Home /News /south-gujarat /

સુરત : 'તમારી દીકરી બીજી પાર્ટીને આપી દીધી છે, પાછી જોઈતી હોય તો 12 લાખ આપી જાઓ,' પ્રેમ-દગો ખંડણીની ફિલ્મી કહાણી

સુરત : 'તમારી દીકરી બીજી પાર્ટીને આપી દીધી છે, પાછી જોઈતી હોય તો 12 લાખ આપી જાઓ,' પ્રેમ-દગો ખંડણીની ફિલ્મી કહાણી

પ્રતિકાત્મક તસવીર

ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવેલી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને બારનો મેનેજર સુરત લઈ આવ્યો પછી જે થયું તે જાણીને યુવતીના હોંશ ઉડી ગયા....

પૂણેની (Pune) ધ ગ્રે સ્મમાં બાર મેનેજર (Bar Manager)  તરીકે નોકરી દરમ્યાન ફેસબુકના (Facebook) માધ્યમથી પરિચયમાં આવેલી બં. બંગાળનાં પીકપરા ગામના અગ્રણીની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી સુરત લઇ આવ્યા બાદ તેના માતાપિતાને (Parents) ફોન કરી છ લાખની ખંડણી માગનાર (Extortion) નેપાળી યુવાનને સુરત (Surat) એસ.ઓ.જી.એ (SOG) ઝડપી લઇ બંગાળની પોલીસને સોંપ્યો હતો.  અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પં.બંગાળની બિરભૂમિ જિલ્લાના નાલહટ પોલીસ સ્ટેશનનાં સબ ઇન્સપેક્ટર ચંદ્રશેખર ઘોય અને તેમની ટીમે સુરત એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર રાજેન્દ્ર સુવેરાનો સંપર્ક કર્યો હતો. પીકપરા ગામના ખેડૂત અગ્રણી અને આર્થિક રીતે સધ્ધર ગણાતાં આગેવાનની યુવાન પુત્રીનું ગત ૨૩મી મેં અપહરણ થયું હતું. યુવતીને કોણ લઇ ગયું છે.

આ પણ વાંચો : સુરત : ટેમ્પોમાં બનાવેલું ચોરખાનું જોઈ પોલીસ માખું ખંજવાળવા લાગી! 1680 બોટલો સંતાડી હતી

તેની થઇ રહેલી તપાસ વચ્ચે છેલ્લાં કેટલાંક વખતથી એક મોબાઇલ નંબર ઉપરથી યુવતીની માતા અને પિતાને ફોન થઇ રહ્યો હતો. ફોન કરનાર શમ્સ યુવતીને પરત આપવા માટે છ લાખની માગણી કરી રહ્યો હતો. આ ફોન સુરતના સચીન વિસ્તારમાંથી થઇ રહ્યો હતો.

આ પણ વાંચો : પરપુરૂષ સાથે કઢંગી હાલતમાં પકડાઈ 3 સંતાનોની માતા, ગ્રામજનોએ ધોલાઈ કરી લગ્ન કરાવી નાખ્યા

મામલો અત્યંત સંવેદનશીલ હોઇ એસ. ઓ.જી.ની ટીમે સચીન વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને એ.એસ. આઇ. જલુભાઇ અને કોન્ટેબલ અશોકની બાતમીને આધારે સચીન સુડા સેક્ટર-૩માં ત્રીજાં માળેથી ૨૨ વર્ષીય સ્પેશકુમાર ઉર્ફે આર.કે. લલ્લનકુમાર પાંડને ઝડપી લીધો હતો. આ યુવતી પણ તેની સાથે મળી આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી-સાધ્વી સહિત એકસાથે 4 વ્યક્તિની ગળું કાપી હત્યા કરી હતી, માથે હતું 51,000નું ઈનામ

નેપાળમાં હોટેલ મેનેજમેન્ટનું ભણેલા રુપેશે આ યુવતી સાથે ફેસબુકના માધ્યમથી પ્રેમમાં ફ્લાવી હતી અને સુરત લઇને આવી ગયો હતો, પ્રેમિકાની જાણ બહાર તે તેના માતા-પિતાને ફોન કરી યુવતીને બીજી પાર્ટીને આપી દીધી છે તે પાર્ટી તેને 12 લાખ રુપિયા આપવાની છે. જો પુત્રી પરત જોઇતી હોય તો પોતાના એકાઉન્ટમાં છ લાખ રુપિયા જમા કરવા માટે કહેતો હતો. રુપિયા જમા કરાવે તે સાથે જ યુવતીને હાવડા સ્ટેશન ઉપર છોડી દેવાશે તેવું જણાવતો હતો,
Published by:Jay Mishra
First published:

Tags: Extortion, Nepali Youth, Surat Blackmailing case, Surat Crime, Surat crime news, Surat news, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन