સુરત : વેપારીએ ઘરકામ માટે ગોંધી રાખેલી યુવતીનું રેસ્ક્યૂ, અપહરણ કરાયેલી યુવતીનો 3 હજારમાં થયો હતો 'સોદો'

સુરત : વેપારીએ ઘરકામ માટે ગોંધી રાખેલી યુવતીનું રેસ્ક્યૂ, અપહરણ કરાયેલી યુવતીનો 3 હજારમાં થયો હતો 'સોદો'
પ્રતિકાત્મક તસવીર

ઘોડદોડ રોડના કાપડના વેપારીનું શરમજકન કૃત્ય, યુવતીએ વીડિયો મોકલી મદદ માંગતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ ત્રાટક્યુ

  • Share this:
સુરત : સુરતના ઘોડદોડ (Surat) રોડ વિસ્તારમાં આજે એક કાપડ વેપારીના ઘરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ (Anti Human Tracking Cell) ત્રાટકતા ચકચાર મચી ગઈ હતી. જોકે, સૌના આશ્ચર્ય વચ્ચે આ સુખી સંપન્ન વેપારીના ઘરમાંથી ગોંધી રખાયેલી યુવતી મળી આવી હતી. વેપારીએ આ યુવતીને 3 હજાર રૂપિયા આપીને મંગાવી હતી. આમ રૂપિયા માટે અબળાનું ખરીદ વેચાણ થયું હોવાના અહેવાલોના પગલે પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ પણ દોડતી થઈ ગઈ હતી. જોકે, માનવતાને શર્મશાર કરતા આ કિસ્સામાં યુવતી વેસ્ટ બેંગાલથી (West Bengal) અપહરણ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

કાપડાના વેપારીએ ગોંધી રાખેલી યુવતી 18 વર્ષની છે. આ યુવતી પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાની રહેવાસી છે અને તે 25મી જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી નીકળી હતી. આ યુવતી ઘરેથી ફરવાનું કહીને નીકળી દિલ્હી આવી હતી. દિલ્હીમાં ચૌહાણ બ્રધર્સ પ્લેસમેન્ટ એજન્સીને આ યુવતીની બહેનપણીએ તેને પધરાવી દીધી હતી.આ પણ વાંચો :  વડોદરા : GujCTOCના કેસમાં ફરાર કુખ્યાત અસલમ બોડિયો ઝડપાયો, 62 ગુનાઓની છે ક્રાઇમ કુંડળી

જોકે, અહીંથી શરૂ થયો ગંદો ખેલ. આ યુવતીને સુરતના ઘોડદોડ રોડના મેઘરથ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારી સત્યનારાયણ રાઠીને સોંપી દીધી હતી. દરમિયાન દિલ્હીની એજન્સી મિશન મુક્તિ ફાઉન્ડેશનના ધ્યાને આ કિસ્સો આવ્યો કે યુવતી સુરતમાં છે. તેથી આ એનજીઓ દ્વારા જલપાઈગુડીના જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના મેટલી પોલીસમથકમાં આ યુવતીના અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અપહરણના ગુનાના આધારે પશ્ચિમ બંગાળ પોલીસે સુરત પોલીસને જાણ કરી હતી. દરમિયાન સુરત પોલીસની એન્ટિ હ્યુમન ટ્રાફિકીંગ વલિંગ સત્યાનારાયણ રાઠીના ઘરે ત્રાટકી હતી. અહીંયા ગોંધી રખાયેલી અબળઆને મુક્ત કરાવી અને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી.  વેપારીએ એજન્સીને 3 હજાર રૂપિયા આપી અને આ યુવતીને મંગાવી હતી અને ઘરકામ માટે રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરત : લવરમૂછિયાઓની 'Badmaash Company, કૂરિયર કંપનીના 4.19 લાખના પાર્સલ બારોબાર વેચી માર્યા

આ વેપારી યુવતીને એક રૂપિયો પણ આપતો નહોતો. દરમિયાનમાં યુવતીએ પોતાની જાતને છોડાવવા માટે એક વીડિયો તૈયાર કર્યો હતો અને પોતાની મુક્તિ માટે આજીજી કરી હતી. આ આજીજીના આધારે તેને દિલ્હીની સંસ્થાનો સહારો મળ્યો હતો. હાલમાં યુવતીનું રેસ્ક્યૂ કરી અને તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:February 02, 2021, 21:53 pm

ટૉપ ન્યૂઝ