Home /News /south-gujarat /

સુરત APMCથી કોરોના વિસ્ફોટ થવાની ચર્ચા વચ્ચે lockdownમાં APMCએ રૂ.250 કરોડનું શાકભાજી વેચ્યું

સુરત APMCથી કોરોના વિસ્ફોટ થવાની ચર્ચા વચ્ચે lockdownમાં APMCએ રૂ.250 કરોડનું શાકભાજી વેચ્યું

ફાઈલ તસવીર

લોકડાઉનની શરૂઆતથી લઇ છેલ્લા તબક્કા સુધી એપીએમસીના દરવાજે ખેડૂત વેપારીઓની કતાર, નાના-મોટા હજારો ફેરિયાઓનું પ્રતિદિન જામતું ટોળું જાઈ સુરત એપીએમસીથી કોરોના વિસ્ફોટ થવાની ચર્ચા ઉઠી હતી.

સુરતઃ કોરોના વાયરસનું (coronavirus) સંક્રમણ વધવાને કારણે રાજ્યમાં એકમાત્ર સુરત એપીએમસી (Surat APMC) માર્કેટ દ્વારા શહેરીજનો અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ચોક્કસ ગાઈડ લાઈડના આધારે શાકભાજીનું વેચાણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના પ્રથમ ચાર તબક્કામાં સુરત એપીએમસી માર્કેટમાં 250 કરોડ રૂપિયાનો વેપાર નોંધાવા પામ્યો છે. જેમાં પ્રતિદિન સરેરાશ 1300 ટન શાકભાજીનું (Vegetables) વેચાણ થવા પામ્યું છે. જેનો સીધો ફાયદો ખેડૂતો અને સુરતીઓને મળ્યો છે. ખેડૂતોને તેઓની શાકભાજીના પોષણક્ષમ ભાવો સાથે શહેરીજનોને પણ સસ્તા દરે શાકભાજીનો પુરવઠો પુરો પાડવામાં એપીએમસી દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરાઇ છે.

પુણા-કુંભારિયા રોડ પર આવેલ સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સુરત શહેર સહિત સમગ્ર દ.ગુજરતાના (south Gujarat) અનેક તાલુકાઓમાં શાકભાજીનું વેચાણ થાય છે. જડબેસલાક લોકડાઉન દરમિયાન સુરત એપીએમસીની કામગીરીને લોકોએ ‌બિરદાવી છે. લોકડાઉનની શરૂઆતથી લઇ છેલ્લા તબક્કા સુધી એપીએમસીના દરવાજે ખેડૂત વેપારીઓની કતાર, નાના-મોટા હજારો ફેરિયાઓનું પ્રતિદિન જામતું ટોળું જાઈ સુરત એપીએમસીથી કોરોના વિસ્ફોટ થવાની ચર્ચા ઉઠી હતી. ભીડ નિયંત્રણમાં લેવા એક તબક્કે તંત્ર અને એપીએમસીના વહીવટદારો આમને સામને આવી ગયા હતા. એપીએમસી બંધ કરી દેવાની ફરજ પડાઈ હતી. તેમ છતાં રાજ્યની નાની મોટી 224 એપીએમસી માર્કેટ પૈકી સુરત એપીએમસી સૌથી વધુ દિવસ ધમધમી હતી.

આ પણ વાંચોઃ-ગંભીર બેદરકારીઃ સુરતમાં કોરોના ન હોવા છતાં દર્દીને કોવિડ-19 વોર્ડમાં કર્યો દાખલ, 12 કલાકમાં મોત થતાં પરિવારનો આક્ષેપ

સુરત એપીએમસીના પ્રમુખ રમણ જાની તથા ઉપપ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતુ કે, લોકડાઉનના દિવસોમાં પણ દિલ્હીથી વટાણા-ગાજર તો હિમાચલ પ્રદેશથી સિમલા મીર્ચ, જોધપુરથી વટાણા અને ગાજર પંજાબથી, બટાકા આંધ્રપ્રદેશથી ટોટાપુરી કેરી મધ્ય પ્રદેશથી દૂરી વટાણા, મરચા તો મહારાષ્ટ્રથી ટામેટા, કાંદા અને મરચા ફલાવર અને આદુ સહિતના શાકભાજીની સુરત એપીએમસીમાં નિયમિત આવક થઈ હતી. દેશના વિવિધ પ્રાંતમાંથી ખેડૂતોએ શાકભાજીનો જથ્થો પહોંચાડ્યો હતો. અહીંથી સુરત શહેર ઉપરાંત આસપાસના તાલુકા અને તાપી નવસારી સહિતના જિલ્લાઓમાં ટનબંધ ભાજીપાલાનો જથ્થો રવાના થયો હતો. આ સાથે એપીએમસીના રેકર્ડ ઉપર લોકડાઉન દરમિયાન રૂપિયા 250 કરોડનો બિઝનેસ થયો હોવાનું નોંધાયું હતું.

