સુરત : પોલીસ માટે કામ કરતા રીક્ષા ચાલકનો જાહેરમાં ખુલ્લેઆમ દારૂ પીતો Video વાયરલ

સુરત : પોલીસ માટે કામ કરતા રીક્ષા ચાલકનો જાહેરમાં ખુલ્લેઆમ દારૂ પીતો Video વાયરલ
જાહેરમાં દારૂ સાથેનો વીડિયો વાયરલ

પોલીસના કામ માટે રાખેલા બે રીક્ષા ચાલકોનો દારૂની જાહેરમાં મહેફિલ માણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ પર અનેક સવાલ ઉભા થયા છે.

  • Share this:
સુરત : ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પણ અહીંયા તો દારૂ જાહેરમાં વેચવાની સાથે પીવાય પણ છે. જોકે પોલીસની ગેરકાયદે ઉગરાણી હોય કે તેમને કોઈ કામ હોય તો તેના માટે રાખેલા બે રીક્ષા ચાલકોનો દારૂની જાહેરમાં મહેફિલ માણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ પર અનેક સવાલ ઉભા થયા છે.

ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે અને દારૂ વેચાણ કરતા હોય અને પિતા હોય તેવા લોકોને પકડી પાડવાની સતા પોલીસને આપવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ થાય છે અને પીવાય પણ છે, તે અનેક વખત સાબિત થઇ ચુક્યું છે, તે છતાં ફરી એક વાર જાહેરમાં દારૂ પીવાતો હોવાનો વિડીયો વાઇરલ થતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ વખતે સામાન્ય માણસ દારૂ પીતો હોય તેવો વિડીયો વાઇરલ નથી થયો પણ પોલીના કામ માટે અને ગેરકાયદેસરના વેપારવાળા પાસે રૂપિયાની ઉગરાણી કરતા રીક્ષા ચાલક જાહેરમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાઇરલ થતા પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે.આ પણ વાંચો - 'ના બેન્ડ-બાજા, નાહી બારાતી', જાતે ગાડી ચલાવી વરરાજા પહોંચ્યો મંડપે, એકલો જ લઈ આવ્યો દુલ્હનને

સુરતના કતારગામ પોલીસ મથકમાં ડી સટાફ માટે રીક્ષા ચલાવતા જય મારુ નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે, તેની સાથે બીજો પણ રિક્ષાવાળો દેખાઈ આવે છે. જે ખુલ્લેઆમ જાહેરમા બીયર પીતા દેખાઈ આવે છે. જોકે પોલીસ રેડમાં જાય ત્યારે આરોપીને લાવવા માટે આ રીક્ષાની મદદ લેવાતી હોય છે, ત્યારે આ રીક્ષા વાળા પણ પોતાને પોલીસ સમજીને બેફામ બનતા હોય છે અને પોતે નિયમો તોડે તો તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે તેવા તેમને ફાંકા હોય છે. ત્યારે દારૂ પીધેલા લોકોને પોલીસ પકડીને જેલના સળિયા પાછળ મોકલતી હોય છે ત્યારે તેમના ખાસ ગણાતો રીક્ષા વાળો જાહેરમાં દારૂનું સેવન કરી નિયમો તોડે છે.આ વીડિયો સાબિત કરે છે કે, ગુજરાતમાં દારૂનું વેચાણ થાય છે અને જાહેરમાં પીવાય પણ છે. જોકે આ રીક્ષા ચાલકે આ વીડિયો જાતે બનાવી વાઇરલ કર્યો હોવાની ચર્ચા છે, ત્યારે જોવાનું એ રહ્યુ છે કે, આ રીક્ષા ચાલક વિરુદ્દ પોલીસ કાર્યવાહી કરે છે કે આખો મામલો સંકેલી લે છે. એક આ રીક્ષા ચાલક આધિકારીની સેવામાં 24 કલાક હાજર રહેતો હોવાને લઈને તેનું કોઈ પણ વાળ વાંકો નહિ કરી શકેહે તેવો તેને વહેમ હોય તેમ દારૂ પીતો વીડિયો વાયરલ કર્યો છે. પીને છટકા બનેલા આ રીક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કયારે અને કેવી રીતે કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.
Published by:kiran mehta
First published:May 09, 2021, 21:46 pm

ટૉપ ન્યૂઝ