તસ્કરોનો તરખાટ : સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કનું આખેઆખું ATM મશીન ઊપાડી ગયા, CCTV ફૂટેજમાં જુઓ કારનામું

News18 Gujarati
Updated: September 16, 2020, 1:13 PM IST
તસ્કરોનો તરખાટ : સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કનું આખેઆખું ATM મશીન ઊપાડી ગયા, CCTV ફૂટેજમાં જુઓ કારનામું
સીસીટીવીમાંથી લીધેલી તસવીર

આ સીસીટીવી ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ મોઢા પર બુકાની બાંધેસલા દેખાય છે. હાલ કિમ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

  • Share this:
કેતન પટેલ, કિમ : સુરતના (Surat) ટકારમા ગામમાં તસ્કરો આખેઆખુ એટીએમ મશીન (ATM Machine) કાઢીને લઇ ગયા છે. ટકારમા ગામમાં સુરત ડિસ્ટ્રિક બેન્કનું  (Surat District bank) આખેઆખુ ATM મશીન તસ્કરો લઇ ગયા છે. આ એટીએમ મશીનમાં 7 લાખ રૂપિયા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ ગઇ છે.

આ સીસીટીવી ફૂટેજમાં ત્રણ વ્યક્તિઓ મોઢા પર બુકાની બાંધેસલા દેખાય છે. હાલ કિમ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ ફરાર ચોરોને સીસીટીવીનાં આધારે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઓલપાડનાં ટકારમા ગામમાં ત્રણ તસ્કરો સુરત ડિસ્ટ્રિક્ટનું આખુ એટીએમ મશીન દીવાલમાંથી કાઢીને લઇ ગયા છે. આ એટીએમની અંદરની પ્લેટો ગામ પાસે આવેલી નહેર નજીકથી મળી આવી છે. એટીએમ સેન્ટરથી 50 મીટર દૂર પોલીસ તપાસ દરમ્યાન મશીન મળી આવ્યું હતું.તેમજ એટીએમ મશીનના પૈસાની ટ્રે થોડે દૂર કેનાલ પાસેથી મળી આવી છે. આ એટીએમમાં આશરે 7 લાખ રૂપિયા રોકડા હોવાની માહિતી બેંક પાસેથી મળી રહી છે.

હાલ કિમ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને ફરાર ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ પાસે આ ચોરીનાં સીસીટીવી ફૂટેજ છે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ ગામ લોકોમાં પણ આ અંગેની ઘણી જ ચર્ચાઓ તચાલી રહી છે.

CCTV વીડિયો-  આ પણ વાંચો - ફોટોગ્રાફીનો ધંધો બંધ થતાં બે બહેનપણીઓએ અમદાવાદમાં દારૂ વેચવાનો પ્લાન બનાવ્યો!

નોંધનીય છે કે, સુરતના પાંડેસરા, ઉધના અને લિંબાયત વિસ્તારમાં સક્રિય એક્સીસ બેંકના એટીએમ સેન્ટરમાંથી એટીએમ કાર્ડ રીડર ચોરી કરતી ટોળકીએ વધુ એક એટીએમ સેન્ટરને નિશાન બનાવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં 6થી વધુ એટીએમ સેન્ટરને નિશાન બનાવનાર ટોળકીએ પાંડેસરા સ્થિત શ્યામ હોસ્પિટલની સામે દેવીદર્શન સોસાયટીમાં શેરી નં. 4 માં પ્લોટ નં. 152માં આવેલી એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડ રીડર કિંમત રૂા. 25 હજારની મત્તાનું ચોરીને ફરાર થઇ ગયા હતા.
Published by: Kaushal Pancholi
First published: September 16, 2020, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading