દક્ષિણ ગુજરાત

  • associate partner

Viral : સુરતના યુવકની ટીમ ક્રિકેટ એપમાં જીતી 1 કરોડ રૂપિયા, સોશિયલ મીડિયામાં ધૂમ ચર્ચા

News18 Gujarati
Updated: September 23, 2020, 7:22 PM IST
Viral : સુરતના યુવકની ટીમ ક્રિકેટ એપમાં જીતી 1 કરોડ રૂપિયા, સોશિયલ મીડિયામાં ધૂમ ચર્ચા
જોકે, આ સમાચાર અંગે મનીષ વસાવાનો સંપર્ક કરતા તેણે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.

ઉમરપાડાના યુવક મનીષ વસાવાનું નસીબ ચમક્યું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરાયા

  • Share this:
કેતન પટેલ, બારડોલી : દેશમાં કોરોના વાયરસના (Coronavirus) માહોલની વચ્ચે લોકોનું ધ્યાન આજકાલ ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) તરફ દોરાયું છે. આઇપીએલ દરમિયાન સટ્ટો રમાવાની અને સટ્ટો રમાતા પકડાતા લોકોની વાતો તો ખૂબ જૂની અને જાણીતી છે. પરંતુ લીગલ મોબાઇલ એપ્લિકેશનમાં ક્રિકેટની ગેમ રમી અને પ્લેયર સિલેક્ટ કરવાથી કરોડ રૂપિયા જીતવાની વાત નવી છે. જોકે, આવી જ એક ઘટના સુરત (Surat) જિલ્લામાં બની છે અને એક ક્રિકેટપ્રેમી યુવક એક ટીમ સિલેક્ટ કરીને (Won 1 crores) એક કરોડ રૂપિયા જીત્યો હોવાની વાત સામે આવી છે.

બનાવની વિગત એવી છે કે ઉમરપાડાનો યુવક મનીષ વસાવા આઈપીએલ દરમિયાન ગઈકાલે યોજાયેલી રાજસ્થાન રોયલ્સ (Rajasthan roayals vs chennai superkings) અને ચેન્નાઇ સુપરકિંગ્સની મેચમાં ક્રિકેટની એક એપ્લિકેશન ડ્રીમ 11માં (Dream 11) ટીમ સિલેક્ટ કરીને આ પુરસ્કાર જીત્યો હોવાના સ્ક્રિન શોટ વાયુવેગે વાઇરલ થઈ રહ્યા છે. જોકે, આ તમામ ઘટનાઓ અંગે મનીષ વસાવાએ કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.

ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે મનીષનો સંપર્ક કર્યો ત્યારે તેણે આ અંગે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, સોશિયલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપમાં મનીષ વસાવાની તસવીર સાથે એક કરોડ રૂપિયાના પુરસ્કારના જીતની ખબર વાયરલ થઈ છે. મનીષે સિલેક્ટ કરેલી ટીમમાં તેને જે પોઇન્ટ્સ મળ્યા તેની બદોલતે તે જીત્યો હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો :  IPL 2020: આઈપીએલના 7 ધમાકેદાર રેકોર્ડ, જેની ઉપર છે ફક્તને ફક્ત ધોનીનો કબજો

જોકે, આ વાયરલ થયેલા સ્ક્રિનશોટમાં મનીષ વસાવા એ જે પુરસ્કાર જીત્યો છે તેમાં તેણે શેન વોટ્સન, કેદાર જાધવ,. ફાફ ડૂ પ્લેસી, સ્ટિવ સ્મીથ, સેમ કરેન, આર. ટેવિટિયા, ડી ચહર, એસ. ગોપાલ અને જોફરા આર્ચર સિલેક્ટ કર્યા હતા. આ સ્ક્રિન શોટ મુજબ તે એક કરોડ રૂપિયાનો કોન્ટેસ્ટ જીત્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ સમાચાર વાયુવેગે પ્રસરાઈ ગયા છે.આ પણ વાંચો :  ધોનીને જોતા જ યુવા યશસ્વીએ હાથ જોડીને કર્યા પ્રણામ, આવું હતું માહીનું રિએક્શન

ઉલ્લેખનીય છે કે ગઈકાલે યોજાયેલી ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સનો પરાજય થયો હતો અને રાજસ્થાન રોયલ્સ વિજેતા બની હતી. આ મેચમાં સંજુ સેમસન (74) અને સ્ટિવન સ્મિથ (69)ની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 16 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવી શક્યું હતું. ધોની 17 બોલમાં 3 સિક્સર સાથે 29 રન બનાવી અણનમ રહ્યો હતો. પ્લેસિસે 37 બોલમાં 72 રન બનાવ્યા હતા. ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
Published by: Jay Mishra
First published: September 23, 2020, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading