ગુજરાતમાં દારૂબંધી હટાવવા હ્યુમન રાઇટ્સ સમક્ષ માંગ, સુરતના વકીલે કરી અરજી

News18 Gujarati
Updated: July 11, 2018, 6:03 PM IST
ગુજરાતમાં દારૂબંધી હટાવવા હ્યુમન રાઇટ્સ સમક્ષ માંગ, સુરતના વકીલે કરી અરજી
News18 Gujarati
Updated: July 11, 2018, 6:03 PM IST
ગુજરાતમાં દારૂબંધી હંમેશાથી વિવાદનો વિષય રહ્યો છે, રાજ્યમાં દારૂબંધી હોવા છતા દારૂની રેલમછેલમ જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હટાવવા હ્યુમન રાઇટ્સ સમક્ષ અરજી કરવામાં આવી છે. આ અરજી સુરતના એક વકીલે કરી છે.

સુરતના વકીલે કરેલી અરજીમાં જણાવાયું કે ગુજરાતમાં રહેતી 6 કરોડ જનતામાંથી 2 કરોડ પુખ્ત વયના લોકો દારૂનું સેવન કરી ચૂકેલા છે, આ તમામને ભારતની અન્ય 125 કરોડ જનતાની જેમ દારૂના સેવનના અધિકારો આપવા જોઇએ જેથી ગુજરાતમાંથી દારૂનો પ્રતિબંધ છે એ ઉઠાવી લેવો જોઇએ અને ગુજરાતની જનતાને પણ ભારત દેશની અન્ય જનતાની જેમ દારૂ પીવાના અધિકારમાંથી વંચિત રાખવા જોઇએ નહીં.

વકીલે અરજીમાં કેમ દારૂબંધી હટાવવી જોઇએ તેના કારણો પણ જણાવ્યા

વકીલે અરજીમાં જણાવ્યું કે ગુજરાતનો સૌથી સંવેદનશીલ મુદ્દો શિક્ષણ, સુવિધા અને સરકારી નોકરીમાં વિલંબનો છે, દારૂનો નહીં, જો સંવેદનશીલ મુદ્દાઓને ન્યાય આપવા માટે સરકારને નાણાંકીય ભીડ પડતી હોય તો તેના ઉકેલ તરીકે દારૂબંધી હટાવી લેવી જોઇએ, દારૂમાંથી સરકારને ટેક્સ મળશે, એક અંદાજ પ્રમાણે જો ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવામાં આવે તો સરકારને વાર્ષિક 20,000 કરોડની આવક ટેક્સમાંથી થઇ શકે છે. ભારતના કોઇપણ રાજ્યમાં ન પીવાતો હોય એટલો દારૂ તો ગુજરાત પોલીસ જમા લઇ લે છે, એટલે કે રાજ્યમાં પીવાતા દારૂના પ્રમાણમાં દારુ પ્રતિબંધ હટાવવામાં આવશે તો ઘટાડો થશે. ક્યારેક ક્યારેક દારૂ મળતો હોવાને કારણે લોકો દારુનુ સેવન વધુ પ્રમાણમાં કરે છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...