આ પણ વાંચોઃ-વિદ્યાર્થીનું ઈનોવેશન! માસ્ક પહેરીને તમને કાનમાં દુઃખાવો થવા લાગ્યો છે? આ રહ્યો ઉપાય

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 224 પૈકી મોટાભાગની શાકભાજી અને ફ્રુટ માર્કેટ બંધ કરી દેવાઇ હતી. આવા સમયે સુરતની એપીએમસી માર્કેટ 67 ‌દિવસ કાર્યરત રહી હતી. 73 ‌દિવસના લોકડાઉનમાં 67 ‌દિવસ સુધી સરકારી ગાઇડ લાઇનનું પાલન કરી એપીએમસીને ધમધમતી રાખવામાં આવી હતી. સો‌શિયલ ‌ડિસ્ટન્સ સાથે માર્કેટમાં લોકડાઉનના સમયે પ્ર‌તિ‌દિવસ 2500 ખેડૂતો, 2 હજાર વેપારીઓ અને 3 હજાર જેટલા મજૂરોને પ્રવેશ આપવામાં આવતો હતો. ઉલ્લેખનીય છેકે એપીએમસી દ્વારા એક લાખ ટન કરતા પણ વધુ શાકભાજીનું વેચાણઆ સમયમાં કર્યું હતું.

આ પણ વાંચોઃ-4 વર્ષ સુધી આઉટ નથી થઈ આ ખૂબસૂરત ક્રિકેટર, સચિનને આપી ચૂકી છે પડકાર, આ ક્રિકેટર કરવા માંગે છે ડેટ

પુણા - કુંભારિયા રોડ પર આવેલ સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સુરત શહેર સહિત સમગ્ર દ.ગુજરતાના અનેક તાલુકાઓમાં શાકભાજીનું વેચાણ થાય છે. જડબેસલાક લોકડાઉન દરમિયાન સુરત એપીએમસીની કામગીરીને લોકોએ ‌બિરદાવી છે. લોકડાઉનની શરૂઆત થી લઇ છેલ્લા તબક્કા સુધી એપીએમસીના દરવાજે ખેડૂત વેપારીઓની કતાર, નાના-મોટા હજારો ફેરિયાઓનું પ્રતિદિન જામતું ટોળું જાઈ સુરત એપીએમસીથી કોરોના વિસ્ફોટ થવાની ચર્ચા ઉઠી હતી. ભીડ નિયંત્રણમાં લેવા એક તબક્કે તંત્ર અને એપીએમસીના વહીવટદારો આમને સામને આવી ગયા હતા. એપીએમસી બંધ કરી દેવાની ફરજ પડાઈ હતી. તેમ છતાં રાજ્યની નાની મોટી 224 એપીએમસી માર્કેટ પૈકી સુરત એપીએમસી સૌથી વધુ દિવસ ધમધમી હતી.

સુરત એપીએમસીના પ્રમુખ રમણ જાની તથા ઉપપ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતુ કે, લોકડાઉનના દિવસોમાં પણ દિલ્હીથી વટાણા-ગાજર તો હિમાચલ પ્રદેશથી સિમલા મીર્ચ, જોધપુરથી વટાણા અને ગાજર પંજાબથી, બટાકા આંધ્રપ્રદેશથી ટોટાપુરી કેરી મધ્ય પ્રદેશથી દૂરી વટાણા, મરચા તો મહારાષ્ટ્રથી ટામેટા, કાંદા અને મરચા ફલાવર અને આદુ સહિતના શાકભાજીની સુરત એપીએમસીમાં નિયમિત આવક થઈ હતી. દેશના વિવિધ પ્રાંતમાંથી ખેડૂતોએ શાકભાજીનો જથ્થો પહોંચાડ્યો હતો. અહીંથી સુરત શહેર ઉપરાંત આસપાસના તાલુકા અને તાપી નવસારી સહિતના જિલ્લાઓમાં ટનબંધ ભાજીપાલાનો જથ્થો રવાના થયો હતો. આ સાથે એપીએમસીના રેકર્ડ ઉપર લોકડાઉન દરમિયાન રૂપિયા 250 કરોડનો બિઝનેસ થયો હોવાનું નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 224 પૈકી મોટાભાગની શાકભાજી અને ફ્રુટ માર્કેટ બંધ કરી દેવાઇ હતી. આવા સમયે સુરતની એપીએમસી માર્કેટ 67 ‌દિવસ કાર્યરત રહી હતી. 73 ‌દિવસના લોકડાઉનમાં 67 ‌દિવસ સુધી સરકારી ગાઇડ લાઇનનું પાલન કરી એપીએમસીને ધમધમતી રાખવામાં આવી હતી. સો‌શિયલ ‌ડિસ્ટન્સ સાથે માર્કેટમાં લોકડાઉનના સમયે પ્ર‌તિ‌દિવસ 2500 ખેડૂતો, 2 હજાર વેપારીઓ અને 3 હજાર જેટલા મજુરોને પ્રવેશ આપવામાં આવતો હતો. ઉલ્લેખનીય છેકે એપીએમસી દ્વારા એક લાખ ટન કરતા પણ વધુ શાકભાજીનું વેચાણઆ સમયમાં કર્યું હતું.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, COVID-19, Lockdown, Unlock, Vegetables, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन