ઘરે પધાર્યા બીજા લક્ષ્મીજી, સુરતના પરિવારે આવી રીતે કર્યું સ્વાગત

ઘરે પધાર્યા બીજા લક્ષ્મીજી, સુરતના પરિવારે આવી રીતે કર્યું સ્વાગત

 • Share this:
  કિર્તેશ પટેલ, સુરત

  દેશભરમાં આજે બેટી બચાઓ બેટી પઢાઓનું અભિયાન ચાલી રહ્યું છે, લોકોને મહિલાઓ યોગ્ય દરજ્જો આપવાનું કહેવામાં આવી રહ્યું છે, તેમ છતાં આપણા સમાજમાં ઘણા એવા લોકો છે જે આજે પણ અંધવિશ્વાસ અને દીકરીને સ્વીકારવા તૈયાર નથી, જો કે આવા લોકો માટે સમાજમાં જાગૃત નાગરિકો પ્રેરણા પૂરી પાડે છે. આવી જ પ્રેરણાનું કામ કર્યું છે સુરતના કતારગામમાં રહેતાં એક તબીબ પરિવારે, તેઓ પોતના ઘરે અવતરેલા લક્ષ્મીજીનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું.  વાત એવી છે કે સુરતના કતારગામમાં તબીબ પરિવાર રહે છે, જેઓેએ સમાજને પ્રેરણા આપતું કામ કર્યું છે. આ પરિવારના ઘરે સંતાનમાં એક પુત્રી છે, જ્યારે બીજા સંતાનમાં દીકરીનો જન્મ થતાં પરિવારમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. પરિવારે બીજા લક્ષ્મીજીના વધામણા ઢોલ નગારા સાથે કર્યા હતા.  હોસ્પિટલે સવા મહિના રહી ત્યારબા ઘરે આવેલી દીકરીનુ આવું વેલકમ જોતા આસપાસના રહીશો પણ જોતા જ રહી ગયા હતા.
  First published:November 24, 2018, 17:24 pm

  टॉप स्टोरीज