સુરતના પરિવારનો મહારાષ્ટ્રમાં અકસ્માત, બે બાળકો સહિત 3નાં ઘટનાસ્થળે જ મોત

News18 Gujarati
Updated: October 9, 2018, 7:50 AM IST
સુરતના પરિવારનો મહારાષ્ટ્રમાં અકસ્માત, બે બાળકો સહિત 3નાં ઘટનાસ્થળે જ મોત
ચાર ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. કારમાં સવાર તમામ મુસાફરો સુરતના નવસારી બજારના રહેવાસીઓ હોવાનું બહાર આવ્યું

ચાર ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. કારમાં સવાર તમામ મુસાફરો સુરતના નવસારી બજારના રહેવાસીઓ હોવાનું બહાર આવ્યું

  • Share this:
મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નજીક સોમવારે સવારે 8:50 કલાકે ટ્રક અને કારની વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ કારમાં સવાર બે નાના બાળકો અને એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. કારમાં સવાર તમામ મુસાફરો સુરતના નવસારી બજારના રહેવાસીઓ હોવાનું બહાર આવ્યું હતું.

અકસ્માતમાં મૃતકના પરિવારના સભ્યો અરફાદ ખાન પરિવાર સાથે સુરતથી 8 ઓક્ટોબર રોજે મોડી રાત્રે 2 કલાકે મારૂતિ સુઝુકી કંપનીની બ્રિઝામાં અને ટવેરા ગાડી બન્ને ગાડી લઈને બહેન સૈય્યદ સિરીનજી (રહે નશિરાબાદ જિલ્લા જળગાવ)ના શ્રીમત પ્રસંગમાં જઈ રહ્યાં છે. સુરતથી જલગાંવ જતાં હતાં ત્યારે મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નામના દળવેદ પેટ્રોલ પંપ નજીક સોમવારે સવારે 8:50 કલાકે જલગાંવ તરફથી આવેતી ટ્રક અને બ્રેઝો કારની જોરદાર ટક્કર મારતાં કાર હવામાં ઉડી ગયી હતી. અને ત્રણ ચાર વખત પલટી મારી ગઈ હતી.

કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા પ્રચંડ અકસ્માતમાં બે નાના બાળકો અને એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ ગાડીમા મુન્નાભાઈ શેખ ઉમર 46 રહે. સુરત, શહનાજ બાનો, કઝીન બહેન સના બાનો ઉમર 13, મિત્ર જાવેદ, હસનેન શેખ અને છોકરી હુમેરા બેસેલા હતાં. ટવેરા ગાડી અશરફ ખાનગી ઉમર 19, મિત્ર સોહેલ ખાન 19, કાકી સાવેરા બાનો ઉમર 36, આરેફા બાનો, સુલતાના બાનો, ભાઈ જુબેર શેખ ઉમર 29, નિગાર ફાતેમા ઉમર 3 બેસેલા હતાં. જાવેદ શેખ ગંભીર ઇજા પહોંચી છે ધુલિયા સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહ્યા છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોમાં મુન્નાભાઈ શેખ ઉમ્ર 46 રહે સુરત, હુમેરા શેખ ઉમર 7, શેખ હસનેન ત્રણેય પિતા પુત્રની ઘટનાસ્થળે મોત થયાં છે.
First published: October 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading