સુરત : ગુપ્તભાગે રૂ.19 લાખનું સોનું છૂપાવીને લાવતા યુવકની એરપોર્ટ પરથી ધરપકડ

સુરત એરપો‌ર્ટના કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રનો એક યુવાન શારજાહથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મોડી રાત્રે આવી રહ્યો છે.

News18 Gujarati
Updated: August 9, 2019, 10:19 AM IST
સુરત : ગુપ્તભાગે રૂ.19 લાખનું સોનું છૂપાવીને લાવતા યુવકની એરપોર્ટ પરથી ધરપકડ
સુરત એરપોર્ટ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: August 9, 2019, 10:19 AM IST
કિર્તેશ પટેલ, સુરત : શહેરના એરપોર્ટ પર દાણચોરીનો વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં કસ્ટમ વિભાગે એક યુવકની રૂ. 19.35 લાખના સોના સાથે ધરપકડ કરી છે. યુવક શારજાહથી ગુપ્ત ભાગે સોનાની પેસ્ટ સંતાડીને સુરત લાવી રહ્યો હતો. કસ્ટમ વિભાગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે યુવકે પોતાના ગુપ્ત ભાગમાં 602 ગ્રામ સોનાની પેસ્ટ બનાવીને સંતાડી રાખી હતી. યુવકે બે કેપ્સુલ બનાવીને ગુપ્તભાગે સોનું છૂપાવી રાખ્યું હતું.

પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે મહારાષ્ટ્રનો યુવક ગુદા ભાગે સોનાની પેસ્ટ સંતાડીને લાવતો હતો. સુરતથી શારહજાની ફ્લાઇટ શરૂ થયા બાદ આવા બનાવો ધ્યાનમાં આવતા રહે છે. અઠવાડિયામાં એક વખત આવતી ફ્લાઇટમાં આ પહેલા પણ યુવકો સોનાની પેસ્ટ બનાવીને લાવતા ઝડપાયા છે.

મળતી વિગત પ્રમાણે સુરત એરપો‌ર્ટના કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રનો એક યુવાન શારજાહથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મોડી રાત્રે આવી રહ્યો છે. જેની પાસે સોનું છે. બાતમી બાદ મોડી રાત્રે ફ્લાઇટ આવતા જ વર્ણન આધારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ મહારાષ્ટ્રના યુવકની અટકાયત કરી હતી. તપાસ કરતા યુવક ગુદા માર્ગમાં સોનું સંતાડીને લાવ્યો હોવાનું બહાર આવ્યુ હતું. કસ્ટમ યુવકે યુવકની ધરપકડ કરીને તે કોના માટે સોનું લાવ્યો હતો તે દિશામાં તપાસ શરુ કરી છે.
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...