સુરત : નશાની હાલતમાં યુવકને આપઘાત કરવાનું નાટક ભારે પડ્યું, ફાંસો લાગી જતા મોત, બે સંતાનોએ પિતા ગુમાવ્યા

સુરત : નશાની હાલતમાં યુવકને આપઘાત કરવાનું નાટક ભારે પડ્યું, ફાંસો લાગી જતા મોત, બે સંતાનોએ પિતા ગુમાવ્યા
પ્રતિકાત્મક તસવીર

લાલબત્તી સમાન કિસ્સો : ’મેં અગર મર જાઉં તો તુમ્હે કોન સંભાલેગા’ એમ કહી એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ફાંસો ખાઈ લીધો હતો.

  • Share this:
સુરત : સુરત શહેરમાં એક ચેતવણીરૂપ (Surat) ઘટના ઘટી છે. આ ઘટનામાં એક યુવકે આપઘાત (Surat Suicide) કરી લેવાનું નાટક કરતા હકિકતમાં જ ગળેફાંસો લાગી ગયો હતો જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાના સ્ફોટક અહેવાલો સામે આવી રહ્યા છે. બનાવ લોકો માટે લાબત્તી સમાન છે. ઘટનાની કરૂણતાને જોતો લોકો ચેતે અને આ પ્રકારના કિસ્સાઓ ઘટી જાય તો સતર્ક રહે તે માટે તેનો પ્રસાર આવશ્યક બની જાય છે. બનાવની વિગતો મુજબ સુરતના નવાગામ ડિંડોલીમાં (Dindoli) દારૂના નશામાં ધુત 35 વર્ષિય યુવક પોતાના સંતાનો સામે ફાંસો ખાવાનો અભિનય કરી રહ્યો હતો તે વેળા મજાક મજાકમાં ખરેખર ખરેખર તેને ફાંસો લાગી જતા મોત થયું હતું. ’મેં અગર મર જાઉં તો તુમ્હે કોન સંભાલેગા’ એમ કહી એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ફાંસો ખાઈ લીધો હતો.

બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ નવાગામ ડિંડોલીમાં ઉમિયા નગરમાં રહેતો 35 વર્ષિય પ્રમોદ પ્રકાશભાઇ કાપડે ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. પ્રમોદ કાપડેને સંતાનમાં 12વર્ષ અને 10 વર્ષની ઉંમરના બે સંતાનો છે.27મી નવેમ્બર શુક્રવારની રાત્રે આઠ વાગ્યાના અરસામાં પ્રમોદ દારૂના નશામાં હતો અને બાળકો સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો.આ પણ વાંચો : સુરત : ઘરકંકાસમાં મહિલાનો પુત્રી સાથે આપઘાત, દીકરીને દવા પીવરાવી બાદમાં જાતે ગટગટાવી

આપઘાત કરવો હોય તો તેના માટે ફાંસો કેવી રીતે ખવાઈ તેનો ડેમો પ્રમોદ બે બાળકોને બતાવતો હતો. ટેબલ પર ચઢી સાડીનો એક છેડો ગળામાં બાંધી બીજો આ છેડો છતના હુકમાં બાંધ્યો હતો.દારૂના નશાના કારણે તેનું બેલન્સ નહીં રહેતા તેને ગળે ફાંસો લાગી ગયો હતો અને ટેબલ પરથી નીચે પટકાયો હતો. બાળકોએ બુમ મચાવતા બાજુના રૂમમાં બેઠેલી પત્ની પણ દોડી આવી હતી.જોકે ત્યાં સુધીમાં પ્રમોદનું મૃત્યુ નિપજી ચુક્યું હતું.

આ પણ વાંચો : સુરત : કતારગામમાં સસરાને 'વહુની ફ્રેન્ડ રિક્વેસ્ટ' આવી, 'I Love you-માય જાન,' પરિવારે કરી ફરિયાદ

જોકે, પ્રમોદને તાત્કાલિક એમ્બુલન્સ બોલાવી અને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ વિધિની વક્રતા એવી થઈ કે જે એમ્બ્યુલન્સ ડ્રાઇવરે અનેક લોકોના જીવ બચાવ્યા હશે ખુદ તેનો જ જીવ એમ્બ્યુલન્સ આવે તે પહેલાં જ જતો રહ્યો હતો. સુરતની આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. આ ઘટનાના પગલે બે બાળકોએ પિતા અને પત્નીએ પતિ ગુમાવતા આક્રદનો માહોલ છે.
Published by:Jay Mishra
First published:November 29, 2020, 08:30 am

ટૉપ ન્યૂઝ