Home /News /south-gujarat /

સુરત: પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈ પર હુમલો

સુરત: પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈ પર હુમલો

અલ્પેશ કથિરીયા (ફાઈલ ફોટો)

રહેઠાણ સ્થળ નજીક રીક્ષામાંથી ઉતર્યા ત્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ તેમના પર હુમલો કર્યો

    કિર્તેશ પટેલ,  સુરત : સુરતથી એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પાસ કન્વિનર અને પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈ પર કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આજે અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈ કોઈ કામથી બહાર ગયા હતા, તેઓ મોડી સાંજે પોતાના ઘરે આવી રહ્યા હતા. તેઓ રિક્ષામાં પોતાના રહેઠાણ સ્થળ નજીક રીક્ષામાંથી ઉતર્યા ત્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ તેમના પર હુમલો કર્યો છે.

    સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાએ દિવસથી કેટલાક તત્વો અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈને હેરાન કરી ધમકી આપી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. સુત્રો અનુસાર, હુમલો કરનારા જાણીતા હોવાનું પમ ચર્ચાઈ રહ્યું છે.

    જોકે, હુમલાનું કારણ અંગત અદાવત છે કે, બીજુ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ અલ્પેશ કથિરીયા હાલ જેલમાં છે, ત્યારે તેના પિતા અને ભાઈ પર હુમલો થવાની ઘટનાથી સુરતના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Brother, Father, સુરત, હુમલો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन