સુરત : મનપાની ચૂંટણીનો જંગ, ઉમેદવારની 'મહેફીલની' તસવીર Viral થતા ખળભળાટ

સુરત : મનપાની ચૂંટણીનો જંગ, ઉમેદવારની 'મહેફીલની' તસવીર Viral થતા ખળભળાટ
સુરતના ઉમેદવારની મહેફિલ વાયરલ

વોર્ડ 24ના ઉમેદવારનું નિવેદન : તસવીરને એડિટ કરી વાયરલ કરવામાં આવી છે

  • Share this:
સુરતમાં (Surat) ચૂંટણીના (Municipal Elections) પ્રચારના પડઘમ શાંત થતાની સાથે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 24 ના ઉમેદવારની એક તસવીર વાયરલ થતા સોશિયલ મીડિયા ગાંડુ થયું છે. સુરત મનપા ચૂંટણી જંગના ઉમેદવારની આ કથિત મહેફિલની તસવીરે વાયરલ થતા સોશિયલ મીડિયમાં બુમરાણ થવા લાગી છે. જોકે, આ ઉમેદવારે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યુ છે કે તસવીરે એડિટ કરેલી છે અને ઇરાદાપૂર્વક વાયરલ કરેલી છે.  ઉમેદવાર પર દારૂની મહેફિલમાં શામેલ હોવાના આક્ષેપ સાથે  ફોટા વાઇરલ થતા ભાજપમાં (BJP)માં દોડધામ મચી જવા પામી હતી. જોકે ઉમેદવાર આ ફોટો એડિટ કરીને તેને હરવા માટે વાઇરલ કરવામાં આવ્યાની વાત કરી રહ્યા છે.

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે તેવામાં ગતરોજ ચૂંટણી પ્રચાર ના પડઘમમ શાંત થતા અને આવતી કાલે મતદાન છે ત્યારે આ બંને વચ્ચે ગતરોજ સાંજે સુરતના વોર્ડ નંબર 24ના ઉમેદવાર સોમનાથ મરાઠે જે પ્રદેશ પ્રમુખના સૌથી નજીકના ગણાય છે અને દબંગની છપ ધરાવતા આ ઉમેદવનો સાંજ પડતાં સાથે સોશિયલ મીડિયામાં મહેફિલ કરતા ફોટો વાઇરલ થતા ઉમેદવાર સાથે ભાજપમાં દોડધામ મચી જવા પામી હતી.જોકે મતદાન માટે માત્ર 24 કલાક કલાક બાકી છે અને ફોટો વાઇરલ થતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીનો લોકો પાસે કડક અમલ કરાવતી સરકારના રાજમાં રાજકીય પાર્ટીના ઉમેદવાર દારૂની મહેફિલ કરતા હોય એવો ફોટો ઉમેદવાર સાથે પાર્ટીને નુકશાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો : સુરત : BJPના વોર્ડ પ્રમુખના નામે Audio ક્લિપ Viral, કૉંગ્રેસને મત અપાવવા પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ

જોકે આ મામલે ઉમેદવાર સોમનાથ મરાઠેનું કહેવું છે કે આ ફોટો તેનો છે પણ તે એડિટ કરેલ છે. આજ વિસ્તારમાં આપ પાર્ટીના ઉમેદવારે પર તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી જીતવા અને માટે તેને આ કૃત્ય કર્યું છે.

આ પણ વાંચો :  સુરત : ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, પૂર્વ મહિલા નગર સેવિકાનો પતિ જંગી જથ્થા સાથે ઝડપાયો, ક્યાં વહેચવાનો હતો પ્લાન?

જોકે જોવાનું એ રહ્યુ કે આ ફોટો વાઇરલ થયા બાદ આ ઉમેદવારને નુકસાન થાય છે કે પછી ફાયદો . જોકે ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠે આપના વિલાસ પાટીલ પર આશ્રેપ કરી રહિયા છે ત્યારે બીજી બાજુ આપના ઉમેદવાર વિલાસ પાટીલ આ મામલે ફરિયાદ કરવાની ભાજપને સલાહ આપી રહ્યા છે જેને લઈને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે તેવું પણ કહી રહ્યા છે
Published by:Jay Mishra
First published:February 20, 2021, 09:13 am

ટૉપ ન્યૂઝ