સુરત : BJPના વોર્ડ પ્રમુખના નામે Audio ક્લિપ Viral, કૉંગ્રેસને મત અપાવવા પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ

સુરત : BJPના વોર્ડ પ્રમુખના નામે Audio ક્લિપ Viral, કૉંગ્રેસને મત અપાવવા પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ
વોર્ડ પ્રમુખની ફાઇલ તસવીર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સુરતનું રાજકારણ ગરમાયું. કથિત રીતે ટિકિટ ન મળતા કૉંગ્રેસનો પ્રચાર કર્યો હોવાનો ભાજપના વોર્ડ પ્રમુખ પર આરોપ

  • Share this:
સુરત : સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની (Gujarat Local Body elections) ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખની કથિત ઑડિયો ક્લિપ વાયરલ (Viral Audio clip) થઈ છે. આ ક્લિપમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના વોર્ડ પ્રમુખે કૉંગ્રેસનો પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ છે. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહીં છે ત્યારે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે તેવામાં ભાજપના (BJP) વોર્ડ પ્રમુખ પાર્ટીથી નારાજ હોય અને કાર્યકરોને કોંગ્રેસને મતદાન કરાવા માટે અપીલ કરતા હોવાનો એક ઓડિયો વાઇરલ થતાની સાથે ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. જોકે અન્ય આગેવાન આ ઑડિયો વાઇરલ થતા ડેમેજ કંટ્રૉલ કરવા લાગ્યા છે.

હાલમાં ચાલી રહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગીની જે ગાઈડ લાઇન બનાવામાં આવી હતી તેને લઈને કાર્યકરોમાં નારાજગી હતી સાથે સાથે છેલ્લા પાંચ વરિષ્ઠ કાર્યકરો જે વોર્ડમાં કામ કરતા હતા ત્યાં આયાતી ઉમેદવાર મૂકવામાં આવ્યા બાદ કાર્યકરોની મોટા પ્રમાણમાં નારાજગી જોવા મળી હતી.

આ પણ વાંચો :  સુરત : ACBની ટ્રેપમાં પોલીસ કર્મચારી અને વચેટિયો ઝડપાયા, એક લાખ રૂપિયાની માંગી હતી લાંચ

જોકે આ નારાજગી બહાર ખુલીને નથી આવી પણ અંદોરઅંદર કામ કરવાની સાથે પાર્ટીને ડેમેજ કરવાનું કામ કાર્યકારો કરતા હતા ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ અન્ય વૉર્ડના કાર્યકરોને ન ગમતા અને કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપતા નારાજગી જોવા મળી રહી છે.

ત્યારે આ વૉર્ડના પ્રમુખે પોતાના કાર્યકરોને કૉંગ્રેસમાં મત આપવાનું કહેતા હોવાનો એક ઑડિયો વાઇરલ થયો છે. જોકે બિપિન ગાયત્રી તરીકે ઓળખાતા અને ખાસ કરીને સુરતના સાંસદ અને સુરત શહેર પ્રમુખ નિર્જન ઝાંઝમેરના નજીકના ગણાતા આ પ્રમુખનો ઓડિયો જયારે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે વાઇરલ થતા ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો :  સુરત : ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, પૂર્વ મહિલા નગર સેવિકાનો પતિ જંગી જથ્થા સાથે ઝડપાયો, ક્યાં વહેચવાનો હતો પ્લાન?

એકેતો ભાજપ આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ અને તેમાં પણ પાટીદાર ફેક્ટરથી હેરાન છે ત્યારે આ ઑડિયો વાઇરલ થતા હવે પાર્ટી તરફથી ડેમેજ કંટ્રોલ શરુ કરવામાં આવ્યું છે.  જોકે પાર્ટીમાં જે રીતે નારાજગી છે તે હવે ખુલીને સામે આવી રહી છે અને આ જ કારણોસર આ વખતે ભાજપ માટે ચૂંટણી કપરા ચઢાણો સમાન બની રહી છે.
Published by:Jay Mishra
First published:February 19, 2021, 16:23 pm

ટૉપ ન્યૂઝ