સુરત અગ્નિકાંડઃ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં 4275 પાનાની ચાર્જશીટ રજૂ કરી

News18 Gujarati
Updated: July 22, 2019, 7:30 PM IST
સુરત અગ્નિકાંડઃ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં 4275 પાનાની ચાર્જશીટ રજૂ કરી
સુરત તક્ષશીલા અગ્નિકાંડની તસવીર

ક્રાઈમબ્રાંચ દ્વારા પહેલા જ દિવસથી કલાસના સંચાલકથી લઈને બિલ્ડર, પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને જીઈબીના અધિકારીઓ સહિત કુલ 11 આરોપીઓ દર્શાવ્યાં છે.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ24મી મેંના રોજ સરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી.જેમાં 22 જેટલા માસૂમો જીવતા ભડથૂં થઈ ગયાં હતાં. આ કેસમાં ક્રાઈમબ્રાંચે 11 આરોપીઓ વિરૂધ્ધ 4275 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

251 લોકોને સાક્ષી બનાવાયાં

ક્રાઈમબ્રાંચ દ્વારા પહેલા જ દિવસથી કલાસના સંચાલકથી લઈને બિલ્ડર, પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ અને જીઈબીના અધિકારીઓ સહિત કુલ 11 આરોપીઓ દર્શાવ્યાં છે. આ કેસમાં કુલ 251 લોકોને સાક્ષી તરીકે લઈને દળદાર 4275 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ત્રણ આરોપીઓને ભાગેડુ દર્શાવ્યાં છે.

હજી તપાસ ચાલુ છેઃ કમિશનર

પોલીસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, હજુ ધરપકડનો દોર ચાલુ રહેશે. 60 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે તે નિયમ અનુસાર સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી છે. વોન્ટેડ આરોપી ભાગેડુ જાહેર કરવાની કામગીરી કરવામાં આવશે.સમગ્ર ઘટનામાં હજુ તપાસ ચાલુ છે.

ન્યાય અપાવીશુઃ કમિશનર
Loading...

સતિષ શર્માએ જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટના હતી. 22 માસૂમોના મોત થયા હતાં. અમે આ મૃતકોને ન્યાય અપાવવા માટે તત્પર છીએ. અમે બારીકાઈપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ બે વર્ષમાં 15થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો

પકડાયેલા આરોપીઓ

અત્યાર સુધીમાં ક્રાઇમબ્રાંચે ડ્રોઇંગ કલાસીસના સંચાલક ભાગર્વ મનસુખ બુટાણી, હરસુખ કાનજી વેકરીયા, જીગ્નેશ સવજી પાઘડાળ, જીગ્નેશના પિતા સવજી પાઘડાળ, બિલ્ડર રવિન્દ્ર ઘનશ્યામ કહાર, પાલિકાના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશી, જયેશ સોલંકી, ફાયર બ્રિગેડના એસ.કે આચાર્ય અને કિર્તી મોઢ ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર, ડીજીવીસીએલના નાયબ ઈજનેર દિપક ઈશ્વરલાલ નાયકની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-વાપીમાં બિલ્ડર પર ફાયરિંગ મામલોઃ 2 આરોપીઓ મુંબઇથી ઝડપાયા

વોન્ટેડ આરોપીઓ

અતુલકુમાર વિનોદરાય ગોરસાવાલા

હિમાંશુ એચ.ગજ્જર

દિનેશભાઈ કાનજીભાઈ વેકરીયા
First published: July 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...