સુરત: ચાલુ બસમાં છાતીમાં દુઃખાવો ઉપડતા BRTS ડ્રાઇવરે બસ થોભાવી દીધી, પ્રવાસીઓને સુરક્ષિત ઉતાર્યા બાદ નિધન થયું

સુરત: ચાલુ બસમાં છાતીમાં દુઃખાવો ઉપડતા BRTS ડ્રાઇવરે બસ થોભાવી દીધી, પ્રવાસીઓને સુરક્ષિત ઉતાર્યા બાદ નિધન થયું
બીઆરટીએસ ડ્રાઇવર.

બસને સાઈડમાં ઊભી રાખ્યા બાદ ડ્રાઇવર બસની અંદર જ ઢળી પડ્યો હતો, 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ નિધન થઈ ગયું.

  • Share this:
સુરત: શહેરમાં બીઆરટીએસ (Surat BRTS Driver)ના ડ્રાઇવરનું ફરજ દરમિયાન નિધન થયું છે. ડ્રાઇવર બસ હંકારી રહ્યો હતો તે દરમિયાન જ તેની તબિયત બગડી હતી. આ અંગે પોતાને જાણ થઈ જતાં તેણે મુસાફરો ભરેલી બસને બાજુમાં ઊભી રાખી દીધી હતી. જે બાદમાં ડ્રાઇવરનું નિધન (Death) થઈ ગયું હતું. જોકે, ડ્રાઇવરનું મોત કયા કારણે થયું છે તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ (Post Mortem Report) બાદ જ સામે આવશે. સદનસિબે ડ્રાઇવરની પોતાની સતર્કતાને કારણે મુસાફરોનો જીવ બચી ગયો હતો, પરંતુ તેનો પોતાનો જીવ બચ્યો ન હતો!

અનેક મુસાફરોનાં જીવ બચાવ્યા!: મળેલી માહિતી પ્રમાણે બસ ડ્રાઇવરે બસ બાજુમાં ઊભી રાખીને મુસાફરોને ઉતરી જવા માટે કહ્યું હતું. જે બાદમાં ડ્રાઇવર બસમાં જ ઊંઘી ગયો હતો. આ દરમિયાન તેણે તેના સુપરવાઇઝરને જાણ કરી હતી. જોકે, સુપરવાઇઝર ઘટનાસ્થળે પહોંચીને કંઈ મદદ કરે તે પહેલા જ ડ્રાઇવરનું નિધન થઈ ગયું હતું.આ પણ વાંચો: વલસાડ જિલ્લા કૉંગ્રેસમાં મોટું ગાબડું, 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

વેસુથી બસ લઈને નીકળ્યો હતો બસ ડ્રાઇવર: આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે અશોક કરસનભાઈ માઘડ (ઉં.વ. 37) વેસુ ખાતેથી બીઆરટીએસ બસ ડેપો પાસેથી બસ લઈને નીકળ્યા હતા. અશોકભાઈ વેસુ ખાતેના નંદિની-03 એપાર્ટમેન્ટ સામે રહે છે. તેઓ મૂળ અમરેલીના ચક્કરગઢના દેવળિયા ગામના વતની છે. તેઓ બીઆરટીએસના ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. શનિવારે તેઓ સોમેશ્વરાથી બીઆરટીએસ બસ લઈને નીકળ્યા હતા. તેઓ અલથાણા ચાર રસ્તા તરફથી જતા હતા ત્યારે વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસે તેમની તબિયત ચાલુ બસમાં લથડી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: દારૂડિયા પતિથી કંટાળી મહિલાએ છૂટાછેડા લીધા, બાદમાં આ જ વ્યક્તિ સાથે ફરીથી લગ્ન કર્યાં!

તેમને પોતાની હાલત અંગે ખબર પડી ગઈ હોવાથી બસ ફટાફટ બાજુમાં ઊભી રાખી દીધી હતી. જે બાદમાં તામામ મુસાફરોને ઉતરી જવાનું કહ્યું હતું. બસ ડ્રાઇવરને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો તેવું મુસાફરોનું કહેવું છે. જે બાદમાં ડ્રાઇવર બસમાં જ ઊંઘી ગયા હતા. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી પરંતુ અશોકભાઈનું બસમાં જ નિધન થઈ ગયું હતું. આ અંગેની જાણ થતાં ખટોદરા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી.

અશોકભાઈએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે બીઆરટીએસના કંટ્રોલરૂમમાં પણ જાણ કરી હતી. બીજી તરફ પોસ્ટ મોર્ટમ કરનાર ડૉક્ટરનું કહેવું છે કે છાતીના દુઃખાવાની ફરિયાદ હોવાથી હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હોઈ શકે છે. આ મામલે ડૉક્ટરના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:October 05, 2020, 13:35 pm

ટૉપ ન્યૂઝ