Home /News /south-gujarat /

જર્મની ફૂડ ફેરમાં સુરત APMC ભારતનું પ્રતિનિધિત્વ કરશે

જર્મની ફૂડ ફેરમાં સુરત APMC ભારતનું પ્રતિનિધિત્વ કરશે

5 થી 9 ઓક્ટોબર દરમિયાન ફૂડ ફેર યોજાશે.

સુરત એપીએમસી દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટમાં તૈયાર થયેલા મેંગો પલ્પ, જમરૂખ પલ્પ, ટોમેટોની પ્યુરી, પેસ્ટ અને કેચઅપ સહિતની કુલ 30થી વધુ પ્રોડક્ટનું ડિસ્પ્લે હાથ ધરાશે.

    પ્રગ્નેશ વ્યાસ, સુરત : જર્મની ખાતે યોજાનારા અનુગા- 2019 ફૂડ ફેરમાં સુરત એપીએમસી ભાગ લેશે. રાજ્ય સરકાર તરફતી પરવાનગી મળ્યા બાદ દેશમાંથી પ્રથમ એવી સુરત એપીએમસી આ ફૂડ ફેરમાં ભાગ લેશે. આગામી તા 5 થી 9 ઓક્ટોમ્બર દરમિયાન યોજાનારા આ ફૂડ ફેરમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, યુરોપના દેશો સહિત કુલ 112 દેશોના પ્રતિનિધિઓ આ ફૂડ ફેરમાં સ્ટોલ લગાડશે. સુરત એપીએમસી દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટમાં તૈયાર થયેલા મેંગો પલ્પ, જમરૂખ પલ્પ, ટોમેટોની પ્યુરી, પેસ્ટ અને કેચઅપ સહિતની કુલ 30થી વધુ પ્રોડક્ટનું ડિસ્પ્લે હાથ ધરાશે.

    એપીએમસીના ચેરમેન રમણ પટેલ(જાની)સાથે થેયલ ચર્ચામાં તેમણે જણાવ્યુ હતુ કે, દેશની પ્રથમ એપીએમસી આ ફૂડ ફેરમાં ભાગ લેશે તે ગર્વની વાત છે. આ સાથે વિદેશોમાં ફૂડ, એગ્રીકલ્ચર તથા પ્રોસેસિંગને લઈનું શું નવું થઈ રહ્યું છે, તે પણ જાણવા માટેની અનોખી તક છે. ફૂડ ફેરમાં લાગનારા સુરત એપીએમસીના સ્ટોલમાં રાજ્ય સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન હાથ ધરવામાં આવશે.

    સુરત એપીએમસીના વાઈસ ચેરમેન સંદિપ દેસાઈના જણાવ્યા પ્રમાણે, આગામી તા 5 થી 9 મી ઓક્ટોબર દરમિયાન જર્મની ખાતે યોજાનારો અનુગા-2019 આંતરાષ્ટ્રીય ફૂડ ફેર છે. જેમાં દેશ-વિદેશથી ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના આગેવાનો સહિત એગ્રીકલ્ચર ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉત્પાદન કરનારાઓ પોતાની પ્રોડક્ટનું સ્ટોલ લગાડી પ્રર્દશન હાથ ધરશે. ભારતભરમાંથી એકમાત્ર એવી પ્રથમ સુરતની એપીએમસીને આ ફૂડ ફેરમાં પોતાનો સ્ટોલ ગોઠવવા માટેની તક મળી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા પરવાનગી પણ આપી દેવામાં આવી છે.

    તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અમે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી ફૂડ ફેરમાં ભાગ લેવા અંગેની માહિતીની જાણકારી આપી હતી. રાજ્ય સરકાર તરફથી શુભેચ્છા આપવામાં આવી છે. એપીએમસીમાં નાંખવામાં આવેલા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી તૈયાર થયેલા હાફૂસ અને કેસર કેરીના પલ્પ, જમરૂખનું પલ્પ, ટોમેટો પ્યુરી,ટોમેટો પેસ્ટ અને ટોમેટો કેચઅપ સહિત જામ, રેડી ટુ ઈટ પાત્રા, ચના પુરી જેવી 30થી વધુ સુરત એપીએમસીની પોતાની પ્રોડક્ટનું પ્રર્દશન આ પ્રસંગે કરવામાં આવશે.

    5 દિવસીય આ ફેરમાં સુરત એપીએમસી ચેરમેન રમણ જાની, વાઈસ ચેરમેન સંદીપ દેસાઈ સહિત એપીએમસીના ડિરેક્ટરો હાજરી આપશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Food Fair, Germany, એપીએમસી, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन