Surat firing: પત્ની છૂટાછેડા ન આપતા આર્મી જવાને પત્ની પર મિત્ર પાસે 2 વાર ફાયરિંગ કરાવ્યું
Surat firing: પત્ની છૂટાછેડા ન આપતા આર્મી જવાને પત્ની પર મિત્ર પાસે 2 વાર ફાયરિંગ કરાવ્યું
સુરતમાં પત્ની છૂટાછેડા ન આપતા આર્મી જવાને પત્નીનો કાંટો કાઢી નાખવા મિત્ર પાસે 15 દિવસમાં 2 વાર ફાયરિંગ કરાવ્યું હતું
Surat Crime news: આ ઘટનામાં નંદાબેનના થાપા, છાતી તથા ડાબા હાથના ભાગે ગોળી વાગી હતી. જેથી તેમને તાત્કાલિક સિવિલમાં ખસેડાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
Surat News: પતિ-પત્ની વચ્ચે ઝઘડા કે ક્લેશ થતા રહે છે ત્યારે કેટલક કિસ્સાઓ તો છૂટાછેડા (Divorce) સુધી પહોંચી જાય છે. પરંતુ જો કોઇ કિસ્સામાં પત્ની છૂટાછેડા લેવા રાજી ના થાય તો? સુરત (Surat)માં પત્ની છૂટાછેડા ન આપતા આર્મી જવાને (Army man) પત્નીનો કાંટો કાઢી નાખવા મિત્ર પાસે 15 દિવસમાં 2 વાર ફાયરિંગ (Surat Firing case) કરાવ્યું હતું. ફાયરિંગની ઘટનામાં ક્રાઇમબ્રાંચે (Surat Crime Branch)2 શૂટરોને પુણા-કડોદરા રોડ પર સણિયા હેમાદ ગામેથી પકડી લીધા હતા. ઝડપાયેલા શૂટરો રવિન્દ્ર રધુનાથ યેશે અને નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને કાર્તુઝ તેમજ બાઇક મળી મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સોપારી આપનાર પતિ આખરે પાંજરે પૂરાયો છે હાલ તો પોલીસે સોપારી આપનાર પતિ વિનોદ મોરેની ધરપકડ કરી છે.
ગત 12 માર્ચે સુરતના માનદરવાજા ફાયર સ્ટેશનની ગલીમાં આર્મીમેનની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટર બાઇક પર આવી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. મહિલાને ગોળી ડાબા હાથમાંથી આરપાર નીકળી તો બીજી છાતીના પાછળના ભાગે અને એક થાપાના ભાગે વાગી હતી. 15 દિવસ પહેલા પાંડેસરા પાસે મહિલા પર આ બન્ને શૂટરોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. આરોપી રવિન્દ્ર હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી 2 વાર સુરત આવ્યો હતો. પોતાની પત્નીની હત્યા કરાવવા માટે આરોપી પતિએ પોતે સોપારી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પતિ-પત્ની ઘણા સમયથી એકબીજાથી અલગ રહેતા હતા. અને છુટાછેડા લેવા બાબતે બંન્ને વચ્ચે ઝગડો ચાલતો હતો. પરંતુ પત્ની ડિવોર્સ માટે રાજી ન હોવાથી આખરે પતિએ નક્કી કરી લીધું હતું કે પત્નીના નામનો કાંટો નીકાળી દેવામાં આવે. જોકે પ્રથમ ઘટનામાં પત્નીને ગોળી વાગી હતી પરંતુ તે બચી ગઈ હતી.
હાલ તો હત્યાની કોશિશ કરનાર પતિને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. છૂટાછેડા માટે સતત ધમકી આપતા પતિએ જ ફાયરિંગ કરાવ્યું હોવાનો સાસરિયાનો આક્ષેપ સાચો નીકળ્યો છે. માન દરવાજા ખાતે રહેતી નંદા ઉર્ફે નંદિની વિનોદભાઇ મોરે શનિવારે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ભાણેજ યોગીતા સાથે દવાખાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઘર પાસેના રોડ પર જ તેમના પર ફાયરિંગ થયું હતું. સ્પ્લેન્ડર બાઇક પર આવેલા બે યુવકો ગણતરીના સમયમાં જ 3 રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છૂટયા હતા.
આ ઘટનામાં નંદાબેનના થાપા, છાતી તથા ડાબા હાથના ભાગે ગોળી વાગી હતી. જેથી તેમને તાત્કાલિક સિવિલમાં ખસેડાયા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. નંદાબેનના લગ્ન વર્ષ 2010માં મૂળ જલગાંવના વતની વિનોદ સાથે થયા હતા. વિનોદ આર્મીમેન છે અને હાલમાં મહારાષ્ટ્રના નાંદેડમાં તેમની ડયૂટી છે. પ્રેગ્નેન્સી પ્રોબ્લમને કારણે દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. પતિ છૂટાછેડા લેવા પણ તેણીને દબાણ કરતો હતો. નંદાબેન ચાર વર્ષ પહેલાં માન દરવાજા ખાતે પિયરમાં રહેવા ચાલ્યા આવ્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર