સુરતઃ લોકડાઉનમાં રાહત વચ્ચે મીઠાઈ, ફરસાણની દુકાનો ઉપર ફૂડ વિભાગની તવાઈ, 2089 કિલો ખાદ્યસામગ્રીનો નાશ


Updated: May 20, 2020, 9:17 PM IST
સુરતઃ લોકડાઉનમાં રાહત વચ્ચે મીઠાઈ, ફરસાણની દુકાનો ઉપર ફૂડ વિભાગની તવાઈ, 2089 કિલો ખાદ્યસામગ્રીનો નાશ
ફાઈલ તસવીર

શહેરના તમામ ઝોન વિસ્તારોમાં ખૂલેલી દુકાનોમાં સતત તપાસ હાથ ધરાશે લોકડાઉનના કારણે બંધ દુકાનોમાં ખાદ્યપદાર્થ બગડી ગયો હોવાની શક્યત છે.

  • Share this:
સુરતઃ લોકડાઉન 4માં (lockdown) આંશિક રાહતની સાથે શહેર ફરી ધમધમતું થઇ રહ્યા છે. ખાણી-પીણીની દુકાનો પણ ખૂલી ગઇ છે. જાકે, સળંગ 54 દિવસથી બંધ મીઠાઇની દુકાનો, ફરસાણની દુકાનો વગેરેમાં ખાદ્યપદાર્થ બગડી ગયેલ હોવાથી આજે ફૂડ વિભાગ દ્વારા તમામ ઝોન વિસ્તારોમાં આજથી ખૂલેલી ફરસાણ, મીઠાઇ, દૂધના માવા, બેકરી વગેરેમાં તપાસ હાથ ધરી હતી.

ફૂડ વિભાગ દ્વારા ભાગળ ચારરસ્તા અંબાજી રોડ, નાણાવટ, ખટોદરા, ઊતરાણ, કરંજ, વરાછા રોડ, ભટાïર રોડ, ઘોડદોડ રોડ, સિટીલાઇટ રોડ, યોગીચોક, વરાછા, પુણાગામ, કતારગામ વિસ્તાર, પાંડેસરા, બમરોલી, અડાજણ, ઉધના, પાલનપુર રોડ વગેરે 165 જેટલી ખાદ્યપદાર્થોની વિક્રય કરતી સંસ્થાઓની તપાસ કરી કુલ 56 સંસ્થાઓમાંથી 2086 કિલો મીઠાઇઓ, ફરસાણ, દૂધના માવા અને બેકરી આઇટમોનો નાશ કરાવ્યો હતો.

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આઠ ઝોન વિસ્તારમાં પ્રથમ તબક્ક્માં કન્ટેઇન્નમેન્ટ ઝોનની બહાર જે ખાધ્યપ્રદાથોની દુકાનો ખુલી છે. તેમાં ટીમ બનાવી સર્વે શરૂ કરવામાં આવી રહાયો છે. મોટા ભાગની દુકાનોમાં જુનો માલ ખાલી કરવામાં આવી રહાયો હોવાની ફરિયાદો પણ મળી હતી. જેને લઇનેજ આ કામગીરી કરવામાં આવી છે.

શહેરમાં 55 દિવસ પછી આ દુકાનો ખુલી હોવાથી મનપાનું આરોગ્ય વિભાગ કોઇના પણ હેલ્થ સાથે ચેડા થાય તેવું નથી ઇર્છી રહી . જરૂર પડે સેમ્પલો પણ અમુક જગ્યાએથી લેવામાં આવ્યા છે. તેને લેબમાં મોકવામાં આવ્યા છે. લેબ માથી રિપોર્ટ આવતા ખાદ્ય પ્રદાથ ની ગુણવત્તા સામે પ્રશ્ન આવશે તો દંડ પણ કરવામાં આવશે.
First published: May 20, 2020, 9:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading