સુરત: 'હું લિફ્ટમાં જાઉં ત્યારે આવવું નહીં,' પ્લાઝાના પ્રમુખે વેપારી સામે રિવોલ્વર તાકી, કારીગરનું માથું ફોડી નાખ્યું


Updated: October 30, 2020, 5:47 PM IST
સુરત: 'હું લિફ્ટમાં જાઉં ત્યારે આવવું નહીં,' પ્લાઝાના પ્રમુખે વેપારી સામે રિવોલ્વર તાકી, કારીગરનું માથું ફોડી નાખ્યું
પ્રતિકાત્મક તસવીર

વેપારી સામે પિસ્તોલ તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી, વેપારીના કારીગરના માથામાં પિસ્તોલનું બટ મારી તેને લોહીલુહાણ કર્યો.

  • Share this:
સુરત: પુણા બૉમ્બે માર્કેટ રોડ રણુજાધામ સોસાયટીની સામે આવેલા અનુપમ પ્લાઝામા (Anupam Plaza)માં ઑફિસ ધરાવતા વેપારીને પ્રમુખે હું લિફ્ટમાં જાઉં ત્યારે કોઈએ આવવું નહીં તેવું કહીને તેની સામે પિસ્તોલ તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં વેપારીના કારીગરના માથામાં પિસ્તોલનું બટ મારી તેને લોહીલુહાણ કર્યો હતો. સુરતના વરાછા ત્રિકમનગર રાધાકુષ્ણ મંદિર પાસે દીવાળીનગર સોસાયટીમાં રહેતા ભાર્ગેવભાઈ અરવિંદભાઈ ઝડફીયાની પુણા બોમ્બે માર્કેટ રોડ રણુજાધામ સોસાયટીની બાજુમાં અનુપમ પ્લાઝામાં દુકાનમાં આવેલી છે.

આ દુકાનમાં મૂળ બિહારના કિશનગઢના મુબારક હુસેન જાહીદ આલમ (શેખ) (ઉ.વ.૨૬), તેનો મોટોભાઈ સાકીર અને ગામના મિત્ર અબ્દુલ સાથે રહે છે. અને ત્યાં જ સિલાઈ મશીનનું કામ કરે છે. ગત તા 28મીના બુધવારના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યે ભાર્ગવભાઈ દુકાનમાંથી એક બેગ કૂર્તી લઈને તેમના ઘરે જવા માટે લિફ્ટ પાસે ઊભા હતા.

આ પણ વાંચો: એક્તા નર્સરી: સોપારીના પાંદડામાંથી બનતી વસ્તુઓનું થશે પ્રદર્શન અને વેચાણ

આ વખતે ભાર્ગવભાઈની દુકાનની સામે બાપા સીતારામ ગ્રુપના નામે ઑફિસ ધરાવતા અને અનુપમ પ્લાઝાના પ્રમુખ જયુભા ઉર્ફે બાપુ ભરતસિંહ જાડેજા તેમજ તેની સાથે અન્ય બે અજાણ્યા લોકો લિફ્ટ પાસે આવ્યા હતા અને ભાર્ગવભાઈને હું લિફ્ટમાં જાઉં ત્યારે લિફ્ટમાં નહીં આવવાનું એમ કહ્યું હતું. ભાર્ગવભાઈએ લિફ્ટ માલસામાન માટેની હોવાથી તેઓ લિફ્ટમાં જશે તેવું કહેતા જયુભા ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો: Hondaની બાઇક સાથે તહેવારની સિઝનમાં મળશે 43,000 રૂપિયાનું ઇનામ, ફટાફટ ઉઠાવો લાભ

આ અંગે અવાજ સાંભળીને મુબારક અને તેનો ભાઈ પણ ત્યાં દોડી ગયા હતા અને ભાર્ગવભાઈને દુકાનમાં લઈ આવ્યા હતા. જયુભા પણ પાછળ પાછળ દુકાનમાં આવ્યો હતો અને ભાર્ગવભાઈની સામે પિસ્તોલ તાકી હતી. જેથી મુબારકે આપણે પાડોશી છીએ તો શું કામ ઝઘડો કરો છો એવું કહેતા જયુભાએ મુબારકના માથામાં પિસ્તોલનું બટ મારી દીધું હતું. જેથી તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું.આ પણ જુઓ-

મુબારકને બચાવવા તેનો ભાઈ સાકીર વચ્ચે પડતા આરોપીએ તેને પણ તમાચો માર્યો હતો તેમજ ભાર્ગવભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે મુબારકની ફરિયાદ લઈ આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Published by: Vinod Zankhaliya
First published: October 30, 2020, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading