સુરતઃ કરોડપતિ પરિવારનો 20 વર્ષીય દીકરો અને 22 વર્ષીય દીકરી લેશે દીક્ષા

News18 Gujarati
Updated: December 7, 2018, 6:29 PM IST
સુરતઃ કરોડપતિ પરિવારનો 20 વર્ષીય દીકરો અને 22 વર્ષીય દીકરી લેશે દીક્ષા
News18 Gujarati
Updated: December 7, 2018, 6:29 PM IST
હાલ સુરતમાં દીક્ષા મહોત્સવ ચાલી રહ્યો છે. યશોવર્મસૂરિ મહારાજની નિશ્રામાં યોજાઇ રહેલા આ મહોત્સવમાં કરોડપતિ પિતાના પુત્ર અને પુત્રી દીક્ષા ગ્રહણ કરશે. આ દીક્ષા મહત્સવનું સમાપન 9મી ડિસેમ્બરે થશે.

અહીં ક્લિક કરી વાંચો ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આટલો બધો દારૂ આવે છે ક્યાંથી?

સુરતના જાણીતા કરોડપતિ બિઝનેસમેન ભરતભાઇ અસારાવાળાના 20 વર્ષિય પુત્ર યશ અને 22 વર્ષિય પુત્રી આયૂષી દીક્ષા ગ્રહણ કરશે. બાળકોના આ નિર્ણયથી પિતા સૌપ્રથમ નારાજ થયા હતા, પિતાની ઇચ્છા હતી કે તેના સંતાનો કરોડો રૂપિયાના કારોબાર સંભાળે પરંતુ સંતાનોની ઇચ્છા અલગ જ હતી. પહેલા તો ભરતભાઇએ પુત્ર યશને મોંઘીદાટ કાર, મોંઘા ફોન અને લક્ઝરી લાઇફસ્ટાઇલની લાલચ આપી પરંતુ તમામ ઠુકરાવી પોતાના મનની વાત જણાવી. બાદમાં યશની માતાએ સંતાનોની ઇચ્છાને સમર્થન આપ્યું અને પરિવારને રાજી કર્યો.

યશનું કહેવું છે કે પૈસા, ગાડી, ઘર, સુખ-સુવિધા કે વૈભવ કોઈ પણ ચીજ અંતિમ સમયે સાથે નથી આવતી. આપણા કર્મ જ આપણો આગળનો ભવ નક્કી કરે છે. જેમણે સંસારની મોહમાયાને સમજી લીધી હોય તે જ સંયમના માર્ગે ચાલી શકે છે.

તાપી નદીના કિનારે લબ્ધિવિક્રમ રાજમંદિર ઉભું કરાયું છે. સમારોહનો પ્રારંભ આજેથી થયો છે. અને મહોત્સવનું સમાપન 9 ડિસેમ્બરે દીક્ષા સાથે સંપન્ન થશે. રિવરફ્રન્ટ પર ઉભા કરાયેલા લબ્ધિવિક્રમ રાજમંદિરમાં ત્રણે મુમુક્ષુઓની અનુમોદના માટે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહ્યા છે. ત્યારબાદ બપોરે 1.30 કલાકે કેસર છાંટણા, સાંજી, મેંદી રસમ અને સાંજે 6 કલાકે સંધ્યાભક્તિ કરાશે. 7મીએ સવારે 8.30 કલાકે વરસીદાન શોભાયાત્રા અને બેઠુ વરસીદાન કરાશે. રાતે 8.30 કલાકે મુમુક્ષુઓનો વિદાય સમારોહ. 8મીએ સવારે 8.30 કલાકે સત્સંગ અને વીસ સ્થાનક પૂજા. સાંજે 7 કલાકે મુમુક્ષુઓની વાંદોળી, મહાપૂજા અને આરતી કરવામાં આવશે. 9 ડિસેમ્બરે વહેલી સવારે 4 કલાકે પ્રવજ્યા વિધિનો પ્રારંભ કરાશે. આ પ્રસંગે ત્રણે મુમુક્ષુના પરિવારજનો સહિત પાંચ હજારથી વધુ શ્રાવકો ઉપસ્થિત રહી અનુમોદના કરવામાં આવશે.

આ પણ વાંચો SBI ગ્રાહક ધ્યાન આપો! બંધ થઈ રહી છે આ સર્વિસ, તમારી પાસે બચ્યા માત્ર 6 દિવસ
First published: December 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...