સુરત હત્યા કેસના CCTV : કોર્પોરેટર સતિષ પટેલ સહિતના લોકો નજરે પડ્યા


Updated: June 3, 2020, 12:06 PM IST
સુરત હત્યા કેસના CCTV : કોર્પોરેટર સતિષ પટેલ સહિતના લોકો નજરે પડ્યા
કોર્પોરેટર મોઢે રૂમાલ બાંધીને નજરે પડ્યા.

સુરતના પાંડેસરા વિસ્તારમાં અંગત અદાવતમાં થયેલી હત્યામાં કોર્પોરેટ સતિષ પટેલના ડ્રાઇવર સહિત ચારની અટકાયત.

  • Share this:
સુરત : અનલોક 1.0 વચ્ચે સુરતના પાંડેસરા વિસ્તાર (Surat Pandesara Area) અંગત અદાવતમાં ચકચારી હત્યા (Murder Case) કેસમાં સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ (CCTV Footage)ના આધારે તપાસ કરી રહેલી પોલીસને હજી સુધી કોર્પોરેટર સતિષ પટેલની સંડોવણીના કોઇ પુરાવા મળ્યા નથી. બીજી તરફ હુમલામાં ઇજા પામનારે ફરિયાદમાં જે નામ જણાવ્યા હતા તેમની અટકાયત કરી કોવિડ 19નો મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી લેવામાં આવી છે.

સીસીટીવમાં સતિષ પટેલ નજરે પડ્યાં

ઘાયલે પોતાના નિવેદનમાં સતિષ નામનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે પરંતુ કોર્પોરેટર સતિષ પટેલની અટકાયત થઈ નથી. આ દરમિયાન સામે આવેલી સીસીટીવી ફૂટેજમાં કોર્પોરેટર ઘટના સ્થળે લગેલા સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે. સતિષ પટેલ સહિત 10 થી 12 લોકો બિલ્ડિંગમાંથી બહાર નીકળતા નજરે પડ્યા છે. આ દરમિયાન સતિષ પટેલે પોતાના મોઢા પર રૂમાલ બાંધી રાખ્યો છે.

અંગત અદવાતમાં હત્યા

પાંડેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાન ખાતે ખાતે થોડા દિવસ પહેલા જૂના ઝઘડાની અદાવતમાં મોપેડ સવાર સુજીતસીંગ અને સંગમ પંડિત પર લોખંડના પાઇપ, લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરી સંગમને મોતને ઘાટ ઉતારવાના પ્રકરણમાં પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે હુમલા પાછળનું કારણ હજી કંઇ સ્પષ્ટ થયું નથી. પરંતુ સુજીતસીંગે ફરિયાદમાં જે નામ લખાવ્યા હતા તે પૈકી પ્રતીક ઉર્ફે ગંજી, મેહુલ, રાજુ, સતિષ, વિશાલ અને પિનાક પૈકી બે વ્યક્તિનું તો અસ્તિત્વમાં જ નથી. જ્યારે કોર્પોરેટર સતિષ પટેલની સંડોવણીના હજી સુધી કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. જેથી પોલીસે હાલના તબક્કે સતિષ પટેલની ધરપકડ કરવાનું ટાળ્યું છે.

આ પણ વાંચો :  સુરતમાં પ્રેમ પ્રકરણમાં ઘાતક હથિયારો સાથે જૂથ અથડામણ, પોલીસે મામલો શાંત પાડ્યો 

ઘાતક હથિયારોથી હુમલો

કોર્પોરેટર સતિષ પટેલના ડ્રાઇવર પ્રતીક ઉર્ફે ગંજીને માથાભારે ફાઇનાન્સર ચંચલના મિત્ર વિક્કી નામના યુવાન સાથે છેલ્લા ત્રણેક દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો. સુજીત અને સંગમ પર હુમલો કર્યો તેના ગણતરીના કલાકો અગાઉ પ્રતીક તેના મિત્રો સાથે વિક્કીની દાદાગીરીનો જવાબ આપવા ચંચલના ઘરે ગયા હતા. પરંતુ ચંચલ ઘરે ન હતો જેથી તેઓ પરત આવી રહ્યા હતા. બીજી તરફ પ્રતીક તેના મિત્રો સાથે ઘર સુધી પહોંચી ગયાની જાણ થતા ચંચલ તેના મિત્રો કાર અને ચાર મોટરસાઇકલ પર ઘાતક હથિયાર સાથે ભૈરવનગર ખાતે ઘસી આવ્યો હતો. પરંતુ પ્રતીક 20થી 25ના ટોળામાં હોવાથી ચંચલ તેના મિત્રો સાથે ભાગી ગયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : કાલુપુર સ્ટેશન પર યુવકને માર મરાયો, સારવાર બાદ ઘરે આવતા મોત

મોપેડ સ્પીલ થતાં ઢીમ ઢાળી દીધું

આ દરમિયાન સુજીતની મોપેડ સ્લીપ થઇ જતા પ્રતીક અને તેના મિત્રોએ ઘાતક હથિયારોથી હુમલો કરી તેને રહેંસી નાંખ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. સુજીત અને સંગન ચંચલના માણસો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇજાગ્રસ્ત સુજીતસીંગે ચોર સમજીને લોકોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્રણ દિવસની તપાસના અંત્તે સુજીતસીંગ અને ફાઇનાન્સર ચંચલનું ક્નેક્શન હોવાની કડી પોલીસને હાથ લાગી છે. જેના પગલે હુમલા પાછળ આકસ્મિક ઘટના નહીં પરંતુ અંગત અદાવતમાં હુમલો કરી ઢીમ ઢાળી દેવાયું હોવાનું  સામે આવતા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે પુરાવા એકત્ર કરી જો સંડોવણી બહાર આવશે તો ધરકપકડ કરવામાં આવશે. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટના માટે જે જવાબદાર છે તે કોર્પોરેટર સતિષ પટેલના ડ્રાઇવર પ્રતીક ઉર્ફે ગંજી સહિત અન્ય ચારની ધરપકડ કરી લીધી છે.

Poll :


First published: June 3, 2020, 12:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading