સુરતઃ કાળઝાર ગરમી વચ્ચે કોવિડ-19 હોસ્પિટલમાં પાણીની સમસ્યા ઊભી થતાં દર્દીઓએ મચાવ્યો હોબાળો


Updated: May 28, 2020, 7:40 PM IST
સુરતઃ કાળઝાર ગરમી વચ્ચે કોવિડ-19 હોસ્પિટલમાં પાણીની સમસ્યા ઊભી થતાં દર્દીઓએ મચાવ્યો હોબાળો
કોવિડ-19 હોસ્પિટલની તસવીર

આજે સવારે હોસ્પિટલ મોટર બગડી જતા પાણી નહીં આવતા દર્દી દ્વારા હોસ્પિટલ સાથે આગેવનો જાણકારી આપવા છતાંય કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા દર્દી દ્વારા હંગામો મચાવ્યો હતો.

  • Share this:
સુરતઃ કોરોના વાયરસના (coronavirus) સક્રમણ આવેલા દર્દીઓને સુરત સિવિલ કેમ્પસમાં (surat civil hospital) આવેલી કોવિડ 19 હોસ્પિટલ (covid-19 hospital) રાખવામાં આવે છે. ત્યારે આજે સવારે હોસ્પિટલ મોટર બગડી જતા પાણી નહીં આવતા દર્દી દ્વારા હોસ્પિટલ સાથે આગેવનો જાણકારી આપવા છતાંય કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા દર્દી દ્વારા હંગામો મચાવ્યો હતો. મચાવતા તાત્કાલિક તંત્ર દ્વારા ફાયર વિભાગની મદદ પાણી મગાવી હોસ્પિટલ ટાંકીમાં ચઢાવવાની આવિયા બાદ મામલો થાળે પાડ્યો હતો.

કોરોના વાયરસ સંક્રમણ શરૂ થતા કોરોના વાયરસ પોઝિટિવ આવતા દર્દીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેપસમાં આવેલ હોસ્પિટલમાં આજે સવારે બાથરૂમમાં પાણી નહીં આવતા દર્દીઓએ તકલીફ પડતાં ભારે હોબાળો મચાવ્યો હતો. કાળઝાળ ગરમીમાં ત્યાં પીવાનું પાણીની બોટલ બહારથી આવતી હોવાથી તકલીફ પડી ન હતી. પણ દર્દીઓએ હાથ ધોવા કે શૌચાલય સહિતની હાલાકી પડતા ત્યાં હાજર ડોક્ટર, કર્મચારીઓને અને ભાજપના આગેવાનો સહિતનાઓને જાણ કરી હતી પણ કોઈ મદદ નહીં મળતા આખરે દર્દીઓએ તકલીફ પડી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'ના બેન્ડ બાજા, ના બારાત' કોરોનામાં ફેશન ડિઝાઈનરની દશા બેઠી, મોંઘાદાટ કોસ્ચ્યૂમ બન્યા ઘર જમાઈ

જોકે પણ ઘણા સમય સુધી તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા નહીં કરાતા આખરે દર્દીઓ ઉશ્કેરાઇ જઇ હંગામો મચાવ્યો હતો તેની પાછળ દર્દી દ્વારા અવાર નવાર ફરિયાદ કરવા છતાંય કોઈ ધ્યાન નહિ આપતા મામલો બીચક્યો હતો. જોકે દર્દીના હંગામા બાદ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટમાં સરકારી તબીબોએ માનવતા નેવે મૂકી! એક ડોક્ટરની બદલીના કારણે 11 તબીબોએ દર્દીઓની સારવાર છોડી

ફાયર બિગેડની ગાડી બોલાવી કામગીરી શરૂ કરાવી હતી. જોકે ટેકનિકલ કારણોસર પાણી આવતું બંધ થઈ ગયું હતું. તેનું રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી ગઈ છે અને ત્યાં ફાયરની ગાડી બોલાવીને પાણી ચઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવ્યુ છે.
First published: May 28, 2020, 7:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading