ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના ઉત્રાસ રેલવે સ્ટેશન નજીક અમરોલીનો યુવાન ટ્રેનમાંથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. બે જણાએ તેનો મોબાઇલ ફોન લૂંટવા પગ ખેંચી લેતા નીચે પટકાયો હતો. જેના પગલે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે કીમ ખાતેની વિશાલ રેસિડેન્સીમાં રહેતો 22 વર્ષીય ધર્મેશ જીતુભાઇ નાઇ અમેરોલી સ્થિત મનિષા સોસાયટી પાસે સલૂન ચલાવતો હતો. મંગળવારે રાત્રે ધર્મેશ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી મોટાભાઇ અંકિત સાથે કીમ ઘરે જવા નીકળ્યો હતો.
ઉત્રાણ રેલવે સ્ટેશનેથી મુંબઇ-અમદાવાદ ટ્રેનમાં ચઢ્યા બાદ ધર્મેશ દરવાજા પાસે ઊભો હતો. તે સમયે ટ્રેન ચાલું થયા બાદ ધર્મેશનો મોબાઇલ ફોન લૂંટવા પ્રયાસ કર્યો હતો. તેનો ફોન લૂંટવા બંને જણઆએ ધર્મેશનો પગ ખેંચી લીધો હતો. જેના કારણે તે ચાલું ટ્રેનમાંથી નીચે પટકાતાં ગંભીર રીતે ઘવાયો હતો.
તેને લોહીલુહાણ હાલત માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. મૃતક ધર્મેશ મૂળ મહેસાણાનો વતની હતો. તેના બીજા બે ભાઇ અને બે બહેન છે. ધર્મેશના અકાળે મોતથી પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા હતા. બનાવ અંગે રેલવે પોલીસ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર