સુરત: ડુપ્લીકેટ રેમડેસિવીર ઈન્જેકશનનાં મામલે ઇન્જેક્શન ખરીદનાર જયદેવસિંહ ઝાલાની ધરપકડ, માસ્ટર માઇન્ડ કૌશલ હજી વોન્ટેડ

સુરત: ડુપ્લીકેટ રેમડેસિવીર ઈન્જેકશનનાં મામલે ઇન્જેક્શન ખરીદનાર જયદેવસિંહ ઝાલાની ધરપકડ, માસ્ટર માઇન્ડ કૌશલ હજી વોન્ટેડ
આરોપી જયદેવસિંહ ઝાલા

ઓલપાડના પીંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ,અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મોટી માત્રામાં નકલી રેમેડીસીવીર ઈજેશન બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું

  • Share this:
કોરોનાનાં કહેરમાં લોકો માટે જીવન રક્ષક ગણાતા રેમડેસિવીર ઈન્જેકશન માટે વલખા મારી રહ્યા હતા. ત્યારે આ બધા વચ્ચે ડુપ્લીકેટ રેમડેસિવીર ઈન્જેકશન વેચી રૂપિયા કમાવવા નીકળેલી ગેંગનો મોરબી પોલીસે પર્દાફાશ કર્યો હતો. મોરબીમાં પાંચ હજાર ડુપ્લિકેટ રેમડેસિવીર વેચનાર સુરતના કૌશલ વોરાના ઓલપાડમાં ફાર્મહાઉસમાં ૬0 હજાર ઇજેકશન સાથેનું આખું કારખાનું ઝડપી લેવાયા બાદ ડુપ્લિકેટ ઇન્જકશનનો રેલો સુરત શહેરમાં પણ નીકળ્યો હતો. સુરતમાં શહેરમાં પણ મોટા પાયે ડુપ્લિકેટ ઇજેકશન વેચવામાં આવ્યા હતા. રાંદેરમાં રહેતા અને વરાછામાં ફાઇનાન્સનો ધંધો કરતા ૫૦ વર્ષીય જયદેવસિંહ ઝાલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ૮ ઇન્જકશન કબજે લીધા હતા.

૧૨૬ ઇજેકશન નફાખોરી કરી વેચી માર્યા હતા. આ ઇજેકશન તેણે કૌશલ વોરા પાસેથી જ ખરીદ્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે કૌશલ વોરાને વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધારએ ગુગલનાં પર સર્ચ કરી નકલી ઈન્જેકશન બનાવવાની રીત લીધી હતી.ઓલપાડના પીંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ,અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મોટી માત્રામાં નકલી રેમેડીસીવીર ઈજેશન બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને નકલી ઇજેક્શનનો મસમોટો જથ્થો કબજે લીધો હતો. જોકે આ રેકેટના માસ્ટરમાઈન્ડ કૌશલ વોરાએ જેને નકલી ઇન્જકશન વેચ્યા હતા તેને સુરત ક્રાઈમ બ્રાંચે આજે અડાજણ પરશુરામ ગાર્ડન પાસે સી.એમ. રેસીડેન્સી પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને આઠ નકલી ઇજેક્શન મળી આવ્યા હતા. પોલીસે તેને કોર્ટમાં રજુ કરીને ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

બનાસકાંઠા: રાતે પ્રેમિકાને મળવા ગયો તો મળી તાલિબાની સજા, પ્રેમીનું મુંડન કરીને વીડિયો વાયરલ કર્યો

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,મોરબીમાંથી નકલી રેમેડીસીવીર ઇજેકશન પકડાયા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પીંજરત ગામના એક ફાર્મહાઉસ સુધી પહોચ્યો હતો. પોલીસે ત્યાં દરોડો પાડ્યોતો નકલી રેમેડીસીવીર ઇજેક્શન બનાવવાનું કારખાનું જ મળી આવ્યું હતું. ગલુકોઝના પાણીમાં મીઠું નાખીને નકલી ઇજેશન બનાવવામાં આવતા હતા. પોલીસે મોટી માત્રામાં નકલી ઇજેક્શનનો જથ્થો-સ્ટીકર બોટલો ગ્લૂકોઝ પાઉડરની બેગો અને કાર મોબાઈલ ફોન લેપટોપ, વજન કાંટા મળીને રૂ.2.૭૩ કરોડની મત્તા કબજે લીધી હતી અને છ જણાની ધરપકડ કરી હતી. આ રેકેટમાં માસ્ટર માઈન્ડ અડાજણનો કૌશલ વોરા છે.

આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મળેલી માહિતીને આધારે અડાજણ પરશુરામ ગાર્ડનની પાસે વોચ ગોઠવીને જયદેવસિંહ વેલુભા ઝાલા ઉવ ૫૦ રહે,૫૦૩ સી એમ રેસીડન્સી અડાજણને ઝડપી લીધો હતો તેના ઘરની તલાશી લેતા પોલીસને ૮ નક્કી રેમેડીસિવીર ઇજેક્શન મળી આવ્યા હતા.

સુરત શહેર પોલીસ કમિશ્રર, અજય તોમરના જણાવ્યા પ્રમાણે, જયદેવસિંહ ગોલ્ડ લે વેચ કરતી કંપનીમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરે છે. જોકે, આ નક્લી ઇજેક્શન તેણે કૌશલ વોરા પાસેથી મેળવ્યા હતા.અને અગાઉ ૧૩૪ લઈને કોરોના પેશન્ટના સગાઓને ૧૨૬ ઇજેક્શન વેચી દીધા હોવાની પણ કબુલાત કરી હતી. એક ઇજેક્શનના 5 હજારથી લઈને ૧૦ હજાર સુધી વસુલવામાં આવતા હતા.

કોરોનાની મહામારી વચ્ચે નવી આફત, સૌરાષ્ટ્રનાં મોટાભાગના જળાશયોમાં તળિયા દેખાયા

પોલીસે જયદેવસિંહ ઝાલાને કોર્ટમાં રજુ કરીને ૧૦ દિવસનાં રિમાન્ડ પણ મેળવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જયદેવસિંહ ઝાલા સાથે કૌશલ વોરા એકાદ વર્ષ પહેલાં રેમડેસિવિર ઇજેક્શન વેચવા માટે સાથે લીધો હતો. ૩૦૦૦થી ૩૫૦૦માં આ ઇજેક્શન તે જયદેવસિંહને આપતો હતો. જયદેવસિંહ તેને બજારમાં ૪૫૦૦ કે તેનાથી વધુ નફો લઇ વેચતો હતો. આ ઇજેશન વેચાણના રૂપિયા પણ પોલીસ શોધી રહી છે.

World Press Freedom Day 2021: પ્રેસ અને તેની સ્વતંત્રતા માટે આ દિવસ કેમ મહત્ત્વનો?

નકલી રેમડેસિવિર ઇજેકશનના મસમોટા કૌભાંડનો માસ્ટર માઇન્ડ સુરતના અડાજણના કૌશલ વોરાએ ગૂગલ પર સર્ચ કરી નકલી ઇજેક્શન બનાવવાની ટ્રીક લીધી હતી. આ મોતના સોદાગર કૌશલ આણી મંડળીએ નકલી ઇન્જકશન વેચી ટૂંકા ગાળામાં લાખો રૂપિયાની કમાણી કરી હતી. પોલીસને કૌશલના ઘરેથી જ મોટી કેશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે નકલી રેમડેસિવિર કેટલીક દવા સાઉથ આફ્રિકા નિકાસ કરતો હતો. જોકે, કોરોનાકાળમાં તેનું મોટું પેમેન્ટ અટકી ગયું હતું. જેથી દેવાદાર બની ગયેલા કૌશલે બાદમાં માસ્ક, ગ્લોસ, સેનિટાઇઝર વેચવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ રેમડેસિવિરની ભારે ડિમાન્ડ ઊભી થતા કૌશલને આ ઇજેકશન નકલી બનાવી રોકડી કરી લેવાનો વિચાર આવ્યો હતો. તેને ગૂગલ અને યૂ ટ્યૂબ પર સર્ચ કરી નકલી રેમડેસિવિર બનાવવાની થિયરી જાણી લીધી હતી.

લિક્વિડ અને પાઉડર ફોર્મમાં ઇજેકશન મળતું હોય તેને પાઉડર ફોર્મમાં લૂકોઝ અને મીઠું ક્રશ કરી ઇજેકશન બનાવવાની ટ્રીક જનાની પોતાના મેનેજર અને ડ્રાઈવર સાથે મળીને આ કાળો કારોબાર શરુ કર્યો હતો. જો કે જયદીપ સિંહ ઝાલાએ જે દર્દીઓના સગાઓને ઇન્જેક્શન વેચ્યા છે તે દર્દીઓની હાલત કેવી છે તે જાણવા માટે એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
Published by:Kaushal Pancholi
First published:May 03, 2021, 13:47 pm

ટૉપ ન્યૂઝ