Home /News /south-gujarat /

સુરત એરપોર્ટના રનવે નડતર રૂપ ઇમારત પ્રયોજકની સંખ્યા 41 થઇ, ઊંચાઈ ઓછી કરવા માટે સૂચન

સુરત એરપોર્ટના રનવે નડતર રૂપ ઇમારત પ્રયોજકની સંખ્યા 41 થઇ, ઊંચાઈ ઓછી કરવા માટે સૂચન

સુરત એરપોર્ટ ફાઈલ તસવીર

સુરત એરપોર્ટ દ્વારા તમામ બિલ્ડરો, પ્રમુખ, મંત્રીને નોટીસ પાઠવીને સુરત એરપોર્ટ વેસુ ભાગમાં નડતરરૂપ ઈમારતોની ઉચાઇ ઓછી કરીને નિયમ મુજબ રાખવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું.

સુરતઃ વર્ષ 2018માં થયેલ સર્વે મુજબ 18 જેટલા બિલ્ડીંગ પ્રોજેક્ટમાં 90 જેટલી ઈમારતો વિમાન લેન્ડીંગ વખતે નડતર રૂપ હોવાનું બહાર આવતા સુરત એરપોર્ટ (Surat AirPort) દ્વારા તમામ બિલ્ડરો, પ્રમુખ, મંત્રીને નોટીસ પાઠવીને સુરત (surat) એરપોર્ટ વેસુ ભાગમાં ( રનવે 22 ની સામે) નડતરરૂપ ઈમારતોની ઊંચાઈ ઓછી કરીને નિયમ મુજબ રાખવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું.

સુરત એરપોર્ટ અથોરીટીની નોટિસ બાદ માહોલ ગરમ થતા અને રહીશીઓની માંગણીને ધ્યાને લઇ ફરી 2019માં સુરત મહાનગર પાલિકા, પી.ડબ્લ્યુ.ડી, એરપોર્ટ અથોરીટી અને રહીશીઓને સાથે રાખીને એરોનોટીકલ સર્વેનું આયોજન કરવામાં આવ્યું. જે સર્વે રીપોર્ટ મુજબ નડતરરૂપ બિલ્ડીંગ પ્રોજેક્ટની સંખ્યા 18 માંથી વધીને 41 થઇ ગઇ હતી. ત્યાર પછી સુરત એરપોર્ટ અથોરીટી દ્વારા તમામ ઈમારતોને નોટીસ આપીને નડતરરૂપ ઊંચાઈ ઓછી કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2007થી 2017 સુધી નિયમિત રીતે એરપોર્ટ અથોરીટી દ્વારા એરપોર્ટની આજુબાજુની ઈમારતોનું સર્વે નહી કરેલ હોવાથી બિલ્ડરો દ્વારા તકનો લાભ લઈને વધારે ઉચાઈમાં બિલ્ડીંગો બાંધી દેવામાં આવી. આ સમગ્ર મામલો હાલ તપાસ હેઠળ છે, અને કોર્ટ લમાં પણ ચાલે છે.

બિલ્ડરો જે એન.ઓ.સી.બતાવી રહ્યા છે તે એન.ઓ.સી સાચી છે કે ખોટી એ જાણવાની કોઈ પદ્ધતિ સામાન્ય નાગરિક પાસે હાલ ઉપલબ્ધ નથી. જે અંગે એન.ઓ.સી. પ્રદાન કરવા વાળા ઓફીસ ને પૂછીને ખરાઈ કરવા શિવાય કોઈ રસ્તો પણ નથી.

આવી રીતે વેસુ સ્થિત એક બહું માળી ઈમારત અંગે એન.ઓ.સી અને કોઈ વાંધાજનક ઊંચાઈ છે કે નહી એ જાણવા એરપોર્ટ અથોરિટીના સુરત, મુંબઈ તથા દિલ્હી કાર્યાલય ને ઇ-મેલ દ્વારા સંપર્ક કરીને જાણવાનો પ્રયાસ શહેરના જાણીતા એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા કરવામાં આવ્યો હતો.

વારંવાર યાદગીરી ઈ-મેલ કર્યા બાદ તારીખ 19 ઓગસ્ટ 2020ના રોજ મદદનીશ જનરલ મેનેજર (એ.ટી.એમ) , સુરત એરપોર્ટ દ્વારા ઈ-મેલનો જવાબ આપીને જણાવવામાં આવ્યું હતું કે તમે જે માહિતી જાણવા ઈચ્છો છો તે જેતે બિલ્ડરના કાર્યાલય માંથી મળી શકે છે. એટલે એન.ઓ.સી અને ઊંચાઈ અંગેની જે માહિતી જાણવા માંગો છો તે બિલ્ડર દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચોઃ-જો corona ન હોત તો અંબાજીમાં ભાદરવી પૂનમે ઉમટ્યું હોત લાખોની સંખ્યામાં ભક્તોનું 'ઘોડાપૂર'

આમ તો નાગરિકો આ પ્રમાણેની માહિતીઓ સરકારી ઓફીસ માંથી જરૂરથી મેળવી શકે છે. તેમ છતાં સુરત એરપોર્ટ દ્વારા માહિતી નકારીને નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ-ખિસ્સામાં પડેલા એક રૂપિયાથી તમે ખરીદી શકો છો આટલી બધી વસ્તુઓ

આ પણ વાંચોઃ-ઓગસ્ટમાં રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5500 અને ચાંદીમાં રૂ.8,000નો કડાકો, મહિનામાં કેવી રહી Gold-Silveની ચાલ?

છેલ્લા કેટલા સમયથી સરકારના તમામ ખાતાઓમાં પારદર્શીકતા લાવવા માટે ઘણા પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે આ પ્રકારનો જવાબ આમ નાગરિકોને સરકારી ઓફીસમાંથી મળશે તો પછી બિલ્ડરો અને વચ્ચેતિયાનો  રાજ જરૂર ચાલશે એમાં કોઈ શંકા નથી.


સુરત એરપોર્ટ અથોરીટી દ્વારા આપવામાં આવેલ આ જવાબ સામે સંજય ઇઝાવા દ્વારા એરપોર્ટ અથોરીટી ઓફ ઇન્ડિયા ના ચેરમન ને ફરિયાદ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવેલ છે.
Published by:ankit patel
First published:

Tags: એરપોર્ટ, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन