્ક અને ગ્લવ્સને ફેંકવાની કઈ છે સાચી રીત? સરકારે રજૂ કરી મહત્વની ગાઈડલાઈન

આ રીતે ત્રિવેદી પરિવારે 18 મશીનો પેટે કુલ રૂપિયા 1,92,22,200 શ્રીજલ એકવા કંપનીમાંથી લીધા હતા અને માત્ર 14 મશીનો મુક્યા હતા અને 4 મશીનો નહી મૂકી તેના રૂપિયા 42,17,600 અને હિસાબ કરતા બીજા રૂપિયા 3,20,000 લેવાના નિકળતા હતા. આરોપી ત્રિવેદી પરિવારે મુકાવેલા 14 મશીન પર હલ્કી ગુણવતાના હોવાથી બંધ પડી જતા ગાંધીનગર મહાનગરપાલિકાએ કોન્ટ્રાકટ રદ કરી નાખ્યો હતો. તેમજ સ્નેહ ત્રિવેદીએ 18 આર વીથ કુલર વોટર એટીએમ મશીનોની બજાજ આલિયાન્સમાંથી કરાવેલા વીમા પોલીસ પણ બોગસ અને બનાવી હોવાનુ બહાર આવ્યુ હતું.

આરોપી ભાગીદાર હોવાથી 34 ટકાનો હિસ્સો લોન પેટે ભરવાની થતી રકમ માંગવા જતા ગલ્લા તલ્લા કર્યા હતા જેથી અત્યાર સુધી  હરીશભાઈ લોનની રકમ ભરતા આવ્યા છે. હરીશભાઈને ખ્યાલ આવી ગયો હતો કે  ત્રિવેદી પરિવારે તેમની સાથે છેતરપિંડી કરી છે જેથી અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ત્રિવેદી પરિવાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Builder, Fraud case, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन