સુરત : સુરતીઓ થઈ જાવ સાવધાન, Unlock 1.0 માં Corona નો 'વિસ્ફોટ', 10 દિવસમાં કેસનો રાફડો ફાટ્યો


Updated: June 13, 2020, 5:51 PM IST
સુરત : સુરતીઓ થઈ જાવ સાવધાન, Unlock 1.0 માં Corona નો 'વિસ્ફોટ', 10 દિવસમાં કેસનો રાફડો ફાટ્યો
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોના કારણે ચિંતા વધી, વાંચો આ વિસ્તૃત અહેવાલ અને જાણો કતારગામમાં કેમ ચિંતા વધી?

  • Share this:
સુરત :   સુરતના (Surat) લોકો થઈ જાવ સાવધાન કારણ કે અનલોક 1 (Unlock 1.0) આવતાની સાથે જ સુરતમાં જે રીતે કોરોનાના દર્દી વધી રહ્યા છે તેને લઇને સુરતને અમદાવાદ બનતા વાર નહીં લાગે ત્યારે ક્યાં કોરોના છે અને કોની ભૂલના લીધે સુરતમાં કોરોનાના દર્દી વધી રહ્યા છે આવો જઈને આમારા આ વિશેષ અહેવાલમાં

કોરોના વાઇરસનું સંક્ર્મણ અટકાવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું જોકે લોકડાઉન વચ્ચે સુરત માં દર્દી સંખ્યા 30 થી લઈને 40 જેટલી આવતી હતી.  પણ જયારે અનલોક વન આવતાની સાથે તમામ વસ્તુમાં છૂટછાટ સરકાર દ્વારા આપતાની સાથે જાણે સુરત માં કોરોના દર્દી નો વિસ્ફોટ થયો હોય તેવી પરીસ્થિતિનું નિર્માણ થયું છે. સતત છેલ્લા 10 દિવસથી દર્દીની સંખ્યા સતત વધી રહી છે.

આ પણ વાંચો :  Monsoon 2020 : રાજ્યમાં રવિવારથી ચોમાસાનું વિધિવત આગમન, 3 દિવસ ભારે વરસાદની આગાહી

કતારગામમાં ચિંતા વધી

પહેલાં લીબાયત વિસ્તારમાં સતત કેસ વધી રહ્યા હતા જોકે હાલમાં કતારગામ કોરોના માટે હોટસ્પોટ બન્યું છે ત્યારે ગતરોજ પણ મનપા ટિમ દ્વારા આ વિસ્તારમાં આવેલા હીરાના યુનિટો માં જઈને ચેકિંગ કરવામાં આવ્યુ છે અને ડંડ સાથે સિલિંગ ની પણ કામગીરી કરવામાં આવી છે.
1000 બેડની કોરોનાના દર્દીઓની સારવાર માટે જોગવાઈ

જોકે આ પરીસ્તીથી ને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સિવિલ ખાતે 500 બેડ સાથે સ્મીમેર મલ્ટીલેવલ પાર્કિગ 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથેસાથે કેટલીક ખાનગી  હોસ્પિટલ સાથે ટાઈપ કરવા સાથે સરસાણા ખાતે આવેલ ડોમમાં આગામી દિવસ 500 બેડની હોસ્પિટલ જરૂર પડેતો ઉભી કરવાની તૈયારી કરવામાં આવી છે. ત્યારે તંત્ર તો સજાગ છે પણ લોકોએ આ મહામારી થી બચવું હોય તો તેમને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાડલાઇન છે તેનું પાલન અચૂક પાને કરવું પડશે

આ પણ વાંચો :  ભાવનગર : રમતાં રમતાં એક વર્ષની પ્રિયાંશીનું માથું કૂકરમાં ફસાઈ ગયું, 45 મિનિટ ઑપરેશન કરી માથું બહાર કાઢ્યું - Video
First published: June 13, 2020, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading