સુરત: બુટલેગરની દાદાગીરી કેમેરામાં કેદ, જમવા બેઠેલા વિદ્યાર્થીને માર્યો માર, છરી પણ બતાવી

સુરત: બુટલેગરની દાદાગીરી કેમેરામાં કેદ, જમવા બેઠેલા વિદ્યાર્થીને માર્યો માર, છરી પણ બતાવી
સીસીટીવી ફૂટેજ.

Surat bootlegger beaten student: સુરતમાં ફરી એક વખત બુટલેગરની દાદાગીરી સામે આવી છે. સાજન નામના બુટલેગરે દારૂના અડ્ડાનો વીડિયો ઉતાર્યો હોવાનો વહેમ રાખીને વિદ્યાર્થીને માર માર્યો હતો.

  • Share this:
સુરત: સુરતમાં બુટલેગર (Surat bootlegger)ની દાદાગીરી સામે આવી છે. આ આખો બનાવ સીસીટીવી કેમેરા (CCTV camera)માં કેદ થઈ ગયો છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બુટલેગર હૉટલમાં જમવા બેઠેલા વિદ્યાર્થી (Student)ને માર માર્યો રહ્યો છે. આ દરમિયાન તે પોતાની કમરમાંથી છરી (Knife) કાઢીને વિદ્યાર્થીને બતાવતો નજરે પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે લોકો વિદ્યાર્થીને ધોલ મારી રહ્યા છે. એવું પણ જોઈ શકાય છે કે વિદ્યાર્થીની સાથે બેઠેલા અન્ય બે લોકોને પણ બૂટલેગર તમાચા મારી રહ્યો છે. આ કેસમાં પોલીસે (Police) પીડિત વિદ્યાર્થીની ફરિયાદ ન નોંધી હોવાનું માલુમ પડ્યું છે.

બુટલેગરની દાદાગારીસુરતમાં ફરી એક વખત બુટલેગરની દાદાગીરી સામે આવી છે. સાજન નામના બુટલેગરે દારૂના અડ્ડાનો વીડિયો ઉતાર્યો હોવાનો વહેમ રાખીને વિદ્યાર્થીને માર માર્યો હતો. વિદ્યાર્થીને એક હોટલમાં માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન બુટલેગરે છરી પણ બતાવી હતી અને વિદ્યાર્થીને ધમકાવ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે સાજન નામના બુટલેગર સામે અનેક ગુના નોંધવામાં આવી ચુક્યા છે. બુટલેગર ચાર વખત પાસામાં પણ જઈ આવ્યો છે.

આ પણ વાંચો:  અમદાવાદનો 'ભેજાબાજ' ગઠિયો: નિવૃત્ત જજના દીકરાની ઓળખ આપી રિક્ષા ચાલકના રૂપિયા પડાવી ગયો

સીસીટીવી વીડિયોમાં શું જોઈ શકાય છે?

આ બનાવ 27મી જાન્યુઆરીના રાત્રે 10.22 વાગ્યાનો હોવાનું સીસીટીવી પરથી લાગી રહ્યું છે. જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટોપી પહેરીને આવે છે અને હોટલમાં જમવા બેઠેલા વિદ્યાર્થી સાથે હાથ મિલાવે છે. આ દરમિયાન બીજો એક વ્યક્તિ આવે છે અને વિદ્યાર્થીને એક તમાચો મારે છે. વિદ્યાર્થીના ટેબલ પર બેઠેલા અન્ય બે યુવકોને પણ બૂટલેગર એક એક તમારો મારે છે. આ દરમિયાન ટોપી પહેરેલો વ્યક્તિ પણ વિદ્યાર્થીને તમાચો મારે છે. બીજી તરફ અન્ય વ્યક્તિ સતત વિદ્યાર્થીને ધોલ મારી રહ્યો છે. આ દરમિયાન બૂટલેગર વિદ્યાર્થીને છરી પણ બતાવી રહ્યો છે. અંતમાં તે વિદ્યાર્થીને પોતાની સાથે આવવા કહે છે. જે બાદમાં તમામ લોકો બહાર નીકળે છે.

આ પણ વાંચો: જુગાડ કે બેવકૂફી? લગેજનો વધારાનો ચાર્જ ન ચૂકવવો પડે તે માટે ચાર લોકો અડધા કલાકમાં 30 Kg ઑરેન્જ ખાઈ ગયા!વીડિયો વાયરલ કરવાના વહેમમાં માર્યો માર

સુરતમાં પોલીસની છત્રછાયામાં બુટલેગરો બેકાબૂ બન્યા છે. બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો વેપાર તો કરે જ છે પરંતુ જીવલેણ હુમલા પર કરે છે. હવે બુટલેગરના હુમલાના વીડિયો વહેતો થતા અનેક સવાલો ઊઠ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં સાજન નામનો બુટલેગર દારૂનો મોટા પ્રમાણમાં વેપાર કરે છે. છેલ્લા એક અઠવાડિયામાં આ બુટલેગરના દારૂના અડ્ડા ઉપર દારૂનું વેચાણ થતું હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો વિદ્યાર્થીએ વાયરલ કર્યો હોવાનો વહેમ રાખી તેને માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ વિદ્યાર્થીની ફરિયાદ ન લેતા પણ અનેક સવાલ ઊઠ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:January 28, 2021, 11:59 am