દુબઇમાં હીરા વેપારીનું 35 કરોડમાં ઉઠમણું, સુરતના વેપારીઓના પૈસા ફસાયા

News18 Gujarati
Updated: November 28, 2018, 7:40 AM IST
દુબઇમાં હીરા વેપારીનું 35 કરોડમાં ઉઠમણું, સુરતના વેપારીઓના પૈસા ફસાયા
સુરત ડાયમંડ માર્કેટની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: November 28, 2018, 7:40 AM IST
કિર્તેશ પટેલ, સુરત

હાલમાં જ સુરતમાં દિવાળીનું વેકેશન પૂરુ થયું છે, વેપારીઓ વિધિવત રીતે ફરી ધંધામાં લાગી ગયા છે. પરંતુ શરૂઆતમાં જ એક માઠા સમાચાર આવતાં સુરતની હીરા બજારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વેપારીઓની ચર્ચા પ્રમાણે દુબઇ સ્થિત એક હીરા વેપારીએ 35 કરોડનું ઉઠામણું કર્યું છે.

આ પણ વાંચો મોરબી સિરામિક ઉધોગને ગુજરાત ગેસ કંપની તરફથી મળ્યા રાહતના સમાચાર, થશે ફાયદો

પ્રાપ્ત વિગત પ્રમાણે દુબઇમાં હીરાનો વેપાર કરનાર એક જૈન વેપારીએ ઉઠામણું કરતાં સુરતના વેપારીઓ મૂંજાયા છે. દુબઇ રહેતો વેપારી મુંબઇ અને સુરતના વેપારીઓ પાસેથી હીરા ખરીદતો હતો, આ વેપારીએ 35 કરોડમાં ઉઠમણું કર્યાની ચર્ચા થઇ રહી છે. તો ઉઠમણાની જાણ થતાં જ સુરત અને મુંબઇ હીરા બજારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા અને દિવાળી પછી સુરત શહેરમાં મંદીનો માહોલ હોવાની ચર્ચા ચાલી રહી છે. મંદીને કારણે અનેક વેપારીઓએ આપઘાત કર્યાની પણ ઘટના સામે આવી છે. બીજી બાજુ વેપારીઓના ઉઠમણાને કારણે વેપારી આલમમાં ચિંતા ફરી વળી છે.
First published: November 27, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...