સુરતઃ સગીરાને તેની બહેનપણી સાથે ગોવા ભગાડી જઇ યુવકે આચર્યું દુષ્કર્મ

સુરતના નાના વરાછાનો યુવક નજીકમાં જ રહેતી ધોરણ 11ની વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી ગોવા, મહારાષ્ટ્ર અને ભાવનગર ભગાડી જઇ શારીરિક શોષણ પણ કર્યું હતું.

News18 Gujarati
Updated: May 21, 2019, 2:52 PM IST
સુરતઃ સગીરાને તેની બહેનપણી સાથે ગોવા ભગાડી જઇ યુવકે આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 21, 2019, 2:52 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના નાના વરાછાનો યુવક નજીકમાં જ રહેતી ધોરણ 11ની વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી ગોવા, મહારાષ્ટ્ર અને ભાવનગર ભગાડી જઇ શારીરિક શોષણ પણ કર્યું હતું. વિદ્યાર્થિની સાથે તેણીની સરથાણા સાથેની ફ્રેનને પણ યુવક ભગાડી ગયો હતો. કાપોદ્રા પોલીસે પાલિતાણાથી યુવકને પકડી બંને સગીરાને મુક્ત કરાવી હતી.

મળતી માહિતી પ્રમાણે નાના વરાછામાં શક્તિવિજય સોસાયટીમાં રહેતા પંકજ મગનભાઇ સોલંકી થોડા દિવસો પહેલાં નજીકમાં જ રહેતી ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને ભગાડી ગયો હતો. લલચાવી ફોસલાવી તે સગીરાને ભગાડી જતાં કાપોદ્રા પોલીસમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો. દરમિયાન સગીરાની સરથાણામાં રહેતી બહેનપણી પણ ગાયબ હોવાથી તેણીના પરિવારજનોએ પણ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી.

દરમિયાન કાપોદ્રા પોલીસની ટીમે આ કેસને ગંભીરતાથી લઇને તપાસ કરતા પંકજ સોલંકી નામનો યુવક બંને સગીરાને ભગાડી ગયો હોવાની અને તેઓ પાલિતાણા આવવાના હોવાની પોલીસને બાતમી મળતા કાપોદ્રા પોલીસે પાલિતાણા જઇ પંકજને પકડી પાડી બંને સગીરાનો કબજો મેળવ્યો હતો.

ધોરણ 10નું પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરોઃ-

પોલીસના જણાવ્યા પ્રમાણે પંકજ સોલંકી નજીકમાં રહેતી સગીરાને યેનકેન પ્રકારે લાલચ આપી ભગાડી ગયો હતો. અને સગીરા સાથે તેમીની બહેનપણીને પણ લાલચ અપાતા તેણી ઘરેથી મોટી રકમ લઇ તેઓ સાથે ભાગી છૂટી હતી. પંકડ બંનેને મહારાષ્ટ્ર, ગોવા, ભાવનગર લઇ ગયોહ તો. જ્યાં નાના વરાછાની સગીરાનું શારીરિક શોષણ પણ કર્યું હતું. જેના પગલે પોલીસે અપહણની સાથે બળાત્કાર અને પોસ્કોએક્ટની કલમોનો ઉમેરો કર્યો હતો. પોલીસે પંકજની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે.
First published: May 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...